• This is default featured slide 1 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 2 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 3 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 4 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 5 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

ભકત અને ભગવાનનો પ્રેમ


         એક સુર્યપુર નામે ગામ છે. એમાં એક  ડોસો અને ડોસી રહેતાં હતાં. એમને કોઈ સંતાન હતું. નાનું મોટું કામ કરતાં અને ગુજરાન ચલાવતાં. દિવાળીનો તહેવાર આવતો હતો. ડોસીએ કહ્યું : ‘દિવાળીનો તહેવાર આવે છે, પણ ઘરમાં કંઈ છે નહિ, કૈય રીતે દિવાળી ઉજવીશું ?’ ઘરમા નવો કામળો પડ્યો હતો, એટલે કહ્યું : ‘મને કામળો આપ, હું વેચી આવું !’ ડોસો કામળો લઈને બાજુના ગામમાં વેચવા નીકળ્યો. ગામ મોટું હતું એટલે ખપત રહેતી.ડોસો આખો દીગામમાં ફર્યો પણ કામળાનું કોઈ ઘરાક થયું. સાંજ પડવા આવી કે તે પોતાને ગામ પાછો વળ્યો. ચાલતાં ચાલતાં રસ્તામાં એક મંદિર દેખાણુ. મંદિરમાં ભગવાન રામ બિરાજ્યા હતા, મૂર્તિ વિશાળ કદની હતી. સાંજ ઢળી ગઈ હતી.શિયાળા નો સમય હતો, એટલે ઠંડી વળી ગઈ હતી. અને  ડોસાને ટાઢ પણ લાગતી હતી અને થાક્યો પણ હતો, એટલે ભગવાન રામનાં દર્શન કરવા અને થોડો વિસામો ખાવા મંદિરમાં દાખલ થયો. તેણે ભગવાન રામનાં દર્શન કર્યાં, અને તેની મૂર્તિ સન્મુખ બેઠો. સભા મંડપ ખુલ્લો હતો, ઠંડા પવનના સુસવાટા આવતા હતા. ડોસાને ટાઢનું લખલખું આવી જતું હતું. તે મૂર્તિ સામે એક ધ્યાન થઈને બેઠો હતો અને કોણ જાણે તેને થયું કે, ‘મને ટાઢ લાગે છે, તો મારા વ્હાલાને નહિ લાગતી હોય ?’ તેને જાણે કોઈએ દોર્યો, ઊભો થયો, ગર્ભગૃહમાં ગયો અને ભગવાન રામને કામળો લપેટી દીધો, અને બોલ્યો, ‘લે પ્રભુ, હવે તને ટાઢ નહિ લાગે !’

                 પછી થોડો વિસામો ખાઈને તે પોતાના ગામ ભણી ચાલી નીકળ્યો.તે ઘરે પહોંચ્યો. ડેલીની સાંકળ ખખડાવી. ડોસાએ ડેલી ખોલી. ડોસાના હાથમાં કામળો હતો. ડોસીને થયું કે કામળો ખપી ગયો લાગે છે, હવે ભલે દિવાળી આવે ! ડોસો ઘરમાં દાખલ થયો. તે થાકી ગયો હતો, પણ સૂતો નહિ, ગોદડું ઓઢીને બેઠો. ડોસી પણ તેની પાસે બેઠી. પછી ડોસાએ જરાક નિરાશામાં કહ્યું, ‘આજે કામળાનું કોઈ ઘરાક થયું.’ડોસીએ પૂછ્યું : ‘તો કામળો ક્યાં ?’ડોસાએ કહ્યું : ‘મેં રામજીને ઓઢાડી દીધો.’ડોસીએ પૂછ્યું : ‘ક્યાં ?’‘રસ્તાના મંદિરે.’ ડોસી તેની સામે જોઈ રહી, પણ ગુસ્સે થઈ, તેનું હૈયું માર્દવભર્યું હતું એટલે બોલી, ‘તમે જે કર્યું તે ઠીક કર્યું.’પછી ડોસીએ કહ્યું : ‘થાકી ગયા હશો, લો હું ખાટલો ઢાળું.’ ડોસી ખાટલો ઢાળવા ગઈ, ટાણે ડેલીએ હળવેથી ટકોરા પડ્યા. ડોસીને થયું, ‘અત્યારે કોણ હશે ?’ ડોસાએ જઈને ડેલી ખોલી, પણ ત્યાં કોઈ હતું ! ડેલીની આગળ એક કોથળી પડી હતી. ડોશાએ તે લીધી, ડેલી વાસી અને અંદર આવ્યો. તેણે ડોસીને કહ્યું, ‘ડેલીએ તો કોઈ હતું, કોથળી પડી હતી.’તેણે ડોસીને કોથળી દીધી અને કહ્યું, ‘જો તો ખરી, માંહ્ય શું છે ?’ ડોસીએ કોથળીનું મોઢું ખોલ્યુંકે માંહ્ય સોના-ચાંદીના સિક્કા દીઠા ! ડોસીને નવાઈનો પાર રહ્યો. ડોસાને કૌતુક સમજાણું નહિ. આખી રાત બેયને નીંદર આવી. વહેલા ઊઠીને ડોસાએ ડેલી ખોલી તો ડેલીના આગળ ધૂળમાં કોઈનાં પગલાં દીઠાં અને પગલાં પાછાં પણ વળ્યાં હતાં ! અને ડોસાનો અંતરાત્મા બોલી ઊઠ્યો, ‘નક્કી પગલાં મારા રામનાં છે ! મારો વ્હાલો ઉઘાડે પગે કામળાના પૈસા દેવા આવ્યો હતો !’ તેની આંખોમાં આંસુ આવી ગયાં, ડોસીએ પણ જ્યારે વાત સાંભળી ત્યારે તેની આંખો પણ છલકાઈ ઊઠી ! પછી તેઓએ રંગેચંગે દિવાળી ઊજવી.

