• This is default featured slide 1 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 2 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 3 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 4 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 5 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

Showing posts with label વાર્તા. Show all posts
Showing posts with label વાર્તા. Show all posts

અકબર અને બિરબલ ચારે પ્રશ્નોનો જવાબ એક જ


          


                        એક દિવસ બિરબલ અને અન્ય વિદ્વાનો બેઠા હતા અને સમાજની વાતો સાથે ફિલોસૉફીની વાતો પણ ચાલુ હતી. એટલામાં અકબર બાદશાહ ઉપસ્થિત થયા. પોતાના આસન પર બેઠક લીધા પછી તેમણે પણ વાતચીતમાં ભાગ લેવા માંડ્યો. આખરે તેમણે સૌ વિદ્વાનોને પ્રશ્નો પૂછવા માંડ્યા :
મહાનુભાવો સાંભળો, અત્યારે મારી પાસે બે-ચાર પ્રશ્નો છે અને નવાઈની વાત એ છે કે તે દરેક પ્રશ્નોનો ઉત્તર એક જ છે. તો કોણ મને સાચો જવાબ આપશે એ મારે જોવું છે !
ફરમાવો બાદશાહ સલામત, અમે પણ જોઈએ કે, એવા તે કેવા પ્રશ્નો છે, જેનો જવાબ એક જ આવે છે !
હા, જવાબ પણ એક જ અને તે પણ એક જ શબ્દમાં જવાબ છે !
આપ ફરમાવો તો સહી !દરેકે ઉતાવળથી પૂછ્યું.
                     ‘તો સાંભળો દરેક પ્રશ્ન !અકબર બાદશાહે કહ્યું : દુનિયામાં સૌથી મોટું કોણ છે ?’ બીજો પ્રશ્ન, ‘દુનિયામાં સૌથી નાનું, મતલબ અતિ સૂક્ષ્મ શું છે ?’ ત્રીજો પ્રશ્ન, ‘દુનિયામાં કોની ગતિ સૌથી ઝડપી છે ?’ અકબર બાદશાહે મલકતા મલકતા કહ્યું, ‘હવે ચોથો પ્રશ્ન પણ સાંભળી લો. દુનિયામાં કઈ વસ્તુ છે જેનો નાશ નથી થતો ?’

            પ્રશ્નનોની ઝડી વરસાવીને અકબર દરેક પર સંશોધનભરી દષ્ટિ ઘુમાવી અને અંતે બિરબલ પર નજર કરી. બિરબલના ચહેરા પર હળવી મુસ્કાન તરવરી રહી હતી. પરંતુ બિરબલ ગંભીર પણ હતો. થોડીવાર ત્યાં ખામોશી રહી. તે દરમિયાન લોકો વિચારતા રહ્યા. એક વિદ્વાને જવાબ આપવાની પહેલ કરતા કહ્યું :
જહાંપનાંહ, આપની રજા હોય તો હું જવાબ આપું.
ચારે પ્રશ્નોનો જવાબ એક જ છે ને ?’
હા જી !
એક જ શબ્દમાં ?’
હા જી !
અચ્છા કહો !અકબરે તેની સામે જોઈને કહ્યું.
ચારે પ્રશ્નનો એક જ જવાબ છે : અલ્લાહ !તેણે કહ્યું.
ચારે પ્રશ્નોનો આ એક જવાબ નથી મહાશય !અકબરે કહ્યું, ‘અલ્લાહ મહાન છે જ. પરંતુ તે અતિસૂક્ષ્મ કેવી રીતે ગણાય ? વળી તેની ગતિ કમ પડી જાય ? કદાચ ચોથા પ્રશ્નનો જવાબ ગણી શકાય !તેનો જવાબ ખોટો ગણાયો.

બીજાએ જવાબ આપ્યો.
જહાંપનાહ, મારો જવાબ છે : દિલ !
કેવી રીતે ?’ અકબરે પૂછ્યું.
માણસનું દિલ મોટું ગણાય. તેમ ઓછા દિલવાળો પણ ગણાય !તે બોલ્યો તો ખરો, પરંતુ આગળ ગુંચવાઈ ગયો.
હા ભાઈ, દિલની ગતિનું શું ? અરે તેનો તો નાશ થઈ શકે છે !અકબરે સસ્મિત કહ્યું.
જહાંપનાહ, ચારે પ્રશ્નોનો જવાબ છે : જમીર !ત્રીજો બોલ્યો.
જનાબ, વિચારીને બોલ્યા છો કે પછી ?’
જી હજૂર, જમીર જ દુનિયામાં મોટું ગણાય, કારણ કે તેનું માપ અમાપ છે. તેનું સ્વરૂપ સૂક્ષ્મ પણ છે. મતલબ જમીર નાનું પણ બની શકે છે. ઓછા જમીરવાળો માનવી નમાલો ગણાય. જમીરની ગતિ તીવ્ર હોય છે, તે ઝડપથી કાર્ય કરે છે. તેનો નાશ નથી થતો !
તેની વાત સાંભળીને અકબર બાદશાહે ગંભીરતાથી બિરબલ સામે જોયું. નજર ભેગી થતાં જ પ્રશ્ન કર્યો,
બિરબલ, તું ખામોશ છે ? શું આ મહાશય સહી ફરમાવે છે ?’
જનાબ આપ સમજી શકો છો !
હું બરાબર સમજ્યો નથી, તું સમજાવ !
જમીર બધા પાસે એકસરખું નથી હોતું. તેનું સ્વરૂપ લગભગ એકસરખું જ રહેવા પામે છે. જરા ઓછું-વત્તું થાય છે. વળી, તેને ઝડપ કે ગતિ સાથે કોઈ સંબંધ નથી. સ્વાભિમાની ઘણી વાર મરી પણ જાય છે !બિરબલે કહ્યું અને આગળ બોલ્યો : બાદશાહ સલામત, આપના પ્રશ્નોનો ઉત્તર તો આપની પાસે હશે જ ને ?’
બિરબલ, ચારે પ્રશ્નોનો એક જ ઉત્તર હોવો જોઈએ. એ તો મેં તમારા સૌની પરીક્ષા કરવા માટે પૂછ્યું હતું. વાસ્તવમાં મને એક પણ સવાલનો જવાબ ખબર નથી, પરંતુ એટલી વાત અવશ્ય છે કે, વાતો વાતોમાં જવાબ હાંસલ થઈ આવે છે. અત્યાર સુધી તો પરિણામ શૂન્ય જ આવ્યું છે, કોઈએ હૈયાધારણ ઉત્તર નથી આપ્યો !

