કોયડો,ઉખાણા



 [બે શિલ્પીઓ

 એક ગામમાં બે શિલ્પીઓ રહેતા હતા. બંને જણા પોતાની કળામાં કુશળ હતાપરંતુ એક ખૂબ ખરચાળ હતો અને બીજો બહુ કરકસરિયો હતો. આથી પહેલાના માથે રૂપિયા 500 દેવું થયું અને બીજાની પાસે રૂપિયા 500ની મૂડી થઈ. હવે એક વખત તે ગામના એક કલાપ્રેમી સદગૃહસ્થે બંનેની કલાઓ ખરીદી અને તે બદલ રોકડા પૈસા ન આપતાં પહેલાંને 4 ઘોડા અને બીજાને 2 ઘોડા આપ્યા. હવે તે શિલ્પીઓએ સરખા ભાવે જ એ ઘોડાઓ વેચી નાખ્યા. તેથી બંનેની સ્થિતિ સરખી થઈ ગઈતો બંનેએ કેટકેટલા રૂપિયે ઘોડા વેચ્યા હશે ?
જવાબ માટે અહિ ક્લિક કરો
[ ૨ ] કેળા વાળો  ફેરીયા 

એક ફેરીયા પાસે ઘણા બધા કેળા હતાતે બધા લઈને વેચવા બજારે નીકળેલએક ગ્રાહકે આવી તેને પૂછ્યું ” તમારી પાસે કેટલા કેળા છે?” તેમણે કહ્યું મને ૧૦૦ થી વધારે ગણતા નથી આવડતુ પણ એ ખબર છે કે… કેળાની કુલ સંખ્યાને ૨ વડે ભાગતા ૧ કેળું વધે છેકેળાની કુલ સંખ્યાને 3 વડે ભાગતા ૧ કેળું વધે છેકેળાની કુલ સંખ્યાને ૪ વડે ભાગતા ૧ કેળું વધે છેકેળાની કુલ સંખ્યાને ૫ વડે ભાગતા ૧ કેળું વધે છેકેળાની કુલ સંખ્યાને ૬ વડે ભાગતા ૧ કેળું વધે છેકેળાની કુલ સંખ્યાને ૭ વડે ભાગતા ૧ કેળું વધે છેકેળાની કુલ સંખ્યાને ૮ વડે ભાગતા ૧ કેળું વધે છેકેળાની કુલ સંખ્યાને ૯ વડે ભાગતા ૧ કેળું વધે છેકેળાની કુલ સંખ્યાને ૧૦ વડે ભાગતા ૧ કેળું વધે છેકેળાની કુલ સંખ્યાને ૧૧ વડે ભાગતા કોઈ કેળું વધતુ નથીતો તમે કહો કે તેની પાસે કુલ કેટલા કેળા હશે

જવાબ માટે અહિક્લિક કરો

[ટોપલામાં કેરીઓ

 અમારા ખેતરનો ચોકીદાર એક વખત અમારા આંબા પરથી 100 કેરીઓ લઈ આવ્યો. તેમાં કેટલીક કેરીઓ તરત ખાવાયોગ્ય ન હતીએટલે તેના ભાગ પાડ્યા અને જુદા જુદા પાંચ ટોપલામાં તે કેરીઓ મૂકી દીધી. હવે પહેલા અને બીજા ટોપલાની કેરીઓ ગણી તો 55 થઈબીજા અને ત્રીજા ટોપલાની કેરીઓ ગણી તો 34 થઈ અને ચોથા ને પાંચમા ટોપલાની કેરીઓ ગણી તો 30 થઈતો દરેક ટોપલામાં કેટકેટલી કેરીઓ મૂકી હશે ?
જવાબ માટે અહિ ક્લિક કરો

[કેવો અજબ મેળ !

 રાત્રે બધા કુટુંબીજનો એકઠા થયા હતા અને વિવિધ પ્રકારનો વાર્તાલાપ ચાલી રહ્યો હતો. તે વખતે રાજન કહ્યું કે મારા જન્મવર્ષના છેલ્લા બે આંકડા જેટલી જ મારી ઉંમર 1932માં હતી. એ સાંભળી દાદાએ કહ્યું કે કેવો અજબ મેળ ! આ વસ્તુ મને પણ બરાબર લાગુ પડે છે.’ તો બંનેની જન્મસાલ કઈ ?’
જવાબ માટે અહિ ક્લિક કરો.

 [ચોરનો દરોડો


એક વખત સાંજના એક ફેરીયો પોતાના ટોપલામાં કેટલીક નારંગીઓ લઈને પાસેના ગામમાં જતી હતી. તેવામાં નદીકિનારે ત્રણ ભૂખ્યા ચોરોએ હુમલો કર્યો. તેમને ખાવાની વસ્તુ સિવાય બીજું કંઈ જોઈતું ન હતું. એટલે પહેલા ચોરે અર્ધી નારંગીઓ લઈ લીધીપણ 10 પાછી આપી. બીજાએ બાકી રહેલાનો ત્રીજો ભાગ લીધોપણ બે નારંગી પસંદ ન પડીતેથી પાછી મૂકી. ત્રીજાએ બાકી રહેલાની અર્ધી લીધી પણ 1 નારંગી ખરાબ હતી તે પાછી આપી. હવે તે ફેરીયો માંડ માંડ નાસી છૂટી. તેણે દૂર જઈને પોતાના ટોપલામાંની નારંગીઓ ગણી તો 12 થઈતો ઘરેથી નીકળતી વખતે તેની પાસે કેટલી નારંગીઓ હશે ?
જવાબ માટે અહિ ક્લિક કરો

[આગગાડીના ઉતારુઓ




આગગાડીના એક ડબ્બામાં 4 ખાનાં ખાલી હતાં. તેમાં પૂના જનારા ઉતારુઓ બેઠા. હવે જો પહેલા ખાનામાંનો એક ઉતારુ બીજા ખાનામાં જાય તો ત્યાં પહેલા ખાનાથી ત્રણગણા માણસો થાયજો બીજા ખાનાનો એક માણસ ત્રીજામાં જાય તો ત્યાં બીજા ખાના કરતાં ત્રણગણા થાયપરંતુ જો બીજા ખાનામાંનો એક ચોથામાં જાય તો તે ખાનામાં બીજાથી બમણા રહે અને જો ચોથા ખાનાનો એક ઉતારુ પહેલામાં જાય તો ત્યાં (ચોથા ખાનામાં) દોઢગણા રહેતો દરેક ખાનામાં કેટલા ઉતારુઓ બેઠા હશે ?
જવાબ માટે અહિ ક્લિક કરો

Share:

No comments:

બ્લોગ ની લિંક

https://dharmeshrakholiya.blogspot.com/

જાણવા જેવુ

લોકપ્રિય પોસ્ટ્સ

Powered by Blogger.

કુલ મુસાફરો

Search This Blog

ઇ પેપર સંદેશ

અનુવાદ

લખાણ કોપી નહિ થાય

Recent Posts