………….જો તમે ભગવાનના છો, તો ભગવાન તમારો છે..

    🙏🏻🌹 જય શ્રી રામ 🌹🙏🏻

Share:

નવસારીનો જગમશહૂર હીરો એટ્લે જમશેદજી નસરવાનજી તાતા

આ વાત છે…19મી સદીનાં મઘ્યકાળની. 177 વર્ષ પહેલા,એટલે કે 1839માં, જયારે ભારત ગુલામીની સાંકળોમાં હતું, ત્યારે ગુજરાતનાં એક પારસી પરિવારમાં પારણું બંધાયું. જમશેદજી તાતા ની માતા નું નામ જીવાબાઈ અને પિતા માતા નું નામ  નસરવાનજી હ્તુ.
1852માં એ છોકરાને 13 વર્ષની ઉંમરે ઘરથી દૂર અને પિતાની પાસે  મુંબઈ મોકલવામાં આવ્યો. છોકરાએ એલ્ફિન્સ્ટન કોલેજમાં એડમિશન લીધું. કોલેજનાં દિવસો દરમિયાન જ હીરાબાઈ ડાબુ સાથે લગ્નગ્રંથિથી જોડાયો. 1958માં સ્નાતક પૂરું કર્યું. 1959માં તે 20 વર્ષે પુત્રનો પિતા પણ બન્યો. પછી એક વકીલ સાથે મળીને તેની ઓફિસમાં કારકિર્દીની શરૂઆત કરી. પણ ત્યાં મન ના લાગ્યું. આથી નવસારી પરત ફર્યો અને પિતાનાં વેપારમાં જોડાયો. આમ પણ, નસોમાં જ વેપારીનું લોહી ફરતું હતું,પછી ક્યાંથી વકીલાતમાં ધ્યાન લાગે. તેને વેપારમાં ખુબ જ રુચિ જાગી. વેપારની બારીકાઈઓને ધીમે ધીમે સમજવા લાગ્યો. પિતા આ જોઈ પ્રસન્ન થયાં. હવે નસરવાનજી પોતાનો વેપાર બીજા દેશોમાં પણ વિસ્તારવા માંગતા હતાં. આ ઉદ્દેશથી તેમણે તેમનાં પુત્રને ચીન મોકલ્યો. ત્યાં તેણે શંઘાઇ અને હોંગકોંગમાં પોતાનાં પિતાનાં વેપારની શાખાઓ શરુ કરી. ચીનમાં રહી ચીનની અર્થતંત્રનો અદ્યયન કર્યું. પિતાએ પોતાની ઈચ્છા પુરી કરવાં 25 વર્ષનાં આ પુત્રને લંડન પણ મોકલ્યો. ત્યાં આ છોકરાએ લંકાશાયર અને માન્ચેસ્ટરની યાત્રાઓ કરી. આ શહેરો એ વખતે પણ વસ્ત્રઉદ્યોગ માટે ખુબ જ મશહૂર હતાં. ત્યાં તેઓ ચાર વર્ષ રહ્યો. આ ચાર વર્ષમાં વસ્ત્રઉધોગનાં પાઠ શીખ્યાં.