જરાવાર અટકીને બાદશાહ બોલ્યા : શું તું પણ ખાલીખમ છે ?’
ગુસ્તાખી માફ જહાંપનાહ, એટલી વાત ચોક્કસ છે કે આપના તુક્કાભર્યા સવાલ પણ કંઈક મહત્વવાળા હોય છે. બસ, આપના તુક્કા કાચા હીરા જેવા હોય છે, જેને વ્યવસ્થિત કરવાનું કામ તેના કારીગરના હાથમાં રહેલ હોય છે. હું તો કહીશ કે, આપના તુક્કા જ મહાન છે. શરૂઆતમાં તે દમ વિનાના લાગે છે એટલે કે અતિસૂક્ષ્મ સ્વરૂપમાં હોય છે તેથી ધ્યાનમાં નથી આવતા. વળી, આપના તુક્કાઓની ગતિ જ તીવ્ર છે. જેને અમારા જેવા વિદ્વાનો પણ પકડી નથી શકતા. અને એ વાત પણ ચોક્કસ છે કે, તે નાશવંત છે. એક કે બાદ એક પેદા થતા રહે છે !બિરબલ બોલી રહ્યો.
ત્યાં જ એક મંત્રી બોલી પડ્યો : હાં જનાબ બિરબલ ખરું કહે છે. આ ચારેય પ્રશ્નોનો જવાબ એક જ હોઈ શકે, તુક્કા !આ સાંભળી બધા હસી પડ્યા. સ્વયં અકબર બાદશાહ પણ હસી પડ્યા. પેલો બિચારો ભોંઠો પડી ગયો.

અંતે ગંભીરતાભર્યા વાતાવરણમાં અકબરે જ બિરબલને કહ્યું : બિરબલ, હવે ફટાફટ મારા ચારે પ્રશ્નોનો એક જ જવાબ બતાવી દે, યા તને પણ તેની તુકબંદી જ યાદ છે ?’
અરે નહિ બાદશાહ સલામત, આપની દુઆથી બંદાને પોતાની કાબેલિયત પર ભરોસો છે !તે સસ્મિત કહેવા લાગ્યો : વાસ્તવમાં દુનિયામાં સૌથી મોટું મન છે. જે દરેકના મસ્તકમાં બિરાજમાન છે. જે તુક્કાઓથી માંડીને મહાન કાર્યોને અંજામ આપી શકે છે. અલ્લાહ કે ભગવાન પણ તેની સમક્ષ સૂક્ષ્મ છે. મન ઘણીવાર એવી હરકત કરી દે છે કે, તે સૂક્ષ્મ સ્વરૂપમાં આવી ગયું ગણાય. કોઈને તે દેખાતું નથી. મન વિચારોનું ઉદ્દભવ સ્થાન છે. વિચાર તેનો ખોરાક છે અને વિચારની ગતિ દુનિયામાં સૌથી વધુ છે. મન ધારે તો આંખના પલકારામાં સારા બ્રહ્માંડની અને પાતાળલોકની પણ સૈર કરી આવે. વળી, માનવી મૃત્યુ પામે છે, તો પણ મન મરતું નથી. તે બીજા ખોળિયામાં સ્થાન મેળવી લે છે. અર્થાત આપના ચારે પ્રશ્નોનો એક જ જવાબ છે મન !

Share:

વિક્રમ અને વૈતાળની વાતો




દોડતો દોડતો વિક્રમ સ્મશાનમાં અશોક વૃક્ષ નીચે આવ્યો. આછા પ્રકાશમાં ઉંચે નજર કરી. ડાળી પર એક શબ લટકતું હતું. વિક્રમ ઝડપથી ઝાડ પર ચડ્યો અને શબને નીચે ઉતાર્યું. ખભે નાખીને તે ઝડપથી ચાલતો થયો. શબે સળવળાટ કર્યો. તેમાં છુપાયેલો વૈતાળ બોલ્યો : વિક્રમ, તારી વીરતાનો હું પ્રશંસક છું. પણ તું ખોટો અડધી રાતે અહીં સ્મશાનમાં આવે છે. દોડાદોડી કરીને તું થાક્યો હોઈશ. તને આનંદ આવે એવી સરસ વાર્તા કહું છું :

વારાણસી નામનું નગર. આ નગરમાં ભગવાન શંકરનું નિવાસસ્થાન, પવિત્રભૂમિમાં પુણ્યશાળી લોકો રહેતા હતા. નગરના કાંઠે ગંગા નદી ખળખળ વહેતી હતી. આ નદી જાણે કે ડોકમાં પહેરેલા હીરાના હાર જેવી લાગતી હતી. આ નગરનો રાજા કર્ણરાજ. રાજા પરાક્રમી અને શૂરવીર. દુશ્મનો તેનું નામ સાંભળીને સંતાઈ જતા. કર્ણરાજને એક કુંવર હતો. સૌંદર્યમાં જાણે કામદેવનો અવતાર. અર્જુન જેવો શસ્ત્રવિદ્યામાં પારંગત. પિતા જેવો પરાક્રમી. કર્ણરાજને એક મિત્ર હતો, તેનું નામ શાણ્કયતેની કુશાગ્ર બુદ્ધિ ચતુરાઈને કારણે રાજકુમારને પ્રાણથી વિશેષ વહાલો હતો. શાણ્કયના પિતા આ રાજ્યના પ્રધાન હતા.

એકવાર કર્ણરાજ જંગલમાં શિકાર કરવા નીકળ્યા. સાથે શાણ્કય પણ હતો, નોકર-ચાકર અને સૈનિકો પણ હતા. કર્ણરાજનો ઘોડો પવનવેગે જંગલમાં ઘુમતો હતો. કર્ણરાજ શિકાર કરવામાં મશગૂલ હતાં. છનનન કરતું તીર છોડતા હતા. જંગલમાં પશુઓ નાસભાગ કરતાં હતાં. વૃક્ષ પર પંખીઓ કલકલાટ કરતાં હતાં. બંને મિત્રો જંગલમાં દૂર દૂર નીકળી ગયા. જંગલની વચ્ચે એક સરોવર હતું. સરોવરમાં રંગબેરંગી કમળો ખીલ્યાં હતાં. પવનની લહેરથી સરોવરમાં પાણીના તરંગો ઊઠતા હતા. કિનારે ઘટાટોપ વૃક્ષ. તેની ડાળે બેસીને કોયલ મધુર ટહુકાર કરતી હતી. આ સરોવરમાં એક યુવતી નહાતી હતી. પાણીમાં છબછબિયાં કરતી હતી. જાણે આકાશમાંથી પરી આ પૃથ્વી પર ભૂલી પડી હોય તેવી તે હતી. આજુબાજુ દાસીઓનું ઝુંડ હતું.

