• This is default featured slide 1 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 2 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 3 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 4 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 5 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

Showing posts with label story. Show all posts
Showing posts with label story. Show all posts

ભાણ કોટીલો અને હથિયો મહિડો




રૂપેણ નદીના કાંઠે વાંકિયા (સાણા ડુંગર) નામનું નાનકડું ગામ આવેલું છે. વાંકિયાના ગામધણી ભાણ કોટીલો એની ડેલીએ મિત્રો અને બારોટ ચારણના ડાયરા ભરી બેઠો છે. ડેલીના ખાનામાં માળવાઇ અફીણના ગાંગડા ખરલે ચડે છે. કસુંબા થાય છે. અંજલિયો ભરી ભરીને પવાય છે...આવા ચડતા બપોરના સમયે દરબારની ડેલીએ એક આઠેક મણની અદોદળી કાયાનો ખૂંખાર આ માણસ ખભા ઉપરથી બે એક મણ રોકડા રૂપિયાની ગાંસડી ખૂણામાં નાખીને દાયરામાં બેસી ગયો...? કસુંબો લેવડાવીને ભાણ કોટીલાએ આવતલ આદમીની ઓળખાણ માંગી! ક્યાંથી આવો છો, ભાઇ?’ ગરેડી જેવા કાંધ ઉપરથી હાંડા જેવું માથું ઊચું કરી આગંતુકે જવાબ દીધો: જૂનાગઢથી...’‘શું આવ્યા છો?’ જવાબમાં આવતલ આદમીએ એના થેલામાંથી તાંબાનું પતરું કાઢીને દરબારને વાંચવા આપ્યું. દરબારે પોતાના કામદારને આ તામ્રલેખ આપીને કહ્યું: સૌ દાયરો સાંભળે એમ વાંચી સંભળાવો.ડાયરામાં પળભર સન્નાટો પથરાઇ વળ્યો. અનુમાન થઇ શકતું હતું કે આવતલ મૂળે આ આદમી છે ધીંગાણાનો, તલવારની પટ્ટાબાજી ખેલનારો હોય, કાં તો આખલા કે પાડાનો પછાડનારો હોય, કાં તો પછે નવાબનો એકોહોય... ગમે તે હોય. પણ હીરના ફુમતા જેવા આપણા રૂપાળા આ ગામના દરબાર ભાણ કોટીલા સાથે એને ક્યા ભવનું વેર છે કે દૂધમાં કહુ ઓરવા આંયા ગુડાણો?‘જૂનાગઢ રાજના ગિરાસદાર દાયરાને જણાવવાનું કે..કામદાર તાંબાના પતરાનું લખાણ વાંચી રહ્યા! અમારો પહેલવાન તમારે ગામ આવે છે. આ પહેલવાન યુદ્ધનો ખેલાડી છે. એટલે એની સાથે હાથોહાથની લડાઇ આપી શકે એવો સમોવડિયો આપશો. જો તમે આ માટે નિરુપાય હો તો રોકડા રૂપિયા સો એને આપી દેજયો અગર તમારી પાસેનો પહેલવાન જો અમારા પહેલવાનને હરાવી દેશે, તો એની પાસેના તમામ રોકડા રૂપિયા તમને આપી દઇશું.લખાણ સાંભળીને ભાણ કોટીલાએ દાયરામાં નજર નાખી પણ દાયરો આખો પલળેલા કાગડા જેવો ભાસ્યો! સો રૂપિયા ગણી આપો દરબાર, એટલે બીજું ગામ ચેતાવું!પહેલવાન વરવું હસ્યો!દરબારના મોં પર ઝાંખપની છાયા ઢળી કે ડેલીના ખાનામાં બેઠેલ ગામનો મેઘવાળ હથિયો મહિડો બોલ્યો: લે બાપુ! આ જાડિયો દાકુડો કાંઉ બોલતોસ?’ (આ જાડો શું કહે છે?)‘હાથિયા મહેતર!