ચાર વર્ષ લંડનમાં વિતાવી સ્વદેશ પાછો ફર્યો. ત્યારે ખબર પડી કે પિતાનો બિઝનેસ દેવાળિયો થઇ ગયો છે. બજારનાં દેવાં વધી ગયા. બજારમાં નસરવાનજીનાં વેપાર પર કાળા વાદળો ઘેરાતાં હતાં. આ સ્થિતિમાં પુત્ર અને પિતાએ સાથે મળીને કઠિન પણ સાચો નિર્ણય લીધો. મકાન અને અન્ય સંપત્તિઓ વેચીને દેવાં ચૂકવ્યા. આમ કરવાથી અન્ય ઉદ્યોગોનો તેમનાં પર વિશ્વાસ વધી ગયો. નસરવાનજીનો આ પુત્ર ભારતમાં લંકાશાયર અને માન્ચેસ્ટરનાં જેમ વસ્ત્રઉદ્યોગ કરવાં માંગતો હતો. તે ફરીથી લંડન ગયો. ત્યાં ભારતમાંથી નિકાસ થયેલાં કપાસને જે કામમાં લેતાં તે દરેક કામનું નિરીક્ષણ કર્યું. અને આ દરમિયાન જાણ્યું કે ભારતમાંથી અંગ્રેજો નીચા ભાવે કપાસ ખરીદી તેનાં કાપડ બનાવીને ભારતમાં ઊંચા ભાવે વહેંચાય છે. આ જોઈને એક દ્રઢ સંકલ્પ કર્યો કે ભારતમાં આવી કાપડની મિલો શરુ કરીશ.
1868માં તેણે 29 વર્ષની વયે, 21000 રુપિયા (હાલનાં લગભગ 5 કરોડ,20 લાખ થાય) ની મૂડી સાથે ટ્રેડિંગ કંપની સ્થાપી. તેણે 1869માં દેવામાં ડૂબેલી તેલની કંપની ખરીદી,અને તેને કાપડની મિલમાં ફેરવીને એલેઝાન્ડ્રા મિલ નામ આપ્યું. બે વર્ષ પછી નફા માટે આ મિલને વેચી દીધી. 1874માં ફરીથી એક કાપડની મિલની શરૂઆત કરી. તેને 1877માં,જયારે રાણી વિક્ટોરિયાને ભારતનાં સમરાગી(એમ્પ્રિસ) જાહેર કરાયા ત્યારે તેણે મિલનું નામ એમ્પ્રિસ મિલરાખ્યું.  આ દરમિયાન આ છોકરાએ ઘણી બધી તકલીફોનો સામનો કર્યો. લંડનમાં વીતાવેલાં ચાર વર્ષમાં મેળવેલાં અનુભવનું અહીં રોકાણ કર્યું. નવાં નવાં યંત્રો,વિદેશી પદ્ધતિઓ અપનાવી.  તે સ્વદેશપ્રેમી હતો. તેણે ‘સ્વદેશ મિલ લિમિટેડ‘ પણ સ્થાપી. તે વેપાર ધીમે ધીમે વિસ્તારવાં લાગ્યો. નવું નવું શીખવા અને જાણવા માટે વિદેશયાત્રાઓ પણ કરતો. જેમ જેમ કારોબાર મોટો થતો તેમ તેની મહત્વકાંક્ષાઓ પણ વધી. તેણે જીવનનાં ચાર મોટાં સપનાંઓ જોયા. (૧) પોતાની ભારતમાં અજોડ હોટલ હોય. (૨)પોતાની લોખંડ-સ્ટીલ ઉદ્યોગની કંપની હોય. (૩) વિશ્વસ્તરીય શિક્ષણની ભારતમાં સંસ્થા હોય. અને (૪) હાયડ્રો ઇલેક્ટ્રિક પાવરની કંપની હોય.!