કર્ણરાજ અને શાણ્કય આ સરોવરના કિનારે આવ્યા, પ્રતાપસિંહે સરોવરમાં સ્નાન કરતી સુંદરી જોઈ, એકીટશે તે જોતો રહ્યો. કર્ણરાજ જાણે કે તેના રૂપમાં ખોવાઈ ગયો. તે સુંદરીએ સરોવરમાંથી એક કમળ તોડ્યું. આ કમળની દાંડી કાનમાં બુટિયાં પહેરતી હોય, તેમ ભરાવવા લાગી. પછી કમળની દાંડી દાંત વડે તોડવા લાગી. પછી એક કમળ તોડીને માથા પર મૂક્યું. કર્ણરાજ અને શાણ્કય જોતા જ રહ્યા. પેલી સુંદરીએ રાજકુમાર સામે જોયું અને દાસીઓ સાથે તે ચાલતી થઈ. કર્ણરાજ ઘોડા પર બેઠો. ઘોડા પાછા વાળ્યા. કર્ણરાજ આખા રસ્તે એક અક્ષર ન બોલ્યો. વારાણસી શહેરમાં બંને મિત્રો આવ્યા. કર્ણરાજ મહેલમાં ગયા. કોઈની સાથે એક અક્ષર ન બોલે, સૂનમુન બેસી રહે. ઊંડા વિચારમાં અટવાયા કરે. ખાવા-પીવાનું ઉંઘવાનું હરામતેને તો પેલી સુંદરી આંખ સામે તરવરતી હતી. કોઈની સાથે બોલે નહિ, વાત પણ ન કરે. રાજમહેલમાં બધા અકળાયા, પણ કર્ણરાજ પાસે જવાની કોઈ હિંમત ન કરે. છેવટે શાણ્કય કર્ણરાજ પાસે ગયો, એ તેનો જીગરજાન મિત્ર હતો, તેણે કર્ણરાજને પૂછ્યું :
આપણે સરોવર પાસે ગયા. બસ ત્યારથી તમો ઉદાસ છો. જાણે દુ:ખનો ડુંગર ઢળી પડ્યો, તમે કંઈક વાત કરો તો તેનો ઉપાય થાય.
પેલી સુંદરીતેના નામની ખબર નથી. તે ક્યાં રહે છે, તે કોઈ જાણતું નથી. તે સુંદરીને આ મહેલમાં કેવી રીતે લાવું ?’ કર્ણરાજ ખૂબ ધીમેથી બોલ્યો.
અહો, એમાં શું ? તે સુંદરીએ અમુક સંજ્ઞા કરી હતી. નિશાની આપી હતી. તે તમોને યાદ છે ? મેં એ નિશાની પરથી અર્થ તારવ્યો છે.
હેં ! ખરેખર ! તને નામ ઠેકાણું મળી ગયું ?’ કર્ણરાજના જીવમાં જીવ આવ્યો. આંખમાં એક ચમક દેખાઈ. તેણે શાણ્કયનો હાથ પ્રેમથી પકડ્યો. શાણ્કયને તે સુંદરીએ જે નિશાની કરી હતી, તેના પરથી અર્થઘટન કર્યું.

જુઓ, પહેલાં તેણે કાનમાં કમળ ધારણ કર્યું, તેનો અર્થ એમ થાય કે તે કર્ણાત્પલ રાજાના દેશમાં રહે છે. તેણે કમળની દાંડી દાંતમાં નાખી, એટલે તે દંતવૈદ્યની દીકરી છે. તેણે મસ્તક પર કમળ મૂક્યું, તેનો અર્થ એમ થાય કે તેનું નામ રુપમતી છે.કર્ણરાજ આ અર્થ સાંભળતા હતા. હર્ષ ઉલ્લાસમાં તેમણે શાણ્કયનો હાથ ચૂમી લીધો. શાણ્કયને તપાસ કરી, તો કલિંગદેશનો રાજા કર્ણાત્પલ હતો. તે રાજ્યના દંતવૈદ્ય રામપ્રસાદ અને તેમની પુત્રી તે રુપમતીજાણે ઈન્દ્રની અપ્સરા

કર્ણરાજ રુપમતીને મળવા વિહવળ બન્યો હતો. બીજે દિવસે શિકારનું બહાનું બતાવી તે જંગલમાં ચાલી નીકળ્યો. તેની સાથે શાણ્કય પણ હતો, બંને મિત્રો પૂરપાટ ઘોડા દોડાવતા હતા. તેમની સાથે સૈનિકો કે નોકર-ચાકર કોઈ ન હતા. જંગલ પાર કર્યું. બંને કલિંગ દેશમાં પહોંચ્યા. સંધ્યા ઢળતી હતી. ધીમે ધીમે અંધારું ઊતરતું હતું. રાત્રિના શહેરમાં પ્રવેશ કરવામાં જોખમ હતું. રાજ્યના સિપાઈ પૂછતાછ કરે. શહેરની બહાર એક નાનું મકાન હતું. ઝૂંપડા જેવું. બંને મિત્રો ત્યાં ગયા. બારીમાંથી જોયું, મકાનમાં એક વૃદ્ધ સ્ત્રી હતી. સાડલા પર સીત્તેર થીંગડાં…. ગરીબાઈમાં દિવસો વીતાવતી હતી. તેનું નામ હતું ગૌરી. બંનેએ બારણું ખટખટાવ્યું. ગૌરીએ બારણું ઉઘાડ્યું, શાણ્કયને વિનંતી કરી :
માજી, અમો મુસાફર છીએ, આજની રાત્રિ અહીં રહેવા દેશો ?’
હા ભાઈ…. ખુશીથી રહો, આ ઘર તમારું જ માનજો.ગૌરીએ બંનેને આવકાર આપ્યો. શાણ્કયને ઘોડાઓને બાંધ્યા. ઘાસ નીર્યું. પાણી પાયું. પછી ઓરડામાં બંને એક ખાટલા પર બેઠાં. શાણ્કયને વાતની શરૂઆત કરતાં કહ્યું :
માજી, આ નગરમાં રામપ્રસાદ દંતવૈદ્ય છે, તમે ઓળખો છો ?’
હા ભાઈ, હું તેના ઘરે જ કામ કરવા જાઉં છું. પણ મારા કપડાં ફાટ્યાં છે, ઘરમાં કાણી કોડી નથી, મારો દીકરો જુગારી-રખડુ છે, ઘરના વસ્ત્રો પણ વેચી નાખે છે. હું તો રુપમતીની કામવાળી છું. વસ્ત્રો નથી, એટલે હમણાંથી હું વૈદના મહેલમાં જતી નથી.ગૌરીએ વિગતથી વાત કરી. કર્ણરાજ મનમાં હરખાતો હતો. શાણ્કયને સફળતા માટે આનંદ હતો.