દરબાર બોલ્યા: આ જૂનાગઢના નવાબનો મલ્લ છે. એની સાથે હાથોહાથ ધીંગાણું કરે એવો સમવડિયો માંગે છે. ન મળે તો સો રૂપિયા રોકડા આપવાના છે.’ ‘શું કરશો? બાપુ!હાથિયો મૂછમાં હસ્યો.સો રૂપિયા આપી દઇશું. બીજું શું ?’‘ન અપાય બાપુ!હાથિયા મેઘવાળે બાંયો ચડાવી.તમારા ડાયરામાં હાથિયો મહિડો બેઠો છે અને વાંકિયાનું પાણી જાય! એને હું ધીંગાણું આપીશ હાથોહાથનું.હાથિયા હરજિનની વાત સાંભળીને જૂનાગઢના પહેલવાને થૂંકતો હોય એવું મર્મીલું હાસ્ય કર્યું: ઉહુહુહુ. ભાઇ પહેલવાન!દરબાર બોલ્યા: અમારો હાથિયો મેઘવાળ તને હાથોહાથનું ધીંગાણું આપે છે...’‘બાપુ! તમારા હાથિયાનાં હાડકાં ગણ્યાં છે!પહેલવાન હસ્યો.ભાઇબંધ ઊભો થા, તો આ ઘડી જ ગણી દેખાડું...?’ ખોંખારો મારીને હાથિયો ઊભો થયો...!ભાઇ હાથિયા! આ પહેલવાન જૂનાગઢથી હાલીને આવે છે. થાકયો હશે... બે દીભલે તાજો માજો થાય... આજથી ત્રીજા દિવસે આપણે દ્વંદ્વયુદ્ધ આપશું...દરબારે નિર્ણય સંભળાવ્યો. અને બે દિવસમાં તો આસપાસનાં ગામોમાં વાત સંભળાણી કે જૂનાગઢના નવાબના પહેલવાન સાથે (સાણા) વાંકિયા ગામનો હાથિયો મેઘવાળ હાથોહાથની લડાઇ આપવાનો છે.હાથિયો મેઘવાળનો લોટ બંધાઇ જવાનો હોં!લોકચર્ચા થઇ.શું લેવા લોટ બંધાઇ જાશે?’‘ઇ તો જૂનાગઢના રાજાનો મલ્લ છે. ઘણા બધાને હરાવીને હજારો રૂપિયા જીત્યો છે... હાથિયાનો રોટલો કરી નાખશે.’‘પણ હાથિયા મેઘવાળે વીસ વીસ મણ પથ્થરની શિલાઓ... માથા પર મૂકીને દરબારની ડેલીએ ગોઠવી છે, જાણો છો?’ ‘છે તો બળવાન...! થાશે જેવા જેવી...ત્રીજા દિવસે વાંકિયા ગામને પાદર આસપાસનો મનખો ઊમટ્યો... હાથિયો અને નવાબનો પહેલવાન મેદાને પડ્યા.ભાઇ મલ્લ!હાથિયો બોલ્યો: તું અમારો મહેમાન છે, એટલે પહેલો દાવ તારો...!પહેલવાન હસ્યો! એમ નૈ ભેરુ! આપણે સૌ પહેલા હાથોહાથ રામ રામ મળીએ... ભલે...કહીને હાથિયાએ પોતાનો જમણો હાથ પહેલવાનની હથેળીમાં મૂક્યો.એક જ મચરકી આપીને ભલભલા બિળયા માણસોની આંગળીઓને શેરડીના સાંઠાની જેમ પીલી નાખનાર એ પહેલવાને દાંત કચકચાવીને હાથિયા મેઘવાળનો પોંચો દાબ્યો પણ વળતી પળે આ ખૂંખાર મલ્લ થરથરી ગયો....! એના અહમ્ની કોથળી જાણે ઉતરડાઇ ગઇ. પહેલવાનને પ્રતીત થયું કે પોતાના હાથમાં આવેલો આ હાથ, માંસ-હાડકાંનો નથી, પણ ગજવેલના ટુકડાનો છે!! પહેલવાને તાકાત વાપરી નાખી. હાથિયાનો હાથ સલામત હતો અને મોં પરની રેખાઓ અકબંધ! હવે ભણ્યું મારો વારો.હાથિયાએ ખોંખારો દઇને પહેલવાનનો હાથ હાથમાં લીધો: તેં તો ભાઇ. નવાબની ભેશુંનાં દૂધ-ઘી ખાધાં છે. મેં તો ભાણ કોટીલાના ગઢની છાશ જ પીધી છે. પણ આજ અમારી રૂપેણ નદીનું પાણી જોતો જા!’‘અને હાથિયાએ મચરકી દીધી...! દિવાળીને દિવસે છોકરાંએ હવાઇ ચડાવી હોય એમ પહેલવાનના ડોળા અધ્ધર ચડ્યા! કાચો ઘડો ફસકાઇ પડે એમ એનો ચહેરો ફસકાયો. મોઇ જેવા જાડા એના હોઠ ખૂલી ગયા અને ખોબો એક લાળોની સાથે ચીસ નીકળી ગઇ:

