જાણો વિશ્વની સૌથી ગરમ જગ્યાઓ વિશે.



દુનિયાની એવી પાંચ સૌથી ગરમ જગ્યાઓ  જયા નોંધાયેલું છે. સૌથી વધુ 70.7 ડિગ્રી સે.તાપમાન.
2003 થી 2009ની વચ્ચે કરાયેલા સેટેલાઇટ માપદંડ પરથી અહીં સૌથી વધુ તાપમાન 70.7 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું  કે જયા માણસ માટે જીવવું લગભગ અશક્ય જ છે. માણસ તો શું જાનવરનું પણ જીવતા રહેવું મુશ્કેલ છે.
અહીં આપણે દુનિયાની એવી જ પાંચ જગ્યાઓ વિશે જાણીએ.
 દસ્ત એ લૂટ, ઈરાન / DASHT E LUT, IRAN


આ રણ વિસ્તારને ધરતીની સૌથી ગરમ જગ્યામાંથી એક માનવામાં આવે છે. 2003 થી 2009ની વચ્ચે કરાયેલા સેટેલાઇટ માપદંડ પરથી અહીં સૌથી વધુ તાપમાન 70.7 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. ચિલીના અટાકામા ડેઝર્ટ સાથે દસ્ત એ લૂટને દુનિયાની સૌથી સૂકી જગ્યાનું ટાઇટલ મળી ચૂક્યું છે. તેના મોટા ભાગનાં  સેન્ટ્રલ એરિયામાં એક નાનું જીવ પણ જીવતું ના રહી શકે. અહીં સુધી કે બેક્ટેરિયા પણ નથી બચી શકતા.


 ડેથ વેલી, કેલિફોર્નિયા, અમેરિકા / DEATH VALLEY , CALIFORNIA , USA

અમેરિકાના કેલિફોર્નિયામાં સ્થિત ડેથ વેલીમાં અત્યારે બીજુ સૌથી ગરમ હવાનું તાપમાનનો રેકોર્ડ છે. 1913ની ગરમીઓમાં આ પારો 56.7 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. હજુ પણ અહીં ગરમી દરમિયાન સરેરાશ પારો 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. આ સ્ટેટની સૌથી સૂકી જગ્યા છે.


અજીજિયાહ, લીબિયા / AZIZIYAH, LIBYA

લીબિયાની રાજધાની ટ્રિપલીથી 25 માઈલ દૂર અજીજિયાહ ક્યારેક દુનિયાની સૌથી ગરમ જગ્યા હોવાનો દાવો હતો. 1922માં અહીંનું તાપમાન 58 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ કરાયું હતું. જો કે, 2012માં મેટ્રોલોજીસ્ટસએ સાફ કર્યું કે કેટલાયે ફેક્ટર્સના ચાલતા આ નંબર સાચો નથી. ગરમીઓમાં અહીં એવરેજ 48 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન હોય છે.


વાદી હાલફા, સૂદા / WADI HALFA SUDAN

આ શહેર સૂદાનમાં લેક નુબિયાના કિનારે વસેલું છે, જ્યાં છેલ્લ્લા પાછલા વર્ષોમાં જરા પણ વરસાદ પડ્યો નહીં. જૂન મહિનો અહીં માટે સૌથી ગરમ મહિનો છે, જેમાં એવરેજ તાપમાન લગભગ 41 ડિગ્રી સેલ્સિયસ રહે છે. અહીં પર 1967માં સૌથી ગરમ દિવસનો રેકોર્ડ નોંધાયો હતો, તે વખતે અહીંનું તાપમાન 53 ડિગ્રી સેલ્સિયસ હતું.


તિર જવી, ઇઝરાયેલ/ TIRAT ZVI ISRAEL

એશિયામાં તિરત જવીના નામે સૌથી ગરમ જગ્યાનો રેકોર્ડ છે. અહીં જૂન 1942માં 54 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રેકોર્ડ કરાયું હતું. જો કે, આ રેકોર્ડને લઈને તપાસ કરનાર ક્રિસ્ટોફર સતત સવાલ ઉભા કરી રહ્યા છે. તેમનો દાવો છે કે તેમાં થર્મોગ્રાફ ખોટી રીતે વંચાયો હતો.

Share:

બ્લોગ ની લિંક

https://dharmeshrakholiya.blogspot.com/

જાણવા જેવુ

લોકપ્રિય પોસ્ટ્સ

Powered by Blogger.

કુલ મુસાફરો

Search This Blog

ઇ પેપર સંદેશ

અનુવાદ

લખાણ કોપી નહિ થાય