બીજે દિવસે સવારના શાણ્કયને ગૌરીને પૈસા આપ્યા. ગૌરી દોડતી બજારમાં ગઈ. નવાં વસ્ત્રો ખરીદી લાવી, રસોઈ માટે અનાજ-શાકભાજી લાવી. રસોઈ બનાવીને બંનેને જમાડ્યા. શાણ્કયને હળવેથી કહ્યું :
માજી, તમો તો અમારા બા જેવાં છો. અમારું એક કામ કરવાનું જેના બદલામાં અમે તમારી બધી મુશ્કેલીઓ દૂર કરીશું. તમારે રુપમતી પાસે જવાનું, તેને મળવાનું અને એકાંતમાં એમ કહેવાનું કે સરોવરના કિનારે રાજકુમાર મળ્યા હતા તે આ નગરમાં આવ્યા છે, આ સંદેશો આપવાનો છે.ગૌરીને શાણ્કયને પાંચ સોનામહોર આપી. તે તો ખુશખુશાલ થઈ ગઈ. ગૌરી તૈયાર થઈ અને દંતવૈદના મહેલ જવા રવાના થઈ. બંને મિત્રો ગૌરીના આવવાની રાહ જોતા રહ્યા. ચાતક પક્ષી મેઘની રાહ જુએ તેમ. ગૌરી રુપમતીને મળીને પાછી આવી. તે ઉદાસ હતી. દિવેલ પીધેલા જેવું મુખ. શાણ્કયને પૂછ્યું :
મા, શું સમાચાર લાવ્યાં ?’
ધૂળ…. મેં ખાનગીમાં રુપમતીને બોલાવી, રાજકુમારના આગમનના સમાચાર આપ્યા, તો ગાળો ભાંડવા લાગી. કપુરવાળો હાથ કરીને મારાં બંને ગાલ પર એક એક તમાચો ફટકાર્યો. જુઓ તેની આંગળીનાં નિશાન….’ ગૌરીએ આંગળીનાં નિશાન બતાવ્યાં. કર્ણરાજ નિરાશ થઈ ગયો. તેનો હેતુ સફળ ન થયો. શાણ્કયને તેને એક બાજુ બોલાવ્યો અને ખાનગીમાં કહ્યું :
મિત્ર, નિરાશ થવાની જરૂર નથી. રુપમતી હોંશિયાર અને ચતુર છે. તે સંજ્ઞાથી વાત કરે છે. મારી સમજ મુજબ તે એમ કહેવા માંગે છે કે હાલ અજવાળિયું છે એટલે દશ દિવસ સુધી મળી શકાશે નહિ. દશ દિવસ પછી અંધારિયું આવશે ત્યારે વાત……’

કર્ણરાજ પાસે સોનામહોરો હતી, તે બજારમાં વેચી દીધી. સીધું-સામાન લઈ આવ્યા. ગૌરી દરરોજ મિષ્ટાન બનાવે. સરસ રસોઈ બનાવે. આ બંને મિત્રો જમે અને આરામ કરે. દશ દિવસ વીતી ગયા. ગૌરીને ફરીથી રુપમતી પાસે મોકલી. આ સમયે રુપમતીએ ગૌરીને દબડાવી નહિ, ગૌરી પણ મુંગી મુંગી ઊભી રહી. રુપમતીના મુખ પર આનંદ હતો. પણ તેણે કંકુમાં આંગળી બોળી. ગૌરીની છાતી પર ચાર આંગળીનાં નિશાન કર્યાં. ગૌરી પાછી આવી. શાણ્કયને એ સંજ્ઞાનો અર્થ તારવ્યો અને કર્ણરાજને કહ્યું : આપણે સફળ થયા છીએ. ચાર દિવસ પછી રુપમતી મળવા માટે ખુશ છે.કર્ણરાજ આનંદમાં હતો, તે દિવસો ગણતો હતો. ત્રણ દિવસ પછી શાણ્કયને ફરી ગૌરીને મોકલી. રુપમતીએ ગૌરીને મીઠો આવકાર આપ્યો. તેની સાથે પ્રેમથી વાતો કરી. મિષ્ટાન પકવાન જમવા માટે આપ્યાં. આખો દિવસ ગૌરીને મહેલમાં રાખી. સાંજ પડી ને ગૌરીને ઘેર જવાની રજા આપી. એવામાં મહેલની બહાર શોરબકોર સંભળાયો. માણસો નાસભાગ કરતા હતા, મોટો કોલાહલ થઈ ગયો. લોકો બૂમો પાડીને કહેતા હતા : હાથી ગાંડો થઈ ગયો છે, લોકોને કચડી નાખે છેભાગો ભાગો….’ રુપમતીએ બૂમો સાંભળી. તેણે ગૌરીને કહ્યું : માજી, રસ્તા પર જશો નહિ. હાથીનો ભય છે. તમોને બારી વાટે બગીચામાં ઉતારું છું. દોરડાં બાંધેલો પાટલો છે. તેના પર બેસી જાઓ. નીચે બગીચામાં ઊતરશો, પછી સામે દિવાલ છે, ઝાડ પર ચઢીને દીવાલ પર ચઢી જજો. ત્યાંથી નીચે ઊતરીને અંધારું થાય એટલે ઘેર જજો.ગૌરીને એક પાટલા પર બેસાડી દોરડા વડે બગીચામાં ઉતારી. તે દીવાલ કૂદીને ઘેર પહોંચી. ગૌરીએ રાજકુમાર અને શાણ્કયને બધી વાત કરી. કર્ણરાજને આશ્ચર્ય થતું હતું. રુપમતીએ કોઈ સંજ્ઞા આપી ન હતી.

શાણ્કય ખુશમાં હતો. તેણે કહ્યું : તમારું કાર્ય સફળ થયું છે. રુપમતીએ યુક્તિપૂર્વક તમોને રસ્તો પણ બતાવી આપ્યો છે. આજે રાત્રિના તમારે તેના મહેલમાં જવાનું, ગૌરી જે રસ્તે આવી હતી તે રસ્તે જ.કર્ણરાજ શાણ્કયની બુદ્ધિ પર ફિદા થયો. રાત્રિના તે રુપમતીના મહેલ તરફ ગયો. દીવાલ કૂદીને બગીચામાં બારી પાસે નીચે ઊભો રહ્યો. બારી પાસે એક પાટલો હતો. પાટલાની ચારે તરફ દોરડું બાંધેલું. કર્ણરાજ આ પાટલા પર બેઠો. રુપમતીની દાસીઓએ દોરડું ખેંચ્યું. કર્ણરાજ મહેલમાં પહોંચી ગયો. રુપમતી કર્ણરાજને જોઈને ખુશ થઈ. તેને ભેટી પડી. બીજે દિવસે ગુપ્ત રીતે ગાંધર્વ વિધિથી લગ્ન થયાં. કર્ણરાજ મહેલમાં રહેતો હતો. રુપમતી સાથે આનંદમાં દિવસો વિતાવતો હતો. શાણ્કય ગૌરીની ઝૂંપડીમાં રહેતો હતો. કર્ણરાજને પોતાના મિત્રની યાદ આવી. તેણે રુપમતીને કહ્યું :
મારી સાથે મારો દિલોજાન મિત્ર છે. ગૌરીના ઘેર રહે છે. તે મારા પ્રધાનનો પુત્ર છે. અમારી મૈત્રી અતૂટ છે. હું તેને મળવા જાઉં છું.રુપમતી વિચારમાં પડી, ગાલ પર હાથ રાખીને બેઠી, પછી પૂછ્યું :
ઘણા દિવસથી એક વાત તમને પૂછવી હતી. હું જે સંજ્ઞા સંકેતો કરતી હતી, તે તમે સમજતા હતા કે તમારો આ મિત્ર સમજતો હતો ?’
કર્ણરાજ ભોળો હતો. તેણે સાચી વાત સ્પષ્ટ કહી દીધી : તારી સંજ્ઞા હું કાંઈ સમજતો નહોતો. તેનો ઉકેલ-રહસ્ય તો મારો આ મિત્ર કહેતો હતો.રુપમતીએ દાંતમાં હોઠ દબાવ્યો. તેના મનમાં કપટ હતું, પણ ભોળપણનો દેખાવ કરતાં બોલી :
આ વાત તમારે પહેલાં કહેવી જોઈતી હતી. તમારો મિત્ર તે મારો ભાઈ થાય. તમે એને મળવા જાઓ એના કરતાં મારે એને મહેલમાં બોલાવવો જોઈએ. એનું સ્વાગત કરવું જોઈએ. આજે હું તેમના માટે ખાસ મિષ્ટાન મોકલીશ. આવતી કાલે તેમને મહેલમાં બોલાવીશ.રુપમતી રસોડામાં ગઈ. રસોઈની સૂચના આપી. કર્ણરાજ પાછળના રસ્તેથી તેના મિત્રને મળવા ઉપડી ગયો. બંને મિત્રો ઘણા સમયે એકબીજાને મળ્યા. ભેટી પડ્યા. પછી વાતે વળગ્યા. પ્રતાપસિંહે મિત્રને બધી વાત કહી. રુપમતીએ સંજ્ઞા વિષે વાત કરી હતી તે પ્રતાપસિંહે શાણ્કયને કહ્યું. શાણ્કય વિચારીને બોલ્યો : તેં મારું નામ આપ્યું તે બરાબર ન કર્યું.