: ‘છોડ દે, મૈં હારા!’ ‘અને હાથિયાએ જ્યારે પહેલવાનનો હાથ છોડ્યો ત્યારે મેદનીએ સગી આંખે જોયું: પહેલવાનની આંગળીઓ લીરો ચિરાય એમ ચિરાઇ ગઇતી. હાથના પોંચાનો લોંદો થઇ ગયોતો અને ધોધબંધ લોહી વહી રહ્યું હતું...! શરત મુજબ પહેલવાને રૂપિયાની ગાંસડી ઠાલવી દીધી! હાથિયાના આ પરાક્રમના ભાણ કોટીલો ખળાંઢળાં થઇ ગયાં... મહાદેવ ધાર નામે ઓળખાતું સો વીઘાનું ખેતર એણે હાથિયા મહિડાને લખી દીધું. દરબારના માએ ગઢમાંથી થાળ એક રૂપિયા અને દુઝણી એક ભેંસ હાથિયાને ઇનામમાં દીધાં! સાણા ડુંગરની અવથાડ શિલાઓમાં એક વધારે પરાક્રમ ગાથા લખાણી. રૂપેણ નદીએ તે દીપોતાના પનોતા આ પુત્રની તાકાત ઉપર ખળ ખળ હસી દીધું!
નોંધ:આ મહાદેવ ધારનું સો વીઘાનું ખેતર હાથિયાના વંશજો, મહિડા હરજિનો આજ પણ વાવે છે.

તોરણ, નાનાભાઈ જેબલિયા
post by-રાખોલીયા ધર્મેશ.

Share:

ભકત અને ભગવાનનો પ્રેમ


         એક સુર્યપુર નામે ગામ છે. એમાં એક  ડોસો અને ડોસી રહેતાં હતાં. એમને કોઈ સંતાન હતું. નાનું મોટું કામ કરતાં અને ગુજરાન ચલાવતાં. દિવાળીનો તહેવાર આવતો હતો. ડોસીએ કહ્યું : ‘દિવાળીનો તહેવાર આવે છે, પણ ઘરમાં કંઈ છે નહિ, કૈય રીતે દિવાળી ઉજવીશું ?’ ઘરમા નવો કામળો પડ્યો હતો, એટલે કહ્યું : ‘મને કામળો આપ, હું વેચી આવું !’ ડોસો કામળો લઈને બાજુના ગામમાં વેચવા નીકળ્યો. ગામ મોટું હતું એટલે ખપત રહેતી.ડોસો આખો દીગામમાં ફર્યો પણ કામળાનું કોઈ ઘરાક થયું. સાંજ પડવા આવી કે તે પોતાને ગામ પાછો વળ્યો. ચાલતાં ચાલતાં રસ્તામાં એક મંદિર દેખાણુ. મંદિરમાં ભગવાન રામ બિરાજ્યા હતા, મૂર્તિ વિશાળ કદની હતી. સાંજ ઢળી ગઈ હતી.શિયાળા નો સમય હતો, એટલે ઠંડી વળી ગઈ હતી. અને  ડોસાને ટાઢ પણ લાગતી હતી અને થાક્યો પણ હતો, એટલે ભગવાન રામનાં દર્શન કરવા અને થોડો વિસામો ખાવા મંદિરમાં દાખલ થયો. તેણે ભગવાન રામનાં દર્શન કર્યાં, અને તેની મૂર્તિ સન્મુખ બેઠો. સભા મંડપ ખુલ્લો હતો, ઠંડા પવનના સુસવાટા આવતા હતા. ડોસાને ટાઢનું લખલખું આવી જતું હતું. તે મૂર્તિ સામે એક ધ્યાન થઈને બેઠો હતો અને કોણ જાણે તેને થયું કે, ‘મને ટાઢ લાગે છે, તો મારા વ્હાલાને નહિ લાગતી હોય ?’ તેને જાણે કોઈએ દોર્યો, ઊભો થયો, ગર્ભગૃહમાં ગયો અને ભગવાન રામને કામળો લપેટી દીધો, અને બોલ્યો, ‘લે પ્રભુ, હવે તને ટાઢ નહિ લાગે !’