ગુજરાતનાં નવસારીમાં 3 માર્ચ 1839નાં રોજ જન્મેલાં જમશેદજી નસરવાનજી તાતા ! 1868માં તેમણે શરુ કરેલી કંપનીને આજે આપણે TATA GROUP તરીકે ઓળખીયે છીએ. તેમણે જોયેલાં આ ચાર સપનાઓમાંથી એક જ તેમની હયાતીમાં પૂરું થયું. ભારતમાં એક અજોડ હોટેલનું.  તાજ હોટેલની સ્થાપના 1903માં મુંબઈનાં દરિયાકાંઠે થઇ. ભારતની આ પહેલી હોટેલ હતી જેમાં,ઈલેક્ટ્રીસીટી હોય ! 1904માં 65 વર્ષની ઉંમરે જમશેદજીએ અંતિમ શ્વાસ લીધાં. પણ તેમનાં સપનાંઓને તેમનાં પુત્ર, ડોરબજી તાતાએ પૂરાં કર્યા.  ટાટા સ્ટીલની સ્થાપના 1907માં ડોરબજી તાતાએ કરી.
અગાઉ,1893માં જમશેદજી તાતા શિપમાં શિકાગો જઈ રહ્યાં હતાં ત્યારે તેમનો ભેટો અચાનક સ્વામી વિવેકાનંદ સાથે થયો હતો. ત્યાં જમશેદજી તાતાએ શિકાગોથી સ્ટીલ બનાવની નવી પદ્ધતિઓને ભારતમાં લાવવાની તીવ્ર ઈચ્છા વિવેકાનંદને જણાવી. ત્યારે આ મહંતે જમશેદજી તાતાને સલાહ આપતાં કહ્યું કે “જો ભારતનાં લોકો ને જ ઉચ્ચશિક્ષણ અને વિશ્વસ્તરીય તાલીમ આપવામાં આવે તો તમારી મોટાભાગની સમસ્યાઓ દૂર થઇ જશે.” વિવેકાનંદની આ સલાહથી જ તેમણે ભારતમાં ઉચ્ચસ્તરીય શિક્ષણ સંસ્થા હોય એવું સપનું જોયું હતું. તેમનું આ સપનું ડોરબજી તાતાએ 1909માં પૂરું કર્યું. આ સંસ્થાનું નામ “ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ” ! ચોથું સપનું હાયડ્રો ઇલેક્ટ્રિક પાવરનું. ડોરબજી તાતાએ પિતાનું આ સપનું પણ 1911માં પૂરું કર્યું. જે આજે “ટાટા પાવર” તરીકે ઓળખાય છે.  ટાટા પાવરએ ભારતની સૌથી મોટી ખાનગી વીજઉત્પાદક કંપની છે.
ભારતને વિશ્વઉદ્યોગમાં આગવી ઓળખ અપાવે છે.
ટાટા ગ્રુપની કેટ્લીક અજાણી વાતો !
TATA STEEL એ એશિયાની સૌથી પહેલી અને ભારતની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક કંપની છે.
તાજ હોટેલ, એ ભારતની સૌથી પહેલી એવી હોટેલ છે જેમાં ઈલેક્ટ્રીસીટી હોય.
TATA STEEL એ દુનિયાની 10 સૌથી શ્રેષ્ઠ સ્ટીલ ઉત્પાદક કંપનીઓમાંની એક છે.
TATA POWER એ ભારતની સૌથી મોટી ખાનગી વીજઉત્પાદક કંપની છે.
TATA COMMUNICATION એ દુનિયાની સૌથી મોટી Whole Sale Voice Carrier કંપની છે.
TATA MOTORS એ દુનિયાની 5 શ્રેષ્ઠ કોમર્શિયલ વિહિકલ્સ બનાવતી કંપનીઓમાંની એક છે.
TCS ( Tata Consultancy Service ) એ દુનિયાની 10 સૌથી શ્રેષ્ઠ IT સર્વિસ પુરી પાડતી કંપનીઓમાંની એક છે.
Tata Global Beverages એ દુનિયાની બીજા નંબરની સૌથી મોટી ચા ઉત્પાદક કંપની છે.
Tata Chemicals એ દુનિયાની બીજા નંબરની સૌથી મોટી સોડા ઍશ બનાવતી કંપની છે.
(1917 થી) ટાટા કંપની દુનિયાની પહેલી એવી કંપની છે,જે તેનાં કર્મચારીઓને મેડિકલ બેનિફિટ્સ આપતી હોય.
(1912 થી) ટાટા કંપની એ દુનિયાની પહેલી એવી કંપની છે જેણે 8 કલાક પ્રતિ દિવસની નીતિ શરુ કરી હોય.
આટ્લુ જોયા પછી આપણ ને સ્વભાવીક પ્રશ્ન થાય કે અંબાની વિશ્વનાં સૌથી ધનવાનોની યાદીમાં છે તો રતન તાતા કેમ નથી ?