સાંજ પડી. રુપમતીના મહેલમાંથી એક દાસી શાણ્કય માટે ભોજનનો થાળ લાવી હતી. તેમાં ભાતભાતની સ્વાદિષ્ટ મિઠાઈઓ હતી. ફરસાણ હતાં અને તમતમતાં શાક હતાં. દાસીએ કર્ણરાજને કહ્યું :
ભોજન કરવા માટે રુપમતી આપની રાહ જુએ છે. આ થાળીમાંથી આપે જમવાનું નથી. આ પકવાન તો તમારા મિત્ર માટે છે.દાસી થાળી મૂકીને ચાલતી થઈ. શાણ્કય સામે પકવાનનો થાળ પડ્યો હતો. તેણે થોડીક વાર વિચાર કર્યો પછી તેણે કર્ણરાજને કહ્યું : મહારાજ, હું આપને એક ચમત્કાર બતાવું…. અજબનું કૌતુક….’ એમ કહી તેણે એક કૂતરાને પાસે બોલાવ્યો. થાળીમાંથી થોડુંક ભોજન કૂતરાને આપ્યું. કૂતરાએ ખાધું, તરફડીને તુરત મૃત્યુ પામ્યો. કર્ણરાજ આશ્ચર્યથી આ જોઈ રહ્યો. કર્ણરાજ મૂંઝવણ અનુભવતો હતો. તે બોલ્યો :
આમાં મને કાંઈ ન સમજાયું
જુઓ, રુપમતી તમને ખૂબ ચાહે છે. તમોએ સંકેતની વાત કરી, તેથી તે જાણી ગઈ કે આપણી મૈત્રી અતૂટ છે. તેને મનમાં ડર છે કે કોઈ દિવસ તેને છોડીને તમો મારી સાથે દેશમાં ચાલ્યા જશો, એટલે વચ્ચેથી એ મારો કાંટો કાઢી નાખવા માંગે છે. મને મારી નાખવા માંગે છે તેથી પકવાનમાં ઝેર નાખ્યું છે.કર્ણરાજ તો ગુસ્સે થઈ ગયો. રુપમતીની ખબર લઈ નાખવા તૈયાર થયો. શાણ્કયને તેને શાંત પાડતાં કહ્યું :
મહારાજ, કોઈ કામ ઉતાવળથી ન કરવું, શાંત ચિત્તથી વિચાર કરવો. રુપમતી આપણા દેશમાં આવવા તૈયાર થાય તેમ જણાતું નથી, તે માટે યુક્તિ કરવી પડશે.બંને મિત્રો વાતો કરતા હતા. બહાર શોરબકોર થવા લાગ્યો. લોકો રડવા લાગ્યા. દુકાનો ટપોટપ બંધ થતી હતી. આખા નગર પર શોકનું વાદળ છવાયું. શાણ્કયને બહાર આવીને તપાસ કરી તો જાણવા મળ્યું, કે ઉત્પલ દેશના રાજાનો કુંવર મૃત્યુ પામ્યો છે, તેથી રાજ્યમાં શોક છવાયો હતો. શાણ્કયને નવો વિચાર આવ્યો, તેણે રાજા કર્ણરાજને કહ્યું : હવે હું કહું તે પ્રમાણે તમારે કરવાનું છે. તમો રુપમતીના મહેલમાં જાઓ, રાત્રિના ઘેનની આ પડીકી પાણી સાથે તેને પાઈ દેજો એટલે રુપમતીને ઘસઘસાટ ઊંઘ આવશે. તમે એના દાગીના લઈ લેજો, તેના પગ પર લાલચોળ ધગધગતા નાના ચીપીયાનો ડામ દેજો. પછી ચૂપચાપ પાછળના દરવાજેથી અહીં આવતા રહેજો, પછીનું કામ હું સંભાળી લઈશ.શાણ્કયને કર્ણરાજને સમજણ આપી, અને વિદાય કર્યો. કર્ણરાજ મહેલમાં આવ્યો. રુપમતીને શંકા ન જાય તે રીતે વહાલથી વાતો કરી, ખૂબ પ્રેમ બતાવ્યો. રાત્રિના છાનામાના ઘેનની પડીકી આપી. સોના-ચાંદીના દાગીના લીધા અને મહેલમાંથી નીકળી ગયો. તે શાણ્કયને મળ્યો.