                 પછી થોડો વિસામો ખાઈને તે પોતાના ગામ ભણી ચાલી નીકળ્યો.તે ઘરે પહોંચ્યો. ડેલીની સાંકળ ખખડાવી. ડોસાએ ડેલી ખોલી. ડોસાના હાથમાં કામળો હતો. ડોસીને થયું કે કામળો ખપી ગયો લાગે છે, હવે ભલે દિવાળી આવે ! ડોસો ઘરમાં દાખલ થયો. તે થાકી ગયો હતો, પણ સૂતો નહિ, ગોદડું ઓઢીને બેઠો. ડોસી પણ તેની પાસે બેઠી. પછી ડોસાએ જરાક નિરાશામાં કહ્યું, ‘આજે કામળાનું કોઈ ઘરાક થયું.’ડોસીએ પૂછ્યું : ‘તો કામળો ક્યાં ?’ડોસાએ કહ્યું : ‘મેં રામજીને ઓઢાડી દીધો.’ડોસીએ પૂછ્યું : ‘ક્યાં ?’‘રસ્તાના મંદિરે.’ ડોસી તેની સામે જોઈ રહી, પણ ગુસ્સે થઈ, તેનું હૈયું માર્દવભર્યું હતું એટલે બોલી, ‘તમે જે કર્યું તે ઠીક કર્યું.’પછી ડોસીએ કહ્યું : ‘થાકી ગયા હશો, લો હું ખાટલો ઢાળું.’ ડોસી ખાટલો ઢાળવા ગઈ, ટાણે ડેલીએ હળવેથી ટકોરા પડ્યા. ડોસીને થયું, ‘અત્યારે કોણ હશે ?’ ડોસાએ જઈને ડેલી ખોલી, પણ ત્યાં કોઈ હતું ! ડેલીની આગળ એક કોથળી પડી હતી. ડોશાએ તે લીધી, ડેલી વાસી અને અંદર આવ્યો. તેણે ડોસીને કહ્યું, ‘ડેલીએ તો કોઈ હતું, કોથળી પડી હતી.’તેણે ડોસીને કોથળી દીધી અને કહ્યું, ‘જો તો ખરી, માંહ્ય શું છે ?’ ડોસીએ કોથળીનું મોઢું ખોલ્યુંકે માંહ્ય સોના-ચાંદીના સિક્કા દીઠા ! ડોસીને નવાઈનો પાર રહ્યો. ડોસાને કૌતુક સમજાણું નહિ. આખી રાત બેયને નીંદર આવી. વહેલા ઊઠીને ડોસાએ ડેલી ખોલી તો ડેલીના આગળ ધૂળમાં કોઈનાં પગલાં દીઠાં અને પગલાં પાછાં પણ વળ્યાં હતાં ! અને ડોસાનો અંતરાત્મા બોલી ઊઠ્યો, ‘નક્કી પગલાં મારા રામનાં છે ! મારો વ્હાલો ઉઘાડે પગે કામળાના પૈસા દેવા આવ્યો હતો !’ તેની આંખોમાં આંસુ આવી ગયાં, ડોસીએ પણ જ્યારે વાત સાંભળી ત્યારે તેની આંખો પણ છલકાઈ ઊઠી ! પછી તેઓએ રંગેચંગે દિવાળી ઊજવી.

………….જો તમે ભગવાનના છો, તો ભગવાન તમારો છે..

    🙏🏻🌹 જય શ્રી રામ 🌹🙏🏻

Share:

બેટા! હવે રડીશ નહીં અને એક દિવસ બહાદુર બનજે (કભી કભી)

         