તે પ્રશ્ન નો જવાબ હવે નીચે મળશે.
એકવાર ઇન્ટરવ્યુમાં રતન તાતાને સવાલ કરવામાં આવ્યો કે, અંબાણી દુનિયાનાં સૌથી ધનવાનોનાં લિસ્ટમાં છે,અને તમે કેમ નથી? ત્યારે રતન તાતાએ નમ્રતાથી જવાબ આપ્યો કે, “અંબાણી વેપારી છે, અને ટાટા સન્સ ઉદ્યોગપતિઓ છે.” રતન તાતાનું સપનું ભારતને સુપરપાવર બનવાનું નહિ પરંતુ ભારતને સુખી પરિવાર બનવાનું છે. કેટ્લું સટીક વાક્ય?
ભારતના જ MBA કોલેજનાં મોટા પ્રોફેસરે એક બહુ જ મોટી વાત કહેલી છે, ” રોકાણ રિલાયન્સમાં કરો,અને કામ ટાટામાં કરો.”  કેમ કે રિલાયન્સ કંપની સંપત્તિની વૃદ્ધિ કરી રહી છે. જયારે ટાટા કંપની પોતાનાં કર્મચારીઓનું ધ્યાન રાખી રહી છે, સેવા કરી રહી છે.
કેમ કે ટાટા કંપની દર વર્ષે પોતાનાં વાર્ષિક નફાની 66% રકમ દાનમાં આપે છે. 2015માં રિલાયન્સની વાર્ષિક આવક 44 બિલિયન ડોલર્સ(4400 કરોડ ડોલર્સ,હાલનાં ડોલરનાં ભાવ પ્રમાણે 2,972,497,000,000 રૂપિયા) હતી. જેની સામે ટાટા કંપનીની વાર્ષિક આવક 108 બિલિયન ડોલર્સ(10800 કરોડ ડોલર્સ, હાલનાં ડોલરનાં ભાવ પ્રમાણે 7,296,129,000,000 રૂપિયા) હતી.
ટાટા ગ્રુપની 96 કંપનીઓનું સંચાલન ટાટા ગ્રુપની મુખ્ય કંપની ટાટા સન્સ કરે છે. ટાટા સન્સનાં મલિક,રતન તાતા કે હાલનાં ચેરમેન ઇશાત હુસૈન નહિ પરંતુ ટાટા ગ્રુપની અલગ અલગ ચેરીટેબલ સંસ્થાઓ છે. જેમાંની મુખ્ય સંસ્થાઓ સર ડોરબજી તાતા ટ્રસ્ટ, જે.આર.ડી ટાટા ટ્રસ્ટ અને રતન ટાટા ટ્રસ્ટ છે. ટાટા સન્સનાં 66% ચેરીટેબલ સંસ્થાઓને મળતાં હોવાથી રતન તાતાનાં વ્યક્તિગત સરવૈયાં પર તેની અસર થતી નથી. બસ આજ કારણોસર રતન તાતા દુનિયાનાં સૌથી ધનવાનોનાં લિસ્ટમાં નથી.
2015માં ટાટા કંપનીનું મૂડીરોકાણ 100 બિલિયન ડોલર્સ હતું. જો તે પ્રમાણે રતન તાતાની વાસ્તવિક મૂલ્યનો અંદાજો લગાવીએ તો $830 મિલિયન ડોલર્સ થાય, જે બિલ ગેટ્સ અને વૉરેન બફેટ કરતાં પણ વધારે છે. જો ટાટા કંપની તેના નફાની 66% રકમ દાનમાં ના આપતી હોય તો રતન તાતા દુનિયાનાં સૌથી ધનવાન વ્યક્તિ હોત ! ટાટા કંપનીની સૌથી સારી વાત, તેઓ તેમનો નફો દાનમાં આપે છે,અને તે જ કારણોસર ટાટા કંપનીની પાઘડીનું મૂલ્ય છેલ્લી પાંચ પેઢીઓથી વધતું જ જાય છે.
2012માં જેગુઆર જેવી ખીણમાં જઈ રહેલી કંપનીનો હાથ પકડી ફરી સફળતાનાં શિખરે પહોંચાડનારા રતન તાતા જ છે. ત્યાર બાદ તેમણે મધ્યમ વર્ગનાં લોકો પણ ખરીદી શકે તેવી નેનો કાર લોકો સમક્ષ લાવ્યાં. રતન તાતા દર વર્ષે ભારત અને અન્ય દેશોનાં સ્ટાર્ટઅપમાં રોકાણ કરી યુવાઓને હોંસલો આપે છે. તેઓ હમણાં જ, જયારે સાયરસ મિસ્ત્રીને ચેરમેન પદેથી હટાવાયા,અને ઇશાત હુસૈનને ચેરમેન બનાવાયા તેની વચ્ચેનાં દિવસોમાં ટાટાનાં કાર્યકારી ચેરમેન રહ્યાં.

Share:

બ્લોગ ની લિંક

https://dharmeshrakholiya.blogspot.com/

લોકપ્રિય પોસ્ટ્સ

Powered by Blogger.

કુલ મુસાફરો

Search This Blog

ઇ પેપર સંદેશ

અનુવાદ

Recent Posts