શાણ્કય બોલ્યો : આપણી યોજના હવે સફળ.અને પછી બંનેએ સાધુનો વેશ ધારણ કર્યો. શાણ્કય સાધુ મહારાજ અને કર્ણરાજ તેનો શિષ્ય. બંને ચાલી નીકળ્યા. એક સ્મશાનમાં જઈને બેઠા. પછી શાણ્કયને કર્ણરાજને કહ્યું : તમારે આ હીરાનો હાર લઈને શહેરમાં જવાનું છે. આ હાર વેચવાનો છે, પણ તેની કિંમત ખૂબ વધારે કહેજો, જેથી કોઈ ખરીદે નહિ. હાર બધા જોઈ શકે તેમ હાથમાં રાખજો. સિપાઈ તમને પકડે તો તમારે એટલું કહેવાનું કે મારા ગુરુએ આ હાર વેચવા આપ્યો છે, બીજી મને કાંઈ ખબર નથી.કર્ણરાજ સાધુના વેશે બજારમાં આવ્યો, તેના હાથમાં હીરાનો હાર હતો. રુપમતીના ઘરમાં ચોરી થઈ એટલે તેના પિતા રામપ્રસાદ દંતવૈદે રાજ્યમાં ફરિયાદ કરી હતી. સૈનિકો શોધખોળ કરતા હતા. કર્ણરાજના હાથમાં હીરાનો હાર જોયો. સૈનિકોએ તેને પકડ્યો. તેને ન્યાયાધીશ સમક્ષ લઈ ગયા. પ્રતાપસિંહે બે હાથ જોડીને કહ્યું : આ હારની મને ખબર નથી, મારા ગુરુએ મને હાર વેચવા મોકલ્યો છે. મારા ગુરુ સ્મશાનામાં ધૂણી ધખાવીને બેઠા છે.ફોજદાર, ન્યાયાધીશ અને અધિકારીઓ તુરત સ્મશાનમાં ગુરુ પાસે ગયા. બધાએ ગુરુને વંદન કર્યા અને પૂછ્યું :
ગુરુદેવ, આ હાર આપની પાસે કેવી રીતે આવ્યો ?’ શાણ્કય સાધુનો ઢોંગ કરતો હતો. તે આંખ બંધ કરીને સમાધિમાં હતો, તેણે આંખ ખોલી બધાની સામે જોયું અને કહ્યું :
સાંભળોઅમે તો સાધુસ્મશાનમાં રહીએ છીએ. કાલે રાત્રિના એક ડાકણ આવી હતી. તેની સાથે રાજાનો કુંવર હતો. તેણે રાજાના કુંવરને મારી નાખ્યો એટલે મને ક્રોધ ચડ્યો. મેં તેના પગ પર ચીપિયાનો ડામ દીધો અને તે નાસી ગઈ. પણ નાસતા નાસતા એના ગળાનો હાર મારા હાથમાં આવી ગયો. મારે આ હારની કોઈ જરૂર નથી તેથી તે વેચવા મોકલ્યો.

ફોજદાર અને અધિકારીઓ શહેરમાં આવ્યા. ફોજદારે રાજાને વાત કરી. રાજાએ વિચાર કર્યો કે આ હાર તો રુપમતીનો છે તો પછી એણે જ કુંવરનો ભોગ લીધો હશે. રાજાએ એક દાસીને બોલાવી અને હુકમ કર્યો : તું દંતવૈદના ઘેર જા, તેની પુત્રી રુપમતીના પગ પર ચીપિયાનો ડામ છે કે નહિ તે જાણી લાવજે.દાસી તુરત ઉપડી અને તપાસ કરી તો રુપમતીના પગ પર નિશાન હતું. દાસીએ રાજાને બધી વાત કરી. રાજા ખૂબ રોષે ભરાયો. તેને ખાત્રી થઈ કે આ રુપમતી જ ખરાબ છે. એણે જ મારા કુંવરને મારી નાખ્યો. રાજાએ તરત પેલા સાધુ બનેલા શાણ્કય પાસે જઈને કહ્યું કે :
આ સ્ત્રી એ જ મારા કુંવરને માર્યો છે. બોલો એને શી સજા કરવી ?’
તે છોકરીને દેશનિકાલ કરો.શાણ્કયને કહ્યું. રાજાએ રુપમતીને નગરમાંથી કાઢી નાખવાનો હુકમ કર્યો. સૈનિકોએ રુપમતીને પકડી તેને એકલી જંગલમાં છોડી મૂકી.

રુપમતી એક ઝાડ નીચે જંગલમાં બેઠી હતી, રડતી હતી ચોધાર આંસુએ. મનમાં વિચારતી હતી કે આ બધી કરામત શાણ્કયની છે. કર્ણરાજ અને શાણ્કયને સાધુનો વેશ ઉતારી નાખ્યો. ઘોડા પર બેસીને જંગલમાં આવ્યા. રુપમતીને શોધી કાઢી. પ્રતાપસિંહે તેને આશ્વાસન આપ્યું. દિલાસો આપ્યો. પછી ઘોડા પર બેસાડી, પોતાના નગર વારાણસી તરફ ચાલતા થયા. વારાણસી આવ્યા. ધામધૂમથી બંનેનાં લગ્ન થયાંઆનંદથી રહેવા લાગ્યાં. પુત્રીને દેશનિકાલ કરી, જંગલમાં એકલી છોડી દીધી તેથી તેના પિતા રામપ્રસાદને ખૂબ આઘાત લાગ્યો. તેઓ વિચારમાં ખોવાયા કે રુપમતીને જંગલી પશુઓ ખાઈ ગયા હશે તો ? રામપ્રસાદ ભાંગી પડ્યા. તેમનાથી આ આઘાત સહન ન થયો અને મૃત્યુ પામ્યા. તે પછી તેમની પત્ની પણ તેમની પાછળ મૃત્યુ પામી.

વૈતાળ વિક્રમના ખભા પર બેઠો હતો. વાર્તા પૂરી કરતાં વૈતાળ બોલ્યો : વિક્રમ…. આ વાર્તામાં મારા મનમાં એક શંકા રહે છે. આ વાર્તામાં રામપ્રસાદ અને તેમની પત્ની મૃત્યુ પામ્યાં, તેમાં કોણ જવાબદાર…. ? શાણ્કય, કર્ણરાજ, ઉત્પલનો રાજા કે રુપમતી ? ચારમાંથી કોણ જવાબદાર ? તું સત્ય જાણતો હોવા છતાં નહિ બોલે તો તારા મસ્તકના ટુકડે ટુકડા કરી નાખીશ.

રાજા વિક્રમ સત્યવક્તા હતો. તે ચૂપ ન રહી શક્યો. મૌન રહે તો મૃત્યુનો ભય હતો. તે બોલ્યો : રામપ્રસાદ અને તેની પત્નીના મૃત્યુ માટે સાચો જવાબદાર કર્ણોત્પલનો રાજા છે. શાણ્કય, કર્ણરાજ અને રુપમતી નિર્દોષ છે. શાણ્કયને જે કામ કર્યું તે મિત્રના કલ્યાણ માટે કર્યું હતું. કર્ણરાજ અને રુપમતી પ્રેમમાં આંધળાં બન્યાં હતાં. હંસ ડાંગર ખાઈ જાય, તેમાં કાગડાનો શો દોષ ? રાજા કર્ણોત્પલ નીતિશાસ્ત્ર જાણતો ન હતો. તેણે ગુપ્તચરો મારફતે તપાસ કરાવવી જોઈતી હતી. સાચી હકીકત જાણવી જોઈતી હતી. રાજાએ તેમ નથી કર્યું, તે પોતાનો ધર્મ ચૂક્યો છે અને રુપમતીને શિક્ષા કરી છે. એટલે રામપ્રસાદ અને તેની પત્નીના મૃત્યુનું કારણ રાજા જ છે.