          ઉત્તર-પશ્ચિમ અમેરિકાનું એક રાજ્ય. એમાં એક નાનકડા શહેરમાં પોલ નામનો એક છ વરસનો બાળક પોતાના ઘરમાં એકલો હતો. પોતાની લાકડાનાં રમકડાં બનાવવાની પેટીમાંથી ઓજારો લઈ નાનકડું ઘર બનાવવા મથી રહ્યો હતો. ખૂબ જ રસથી કામ કરતાં કરતાં અચાનક જ એનાથી ખીલીના બદલે પોતાના જ અંગૂઠા પર હથોડી મરાઈ ગઈ. એની રાડ ફાટી ગઈ. રડવું આવી ગયું, પણ રડે શી રીતે ? ઘરમાં કોઈ સાંભળવાવાળું તો હતું નહીં. એના પપ્પા નોકરી પર ગયા હતા. મા બજારમાં ખરીદી કરવા ગઈ હતી. હવે શું કરવું ? અચાનક એને યાદ આવ્યું કે, કોઈપણ માહિતી માટે એના પપ્પા ટેલિફોનનું રિસીવર ઉપાડીને 'ઈન્ફોર્મેશન પ્લીઝ !' એમ પૂછતા અને સામેથી જવાબ મળે પછી પોતાની જોઈતી માહિતી અંગે પૂછતાછ કરી લેતા. એ યાદ આવતાં જ એણે ફોનનું રિસીવર ઉઠાવ્યું અને કહ્યું, 'ઈન્ફોર્મેશન પ્લીઝ !'
           એકાદ-બે ક્લિક્સ સંભળાઈ પછી સામે છેડેથી કોઈ મહિલાનો અવાજ આવ્યો, 'ઈન્ફોર્મેશન બોલે છે. બોલો, હું આપની શું સેવા કરી શકું ?" અવાજ કોઈ સ્ત્રીનો હતો.
"મારા અંગૂઠા પર મારાથી જ હથોડી વાગી ગઈ છે. ખૂબ દુઃખે છે." : બાળકે રડતાં રડતાં જ કહ્યું.
"તારા ઘરે કોઈ નથી ? મતલબ કે કોઈ મોટું હાજર નથી ?"
"ના ! ઘરે હું એકલો જ છું !" હીબકાં ભરતાં બાળકે જવાબ આપ્યો.
"શું ઉંમર છે, તારી દીકરા ? તારું નામ શું છે ?"
"છ વરસ ! મારું નામ પોલ છે."
"અંગૂઠામાંથી લોહી નીકળે છે ?"
"ના, લોહી નથી નીકળતું, પણ મને ખૂબ જ દુઃખે છે. "
"તું તારા ફ્રીજમાંથી બરફ કાઢી શકીશ ?" પેલી સ્ત્રીએ પૂછયું.
"હા !" છોકરાએ જવાબ આપ્યો.
           "તો એક કામ કર. બે-ચાર ટુકડા બરફના કાઢી એક વાટકીમાં નાખીને એમાં થોડુંક પાણી ભરી દે. પછી તારો અંગૂઠો એમાં થોડીક વાર ડુબાડી રાખજે. તને જરૃર રાહત થઈ જશે. થોડુંક સારું લાગે પછી એક રૃમાલ એ પાણીમાં ભીનો કરીને દુખતા અંગૂઠા પર પાટો બાંધી દેજે. તને જરૃર મટી જશે અને હા ! હવે રડીશ નહીં બેટા. અને એક દિવસ બહાદુર બનજે !"
               અદ્ભુત રાહતની લાગણી સાથે બાળકે એનો આભાર માની રિસીવર મૂકી દીધું, પણ આ પ્રસંગ પછી પોતાના કોઈપણ કામ માટે એ 'ઈન્ફોર્મેશન'ને જ પૂછતો. લેસન કરતી વખતે તો ખાસ એને જ પૂછીને લેસન કરતો. મજાની વાત તો એ હતી કે, હંમેશાં એ લેસન કરવાના સમયે 'ઈન્ફોર્મેશન પ્લીઝ'ની ડયૂટી હોય જ. એ સ્ત્રીનો નોકરીનો સમય અને પોલનો લેસન કરવાનો સમય એક જ હતો. એટલે પોલ કંઈ પણ મુશ્કેલી પડે તો એ સ્ત્રીને જ પૂછી લેતો. એક વખત ભૂગોળનું લેસન કરતી વેળા ફિલાડેલ્ફિયા ક્યાં આવ્યું એ એને 'ઈન્ફોર્મેશને' જ જણાવ્યું હતું. ગણિતના અઘરા દાખલા વખતે પણ એ એની જ મદદ લેતો. એણે જ્યારે નાનકડું વાંદરું પાળ્યું ત્યારે એને ખાવા શું શું આપી શકાય એ માટેની સંપૂર્ણ માહિતી એણે એ સ્ત્રી પાસેથી જ મેળવેલી.
              એક દિવસ પોલનું પાળેલું બુલબુલ પાંજરામાં જ મૃત્યુ પામ્યું. એ ખૂબ જ ઉદાસ થઈ ગયો. આ બનાવથી એને વારંવાર રડવું આવતું. 'ઈન્ફોર્મેશન'નો સંપર્ક કરી એણે આ કરુણ ઘટનાની વાત કરી. એણે કહ્યું, "દીદી ! પોતાનાં અદ્ભુત ગીતોથી મારા ઘરમાં બધો આનંદ પાથરતું એ પંખી અચાનક પીંછાંનો ઢગલો બની અમને શું કામ છોડી ગયું ?"
                પેલી સ્ત્રી બે-ચાર ક્ષણ મૌન રહી. પછી ખૂબ જ સહાનુભૂતિભર્યા અવાજે બોલી, "બેટા ! એ બુલબુલને આપણી દુનિયા સિવાયની બીજી દુનિયામાં પણ ગીતો ગાવાનાં હશે અને એટલે જ ભગવાને એને બોલાવી લીધું હશે !"
                આ ઘટનાક્રમ આમ જ લગભગ ત્રણ વરસ શરૃ રહ્યો. ત્રણ વરસ પછી પોલના પિતાની બદલી બોસ્ટન શહેરમાં થઈ. પોલ અમેરિકાના બીજે છેડે રહેવા ચાલ્યો ગયો. એની મોટી બહેન એ જ શહેરમાં પરણીને સ્થાયી થઈ હતી. વરસો વીતતાં ગયાં તેમ સ્મૃતિઓની દીવાલો પર સમયનું પડ જાડું થતું ચાલ્યું.
            કોલેજ પૂરી કરીને પોલે પોતાનો ધંધો શરૃ કર્યો. ધંધાના કામ અંગે એ એક વખત બહારગામ જતો હતો ત્યારે એના વિમાને એણે જ્યાં બાળપણ ગુજારેલું એ જ શહેરમાં લગભગ અર્ધા કલાક જેટલું રોકાણ કર્યું. પોલે પોતાની બહેન સાથે લગભગ પંદરેક મિનિટ વાત કરીને ફોન મૂક્યો ત્યાં જ દીવાલમાંથી ફૂટી નીકળતા પીપળાની માફક જ એને 'ઈન્ફોર્મેશન પ્લીઝ' ની યાદ આવી ગઈ. આટલાં વરસો પછી સીધો ધોન ઉપાડવાથી ઈન્ફોર્મેશનને જ લાગે તેવું નહોતું રહ્યું એટલે એણે લોકલ ફોન ડિરેક્ટરીમાંથી ઈન્ફોર્મેશનનો નંબર મેળવ્યો. પછી ધડકતા હૈયે બોલ્યો, "ઈન્ફોર્મેશન પ્લીઝ !"
               યુવાન થવાના કારણે પોલનો અવાજ બિલકુલ બદલાઈ ગયો હતો, પણ સામે છેડેથી એનો એ જ મીઠો અને પ્રેમાળ અવાજ સંભળાયો, "ઈન્ફોર્મેશન બોલે છે, હું આપની શું સેવા કરી શકું ?"
