• This is default featured slide 1 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 2 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 3 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 4 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 5 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

Showing posts with label google adsense. Show all posts
Showing posts with label google adsense. Show all posts

ઇન્ટરનેટ પર કરો કમાણી ?

સોરી, લેખનું શીર્ષક વાંચીને લેખ વાંચવા લોભાયા હો

તો પહેલેથી ચોખવટ કે નિરાશ થવાના છો.ઇન્ટરનેટ પર આવી લોભામણી હેડલાઇન્સ અને છેતરામણાં પ્રોમીસ ધરાવતી અનેક વેબસાઇટ્સનો રાફડો ફાટ્યો છે અને, વાચકોના નિખાલસ ઇમેઇલ્સથી લાગે છે કે અનેક લોકો તેમાં સહેલાઈથી ફસાઈ રહ્યા છે. ઇન્ટરનેટ પર કમાણી કરવાનો વિચાર કરતા હો તો નીચેના મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપજો...

ઇન્ટરનેટ જાદૂઈ ચિરાગ નથી, જે તમને લગભગ કશું કર્યા વિના અઢળક કમાણી કરાવી આપે.

અનેક સાઇટ્સ,તમને વેબપેજ કે બ્લોગ બનાવી આપીને, તેને ગૂગલની એડસેન્સસર્વિસ સાથે લિંક કરી આપી, ધરખમ કમાણીનું વચન આપે છે. જેનો, અફકોર્સ, તેનો તેઓ તમારી પાસેથી ચાર્જ વસૂલે છે. ખાસ એ જાણી લો કે ગૂગલના બ્લોગર પર બિલકુલ મફતમાં સરેરાશ બ્લોગ બની શકે છે. આ કામ ઇમેઇલ એકાઉન્ટ ખોલાવવા જેટલું જ સહેલું છે. બ્લોગ બન્યા પછી, ગૂગલ એડસેન્સની મદદથી તમારા બ્લોગ પર જાહેરાતો મૂકવાનું કામ પણ સહેલું અને મફત છે.
ઉપલા પોઇન્ટમાં બ્લોગ, એડસેન્સ વગેરે શબ્દો તમે માત્ર સાંભળ્યા જ હોય અને કોઈ કંપની તમારા માટે એ બધું કરીને કમાણી કરાવી આપવાનું વચન આપે તો મહેરબાની કરીને તેના પર ભરોસો કરી, તમારી મહેનતના હજાર રૂપિયા ગુમાવશો નહીં. બેંકની માહિતી તો ન જ આપશો.
જાણવું જ હોય તો, એડસેન્સ શું છે એ થોડું જાણો. આ સર્વિસમાં, ગૂગલ તમારી વેબસાઈટ પરના કન્ટેન્ટને સંબંધિત જાહેરાતો તમારી સાઇટ કે બ્લોગ પર મૂકે છે. એ જાહેરાત આપનાર કંપની ગૂગલને રકમ ચૂકવે છે અને તમારા મુલાકાતી એ જાહેરાત પર ક્લિક કરે તો ગૂગલ તમને કંઈકરકમ ચૂકવે છે. આ કંઈકનો બધો આધાર, તમારી સાઇટ પર મૂકાતી જાહેરાત માટે ગૂગલને કેટલી રકમ મળી છે તેના પર છે.
માત્ર સાઇટ કે બ્લોગ બનાવી દેવાથી આવક શરૂ થતી નથી. તમારે ઘણા કોઠા ભેદવાના હોય છે. સૌથી પહેલાં તો ગૂગલને તમારી સાઇટ કે બ્લોગ, તેને કંઈક વળતર અપાવે તેવાં લાગવાં જોઈએ. પછી, તમારી સાઇટ કે બ્લોગ પર લોકોને કંઈક એવું રસપ્રદ મળવું જોઈએ, જે જોવા-વાંચવા વધુ ને વધુ લોકો તમારા મહેમાન બને. બીજું, તમારું કન્ટેન્ટ એવું હોવું જોઈએ, જેના સંદર્ભમાં મૂકવા જેવી જાહેરાતો ગૂગલને મળી હોવી જોઈએ. અને છેલ્લે, તમારા મુલાકાતી એ જાહેરાત ફક્ત જુએ નહીં, પણ એના પર ક્લિક કરવા જોઈએ. આ બધાને અંતે પાતળી કમાણી થઈ શકે ખરી, પણ એ માટે સીધા જ ગૂગલ પર વિશ્વાસ મૂકવો અને બધું જ કોઈ રકમ ચૂકવ્યા વિના કરવું.
તમે ફક્ત સર્ફિંગ કરો, ક્લિક કરતા રહો, અમે તમને પેમેન્ટ કરીશુંઆવાં વચન આપતી અનેક વેબસાઇટ પણ છે. બિલકુલ નવરા હો ને સમય બગાડવો જ હોય તો તમારા જોખમે આવો અખતરો કરો.
મૂળ વાત એ કે ઇન્ટરનેટની દુનિયા આપણી સાચી દુનિયાથી અલગ નથી. અહીં પણ કશું કર્યા વિના, કોઈ આવડત વિના, કમાણી શક્ય નથી. બીજાને લૂંટનારા અહીં કમાઈ શકે છે, તમારા ભોળપણ/ અજ્ઞાન/લોભને કારણે.
સૌથી પહેલાં લખ્યું તેમ, નિરાશ કરવા બદલ સોરી!
-----------------------------------------------------------------------------------------------------------

હા, કોઈ મિત્રને જુદો અનુભવ થયો હોય અને ઇન્ટરનેટ પરથી સારી કમાણી કરી હોય તો આપનો અનુભવ સૌને જણાવવા નીચેના બોક્સમાં આપનો અભિપ્રાય મોકલવા વિનંતી!

જેમ કે, રાજેશ પટેલ નામના એક વાચકમિત્રે જણાવ્યું છે કે તેઓ છેલ્લાં દોઢ વર્ષથી ગૂગલ એડસેન્સનો ઉપયોગ કરે છે અને તેનાથી તેમને સંતોષ છે.

અહીં ફરીથી એક ચોખવટ કે ગૂગલ એડસેન્સ ખરેખર ઉપયોગી સર્વિસ છે અને તેનાથી કમાણી પણ થઈ શકે છે, પણ એમના માટે જેઓ બ્લોગિંગ કે એડસેન્સ વિશે થોડું જાણે છે. કશું જ જાણતા ન હો અને આંધળુંકિયાં કરીને કોઈ કંપનીને બ્લોગ કે સાઇટ બનાવવા રકમ ચૂકવો અને પછી કમાણી ન થાય તો બધો દોષ એ કંપનીને આપવો પણ યોગ્ય નથી!

Share:

બ્લોગ ની લિંક

https://dharmeshrakholiya.blogspot.com/

લોકપ્રિય પોસ્ટ્સ

Powered by Blogger.

કુલ મુસાફરો

Search This Blog

ઇ પેપર સંદેશ

અનુવાદ

લખાણ કોપી નહિ થાય