વિક્રમનો જવાબ વૈતાળે સાંભળ્યો, તેણે અટ્ટહાસ્ય કર્યું અને બોલ્યો : રાજા વિક્રમ, તું હોંશિયાર અને બુદ્ધિશાળી છે. મને ખબર હતી કે તું બોલ્યા વિના નહીં રહે. પણ તેં શરતનો ભંગ કર્યો છે…. એટલે હું જાઉં છું…’ અને શબ આકાશમાં સડસડાટ ઊડવા લાગ્યું. રાજા વિક્રમ ખુલ્લી તલવાર લઈને તેને પકડવા દોડ્યો
[‘વિક્રમ અને વૈતાળની વાતોપુસ્તકમાંથી સાભાર.]


Share:

રહ્સ્યમય કોયડો ભૂત વાંચે રામાયણ


        


        અમદાવાદના એક શહેરમાં શીવાભાઇ રહેતા હતા. તેમના બાજુમાં સલીમભાઇ રહેતા હતા. તેની સાથે તેમને ઘણો સારો સંબંધ થઈ ગયો હતો. શીવાભાઇને નીલમ નામની એક પુત્રી અને રેહાન નામે એક પુત્ર હતા. નીલમ આશરે સૌળ વર્ષની હતી, રેહાન પાંચ વર્ષનો હતો. સલીમભાઇને એક જ પુત્રી રાબીયા લગભગ સૌળ વર્ષની હતી.
        એક દિવસની સાંજે બંને કુટુંબો આંગણામાં બેઠા વાતો કરતા હતા. થોડું થોડું અંધારૂં થવા આવ્યુ હતું. રેહાનને બાથરૂમ જવાનું થયું. પણ એકલા જવાની તેની હિંમત ચાલતી નહોતી. તેણે નીલમને સાથે જવા કહ્યું. પણ શીવાભાઇએ ના પાડી. પૂછ્યું, 'કેમ રેહાન તને શાની બીક લાગે છે?'. રેહાન કહે 'ભૂતની'. શીવાભાઇ કહે, 'જો, ભૂતબૂત કશું હોતું નથી. તું તારે ભગવાનનું નામ લઈને જઈ આવ.' રેહાન તો ગયો.

        રેહાનના ગયા બાદ સલીમભાઇ કહે, 'શીવાભાઇ, ભૂત હોય છે. અમારા બેંગ્લોરના ઘરમાં ભૂત આવે છે એટલું જ નહીં પણ તે ગુજરાતી રામાયણ વાંચે છે અને ન્હાય પણ છે.' આ સાંભળીને નીલમનું કૂતુહલ થ્યુ. કારણ કે તેને રહસ્યકથાઓ વાંચવાનો શોખ હતો. તેથી તેને આ રહસ્ય ઉકેલવાનું ખૂબ મન થયું. સલીમભાઇ કહે, 'અમે દીવાળીની રજાઓમાં બેંગ્લોર જવાના છીએ તો તું પણ સાથે આવજે.'

     થોડી આનાકાની બાદ નીલમને પરવાનગી મળી. સલીભાઇએ શીવાભાઇને ખાતરી આપી કે તેમનું આખું કુટુંબ ચુસ્ત શાકાહારી છે. ને દીવાળીની રજાઓમાં સલીમચાચાના પરિવાર સાથે તે પહોંચી ગઈ બેંગ્લોર. પહેલે દિવસે તો આરામ કર્યો. બીજે દિવસે સવારના સલીમચાચાએ બેંગ્લોર જોવા જવા તૈયાર થવા કહ્યું પણ નીલમ કહે, 'ના ચાચા, મારે તો તમારા ભૂત વિશે જ જાણવું છે. મને પૂરેપૂરી માહિતી આપો.' સલીમચાચાએ તે આપવી જ પડી. તેમના ઘરમાં નીચે ભોંયરામાં લાયબ્રેરી હતી. તેમાં ગુજરાતી રામાયણની હસ્તપ્રત પણ હતી. આમ તો તેને આલમારીમાં રાખતા હતા તો યે કોઈ કોઈ વાર તે વચ્ચેના ટેબલ પર ખુલ્લી પડેલી જોવા મળતી હતી. નજીકમાં તાજો ઓલવાયેલો દીવો પણ મળતો. તે રાતે વહેતા પાણીનો ખળખળ અવાજ જાણે કોઈ ન્હાતું હોય તેવો સંભળાતો હતો. આના પરથી મનાતું હતું કે રાતના ભૂત આવીને આ બધી હરકતો કરતું હતું. રાતના નીચે જઈને તપાસ કરવાની કોઈની હિંમત ચાલતી નહોતી.

     ચાચાની પરવાનગી લઈને નીલમ તે રામાયણની હસ્તપ્રત પોતાના ઓરડામાં લઈ આવી. આખી બપોર તેનો અભ્યાસ કરવામાં ગાળી. સાંજે બહાર નીકળી ઘરની આજુબાજુના વિસ્તારનું અવલોકન કર્યું. ઘર તો ખાસ્સી મોટી હવેલી હતી. જુના જમાનાની જાહોજલાલી જણાઈ આવતી હતી. હવેલીનો આકાર અંગ્રેજી એલ (L) જેવો હતો. તેની બે પાંખો જ્યાં મળે ત્યાં વચ્ચે મોટો હૉલ હતો. તેની નીચે લાયબ્રેરી હતી. નીચેના ઓરડાઓમાં એક બાજુ રસોડું, ભોજનખંડ, ભંડાર વગેરે હતા, બીજી બાજુ નોકરોના ઓરડાઓ હતા. કુટુંબના સભ્યો તથા મહેમાનોના બેડરૂમ બધા બીજા માળ પર બંને પાંખમાં હતા. હવેલીની ચારેય બાજુઓ પર વિશાળ ખુલ્લી જગ્યામાં બાગ બનાવેલા હતા.

     તે રાતે પણ નીલમ મોડી રાત સુધી રામાયણ વાંચતી રહી. બીજે દિવસે તેને ઊઠતાં મોડું થઈ ગયું. તે ઊઠી ત્યારે ચાચાના સૌ કુટુંબીજનો વચ્ચેના હૉલમાં ભેગા થયા હતા. બધા બારી બારણા બંધ હતા. નોકર આવીને તેને ભોજનખંડમાં ચ્હાનાસ્તો આપી ગયો. તે પતાવે ત્યાં સુધીમાં બધા બહાર નીકળી ડાઈનીંગ ટેબલ પર આવી ગયા. ચાચાના કાકાઓ, ભાઈઓ, ભત્રીજાઓ પણ આવેલા હતા.