                એનો એ જ અને એવો જ મમતાભર્યો અવાજ આટલાં વરસો પછી પણ સાંભળવા મળશે એવી પોલને કલ્પના જ નહોતી.એટલે શું વાત કરવી અને કઈ રીતે વાત કરવી એ તો એણે વિચાર્યું જ નહોતું. એના મગજમાં તો પોતાના બાળપણના પ્રસંગો જ ઘુમરાતા હતા. સામે છેડે થોડી વાર શાંતિ છવાઈ ગઈ, પછી જ લાગણીભર્યો અવાજ સંભળાયો, "પોલ ! હથોડી વાગેલી એ અંગૂઠો રુઝાઈ ગયો ? કે હજુ દુઃખે છે ?"
               પોલના આનંદનો કોઈ પાર ન રહ્યો. એની આંખમાં આંસુ આવી ગયાં. એ બોલ્યો, "દીદી ! તમે આજે આવી રીતે મળી જશો એ હું માની જ નથી શકતો. હું હવે મોટો બિઝનેસમેન બની ગયો છું, પણ તમને આજે મારે એક વાત કરવી છે." એટલું કહી એ બે ક્ષણ અટક્યો. પછી છાતીમાં ભરાયેલ ડૂમાને જેમતેમ ખસેડીને એ બોલ્યો, "દીદી ! તમે મારા માટે એ વખતે શું હતાં એ તમને ખબર છે? તમે એક બાળકના સુખ-દુઃખનાં સાથી હતાં. મારે મા-બાપ તો હતાં, પણ પોતાના કામમાં જ વ્યસ્ત. મારાં મા-બાપ પાસે તો મારા માટે સમય હતો જ નહીં. એ વખતે મારાં મા અને બાપ બંને તમે જ હતાં. તમે મને ક્યારેય વાત કરવાની ના પાડી નથી. જો એવું કહું તો પણ એને અતિશયોક્તિ ન માનતાં કે તમે મારા બાળપણનું સર્વસ્વ હતાં !" ડૂમો ફરીથી ભરાઈ આવ્યો.
               બે ક્ષણ બંને છેડે શાંતિ છવાયેલી રહી. લાગતું હતું કે, બંને છેડે આંસુ રોકવાનો જ પ્રયાસ થઈ રહ્યો હતો. ત્યારબાદ એ સ્ત્રીએ કહ્યું, "પોલ ! આજે મારે પણ તને કહેવું છે કે, તું મારા માટે શું હતો એ તને ખબર છે ખરી ? હું પણ સાવ જ એકાકી જીવન જીવતી હતી. મારે પતિ કે બાળકો કોઈ જ નહોતું. તારો ફોન આવે અને હું જ તારી સાથે વાત કરી શકું એ માટે હું હંમેશાં સાંજની ડયૂટી જ પસંદ કરતી. તને અભ્યાસમાં મદદરૃપ થઈ શકું એ માટે તારા જે તે ધોરણનાં પુસ્તકો ખરીદીને હું રોજ રાત્રે એનો અભ્યાસ કરતી. તારી સ્કૂલમાં જે ચાલવાનું હોય તે હું અગાઉથી જ તૈયાર કરી રાખતી. તારો અવાજ મને રોજ એક દિવસ વધારે જીવતા રહેવાની હિંમત આપતો. મારી નોકરી ન હોય ત્યારે હું કોઈકને બદલે નોકરી કરતી. હું ભાંગી પડીને આપઘાત કરવાનો વિચાર કરતી હતી એવે વખતે મને જીવતા રહેવાની પ્રેરણા તેં જ આપેલી !" થોડી વાર અટકીને એ બોલી, "પોલ બેટા ! તારી પાસે સમય હોય તો મને મળીશ ? તને મળવા હું વરસોથી તડપું છું અને તું ફરી કોઈ દિવસ મળીશ એ આશાએ જ જીવું છું."
            "દીદી !" પોલ માંડ માંડ બોલી શક્યો, "મારું પ્લેન હવે પાંચ-દસ મિનિટમાં જ ઊપડશે. દોઢેક મહિના પછી હું પાછો આવીશ. તમે જે અનુભવી રહ્યાં છો એવી લાગણી હું પણ અનુભવી રહ્યો છું. મારે પણ તમને મળવું છે. તમને હું ખાતરી આપું છું કે, હું પાછો આવીશ ત્યારે મારી ટિકિટ જ એવી રીતે લઈશ કે તમારી સાથે એકાદ દિવસ ગાળી શકાય."
              ત્યાર પછી રડતાં રડતાં જ બંનેએ એકબીજાને બાય બાય કર્યું. ફોન મૂકતાં પહેલાં એ સ્ત્રીએ જણાવ્યું કે પોતાનું નામ સેલી છે અને ભવિષ્યમાં સંપર્ક માટે એ નામથી જ પૂછતાછ કરવી.
             દોઢને બદલે પોલ પૂરા ત્રણ મહિના પછી આવી શક્યો. વિમાનથી ઊતરીને તરત જ ત્યાંના જાહેર ટેલિફોન પરથી જ એણે ફોન કર્યો, "ઈન્ફોર્મેશન પ્લીઝ !" એટલું બોલી એ ધડકતા હૈયે ઊભો રહ્યો.
             "ઈન્ફોર્મેશન બોલે છે બોલો ! હું આપની શું સેવા કરી શકું ?" સામે છેડેથી એક મૃદુ અવાજ આવ્યો, પણ એ સેલીનો નહોતો.
"સેલીને આપશો પ્લીઝ ?" સેલી નહીં મળ્યાના થોડા વિશાદ સાથે પોલે કહ્યું.
"તમે એના મિત્ર છો ?"
             "હા ! ખૂબ જૂનો મિત્ર."
            "તમને જણાવતાં મને દુઃખ થાય છે, પરંતુ મારે જાણ તો કરવી જ જોઈએ. કેન્સરના   કારણે લગભગ દોઢ મહિનાથી રજા પર રહેલી સેલીનું ગયા અઠવાડિયે જ મૃત્યુ થયું છે. માફ કરશો !"
પોલ માથે જાણે માથે વીજળી પડી, "ઓહ નો !" કહેતાં એનાથી ધ્રુસકો મૂકાઈ ગયો. જે સ્ત્રી પોતાના બાળપણની દુનિયામાં સર્વસ્વ હતી એને એકવાર પણ મળી ન શકાયું, એ વાત એને અત્યંત પીડા આપી રહી હતી.
            "અરે સાંભળો !" સામે છેડે રહેલી સ્ત્રીએ કદાચ પોતાના રડવાનો અવાજ સાંભળી લીધો હતો. સેલી માટે રડવાવાળું આ દુનિયામાં બીજુૂં કોઈ સગું તો હતું નહીં અને પોલ વિશે એણે સેલી પાસેથી ઘણી વાતો સાંભળી હતી એટલે એણે પૂછી જ લીધું, "તમે ક્યાંક મિ. પોલ તો નથી ને ?"
"હા ! હું પોલ જ બોલું છું. સેલીએ મારા વિશે તમને કંઈ કહ્યું હતું ?" પોલને નવાઈ લાગી.
             "સેલીએ તમારા માટે એક સંદેશો મૂકેલો છે. સેલીએ કહેલું કે તમે આવો ત્યાં સુધી કદાચ એ જીવતી ન પણ રહે તો મારે આ સંદેશો તમને આપવો. તમને રડતા સાંભળ્યા એટલે હું ઓળખી ગઈ. સેલી કહેતી હતી કે એના મૃત્યુથી તમને ખૂબ જ દુઃખ થશે."
"સંદેશો શો છે ?" પોલને સેલીએ શું લખ્યું હશે એ સાંભળવાની અધીરાઈ થઈ આવી હતી.
           
