– જો ફોનને રૂટ કર્યા બાદ તેના ફીચરને અપગ્રેડ કરવા ઇચ્છતા નથી ? તો તમારા માટે રૂટ કરવાનો કોઇ ફાયદો નથી. કારણકે એકવાર નવા ઓપ્શનને હટાવ્યા બાદ તેને ફરીથી ઇનેબલ કરી શકાતા નથી.
– તમે ફોનને એક વાર રૂટ કર્યા પછી તમારુ જુનુ કંપનીનું ઓફિશિયલ અપડેટ હશે. તે પણ આપણે ફરી મેળવી નહી શકીએ.
– હવે જો તમે ફોનને એકવાર રૂટ કરી દો છો તો તમારા ફોનની વોરંટી પણ જતી રહે છે. ભલે તમે ફોનને એક દિવસ પહેલાં જ રૂટ કેમ ન કર્યો હોય.
– ફોનને રૂટ કર્યા બાદ તેમાં બગ આવવાની સંભાવનાઓ વધી જાય છે અને સાથે તમારા ફોનને કોઇ સરળતાથી હૈક પણ કરી શકે છે.
– રૂટ કર્યા બાદ ફોનની કામગીરી પર અસર થતી જોવા મળે છે. ફોન થોડા દિવસો સુધી તો સારો ચાલે છે, પણ સમયની સાથે સાથે સ્લો પણ થતો જાય છે.
– તમારા ફોન સ્પાઇવેર અને એડવેરની ઝપેટમાં આવી જાય છે અને સાથે ફોનમાં સેવ ડેટાને માટે પણ નુકશાન થઇ શકે છે.
– ફોનને રૂટ કર્યા બાદ તમારા એન્ડ્રોઇડ દ્વારા નક્કી કરાયેલી લિસ્ટમાંથી બહાર થઇ જાવ છો. તેનો લાભ તમે ફરી લઇ શકતા નથી.
– ફોનને રૂટ કર્યા પછી અનેક સોફ્ટવેર ઓનલાઇન મેળવી શકાય છે. તેમાંના કેટલાક સોફ્ટવેર તેને બનાવનારાના ફાયદા આપવા માટે પણ અપડેટ અપાય છે.
– ફોનને રૂટ કર્યા બાદ તેનો સૌથી મોટી ફાયદો ફોનને ઓરિજિનલ ભાષામાં બદલાવી શકાય છે.
– ઓનલાઇન રૂટિંગ સોફ્ટવેર ડાઉનલોડ કરતા પહેલા તેમાં આપવામાં આવેલી નોટિસનેં ખાસ ધ્યાનથી વાંચવી જરૂરી છે. તેમાં લખેલું હોય છે કે ડિવાઇસને રૂટ કર્યા બાદ ફોનનું જે પણ કંઇ નુકસાન થશે તેની જવાબદારી વાપરનાર ની રહેશે.