"સેલીએ લખ્યું છે કે- પોલને કહેજો કે રડે નહીં, જરાય દુઃખી પણ ન થાય. આ એક જ દુનિયા નથી. બીજી દુનિયામાં પણ ગીતો ગાવાનાં હોય તો ભગવાન બોલાવી લેતા હોય છે અને આ સંદેશો પોલ જરૃર સમજી જશે !" સંદેશો પૂરો કરીને એ સ્ત્રી શાંત થઈ ગઈ. એનો આભાર માની પોલે ફોન મૂકી દીધો. એ સંદેશનો અર્થ પોલ બરાબર સમજી ગયો હતો. આંખ બંધ કરી શાંતિથી એ એરપોર્ટની લોન્જના એક ખૂણાની બેઠક પર બેસી ગયો. બંધ આંખોમાંથી અશ્રુધારા વહેતી હતી, પરંતુ એના મોં પર શાંતિના ભાવો પથરાયેલા હતા. ઘણાં વર્ષો પછી એના બુલબુલનો મીઠો અવાજ એના કાન અને હૃદયમાં જાણે કે ગૂંજી રહ્યો હતો !

(સુપ્રસિદ્ધ લેખક અને બાળરોગ નિષ્ણાત ડો. આઈ. કે. વીજળીવાળા એ 'મનનો માળો' પુસ્તકમાં આ હૃદયસ્પર્શી કથા આલેખી છે,જે તેમના સૌજન્યથી અત્રે તેમના જ શબ્દોમાં પ્રસ્તુત કરી છે.)-
Share:

કટાક્ષમય રમુજી બનાવ (story)

             


               એક વાર એક ગામમાં એક માણસ આવ્યો. તેણે ગામવાસીઓને કહ્યું કે તેને વાંદરાઓ પકડવા છે. પ્રત્યેક વાંદરા  પાછળ તે ગામવાસીઓને ૧૦ રૂપિયા આપશે. ગામવાળા તો ખુશ થઇ ગયા અને નજીકના જંગલમાં જઈને વાંદરાઓ પકડવા લાગ્યા. વાંદરા પકડવા માટે ગામવાળાઓમાં તો જાણે સ્પર્ધાજ જામી ગયી. દરેક જણ વાંદરાઓ પકડતા અને તે માણસ દરેક વાંદરા પાછળ ૧૦ રૂપિયા આપતો. અમુક દિવસ પછી ગામવાસીઓને ઓછા વાંદરા મળવા લાગ્યા ત્યારે પેલા માણસે ગામવાસીઓને કીધુ કે હવે તે એકવાંદરા પાછળ વીસ રૂપિયા આપશે.ગામવાસીઓ બાજુના જંગલમાંથી વાંદરાઓ લાવ્યા અને પ્રત્યેકવાંદરા પાછળ વીસ રૂપિયા વસુલ કર્યા. થોડા દિવસ પછી તે માણસે"પ્રત્યેક વાંદરા પાછળ ત્રીસરૂપિયા આપીશ"એમ કહ્યું અને બહુ ઓછા વાંદરા ખરીદયા કારણ કે
               ગામવાસીઓને વાંદરા મળતાજ નહોતા. હવે હું વાંદરા પચાસ
રૂપિયામાં ખરીદીશ એમ કહીને પેલો માણસ વાટ જોવા લાગ્યો.ગામવાસીઓ તેને
વાંદરા આપી શક્યા નહિ ત્યારે તેને કહ્યું કે, "હું થોડા દિવસ માટે નજીકના શહેરમાં જઈને આવું છું, ત્યાં સુધી જો તમને વાંદરાઓ મળે તો મારા મદદનીશ પાસે
જમા કરજો અને તેની પાસેથી પૈસા લઇ લેજો... તે માણસ શહેરમાં ગયા પછી તેનામદદનીશે ગામવાસીઓને કહ્યું કે જો તમને વાંદરાઓ મળતા ના હોય તો હું જે
વાંદરાઓ જમા થયા છે, તે તમને ૩૫ રૂપિયામાં આપીશ, અને પછી મારો શેઠ શહેરથી આવ્યા પછી તે જ વાંદરાતમે ૫૦ રૂપિયામાં તેને વેચી શકો છો.
એટલે તમને એક વાંદરા પાછળ ૧૫ રૂપિયાનો ફાયદો થશે. ગામવાસીઓને આ યોજના ગમી ગયી અને તેઓએ શકય હોય ત્યાંથી પૈસા ઉધાર લઇને પણ ૩૫
રૂપિયામાં વાંદરા ખરીદવા લાગ્યા. બધા વાંદરા વેચીને પેલો મદદનીશ શહેરમાં ગયો. એનાપછી ગામવાસીઓને પેલો માણસ દેખાયો નહિ અને એનો મદદનીશ પણ. પણ પુરા ગામમાં ફક્ત વાંદરાઓ દેખાવા લાગ્યા.
Share:

બ્લોગ ની લિંક

https://dharmeshrakholiya.blogspot.com/

લોકપ્રિય પોસ્ટ્સ

Powered by Blogger.

કુલ મુસાફરો

Search This Blog

ઇ પેપર સંદેશ

અનુવાદ

લખાણ કોપી નહિ થાય