     મોડા ઊઠવા બદલ નીલમએ ચાચાની માફી માંગી. તો ચાચા કહે, 'નીલમ બેટા, સારૂં જ થયું કે તું મોડી ઊઠી. વહેલી ઊઠી હોત તો પણ તારાથી હૉલમાં આવી ન શકાત. અમારા કુટુંબમાં એક રિવાજ છે કે દરેક દીવાળી ને દિવસે સવારના પોરમાં અમે સૌ ભેગા થઈને એક ખાનગી વિધિ કરીએ છીએ. આમ તો અમને કોઈને તેમાં સમજણ પડતી નથી પણ વડીલોની આજ્ઞા હોવાથી તેનું પાલન કરીએ છીએ. તે દરમ્યાન બહારની કોઈ વ્યક્તિને હાજર રાખી શકતા નથી. બધા જ કુટુંબીઓ જ્યાં હોય ત્યાંથી અહીં આવીને ભેગા થઈએ છીએ. એ બહાને અમારો સંપ ટકી રહે છે..'

     નીલમ કહે,' તો ચાચા મને એ કહો કે આપણે ત્યાં ખજૂરીનું ઝાડ ક્યાં હતું?' ચાચાને નવાઈ લાગી, પૂછ્યું, 'તને ક્યાંથી ખબર કે આપણે ત્યાં એવું ઝાડ હતું? મેં તો કોઈ દિવસ જોયું નથી.' પણ નજીક ઊભેલા એક વયોવૃધ્ધ કાકાએ આ સંવાદ સાંભળ્યો અને બોલ્યા, 'સલીમ બેટા, તારા જનમ પહેલાં એક ખજૂરી હતી ખરી.' તેમણે પછી તે ક્યાં હતી તે સ્થળ પણ બતાવ્યું. બપોરે બધાના ગયા પછી સલીમચાચા બધાને ફરવા લઈ ગયા. ફરતાં ફરતાં પણ નીલમને તો રામાયણવાળા ભૂતના જ વિચારો આવ્યા કરતા હતા.

     ત્રીજે દિવસે સવારે ચાચાનો વિચાર બધાને કુતુબમિનાર જોવા લઈ જવાનો હતો. પણ નીલમએ ના પાડી, કહે, 'ચાચા મને મદદ કરો.' નીલમના આગ્રહને વશ થઈ ચાચા તેના કહેવાથી ખજૂરી હતી તે સ્થળથી પૂર્વમાં ૨૫ પગલા અને ત્યાંથી ઉત્તરમાં ૨૦ પગલા ચાલ્યા. છેલ્લા બે પગલા તેઓ ચાલી ન શક્યા કારણ કે તેમનું ઘર નડે તેમ હતું. હવેલીની એક પાંખના છેવાડાના રૂમમાં જવું પડે તેમ હતું. તે રૂમ ઘણા સમયથી બંધ રહેતો હતો અને તેને તાળું મારેલું હતું. ચાવી પણ હાથવગી નહોતી. સલીમભાઇને આ રમત નિરર્થક લાગી અને તે પડતી મૂકી ફરવા જવા કહ્યું. પણ નીલમએ આગ્રહ કરતાં થોડી શોધાશોધ બાદ ચાવી જડતાં તાળું ખોલી રૂમમાં ગયા. રૂમ લગભગ ખાલી જેવો જ હતો, બહુ જ થોડી વસ્તુઓ તેમાં હતી. નીલમએ આખા રૂમની ઝીણવટથી તપાસ કરી. બધી દિવાલો તેમ જ ફરસમાં કશેથી પણ ખુલી શકે તેવું કશું જ મળ્યું નહીં. ચાચા કહે 'છોડ માથાકૂટ, આપણે લાલ કિલ્લો જોવા જઈએ.' ત્યાં પણ નીલમનું મન તો ભૂતની વાતમાં જ હતું.

     તે રાતે પણ નીલમએ મોડે સુધી રામાયણનો અભ્યાસ કર્યો. સવારે ફરી એક વાર ચાચાએ કુતુબમિનાર જવા કહ્યું પણ નીલમએ ના પાડી. 'મારે તો આ ખજાનો શોધી કાઢવો છે' એમ કહીને ચાચાના હાથમાં એક કાગળ આપ્યો. તેમાં નીલમના હસ્તાક્ષરમાં પ્રશ્નોત્તર હતા.

     "પતંગ ક્યાંથી ચગાવશો?" "ખજૂરી પરથી."

     "કઈ બાજુ ઉડાડશો?' "પૂર્વમાં ૨૫ ઉત્તરમાં ૨૦"

     "ગોથ કેટલી મારશો? "૧૫".

     ચાચાના મોં પર આશ્ચર્યનો ભાવ અડધી સેકંડ માટે આવી ગયો પણ પોતાની જાતને સંભાળી લીધી. "અરે આ તો " એટલું બોલી ને અટકી ગયા. પછી કહે, "આવી રમત શું કામની?".

     નીલમ કહે, "ચાચા, આ રમત નથી. શેરલોક હોમ્સની (Sherlok Holmes) ધ મસ્ગ્રેવ રીચ્યુઅલ (The Musgrave Ritual) નામની એક વાર્તામાં પણ આવી એક પ્રશ્નોત્તરી આવે છે. તે પણ ઉપલક નજરે નકામી લાગતી હતી પણ તેનો હેતુ છુપાવેલા ખજાનાનું સ્થળ બતાવવાનો હતો.". "અરે બેટા, આપણા ઘરમાં ખજાનો હોત તો નોકરી કરવા મારે ગુજરાત સુધી શીદ આવવું પડે?" સલીમભાઇ કહે. "ચાચા, ખજાનો જડે તો પણ તમારે મારે ખાતર પણ ગુજરાત તો આવવું પડશે, પણ પહેલાં પ્રયત્ન તો કરીએ!"

     નીલમ તેમને હૉલની નીચેની લાયબ્રેરીમાં લઈ ગઈ. એક પાવરફૂલ બેટરી (ફ્લેશલાઈટ) વડે ખૂબ જ બારીકીથી તળિયાની અને ભીંતોની તપાસ કરી. કશું ન મળ્યું. તો યે તપાસ ચાલુ રાખી. ચોપડીઓના એક કબાટની બાજુમાં તેને એક ફાટ દેખાઈ. ચાચાની મદદથી કબાટ ખસેડ્યું તો પાછળ એક સાંકડું બારણું જડયું. તેની પાછળ એક સાંકડી ગલી જેવું બોગદું (ટનલ) હતું. હવે તેમાં જવું થોડું જોખમી હતું. બેટરી ના પ્રકાશથી જોયું તો તેના તળિયાની ધૂળમાં કોઈના પગલા પડેલા હતા. પગલા બંને દિશામાં હતા. કોઈ ત્રણ ચાર વાર આગળ જઈને પાછું આવ્યું હતું. વળી નાની સરખી હવાની લહેરખી આવી ગઈ જેમાં ફૂલની આછેરી સુગંધ પણ હતી. તેથી થોડી હિંમત આવી.

     ચાચીને લાયબ્રેરીમાં જ રોકાવા કહી ને ચાચા, નીલમ અને રાબીયા સાવધાનીપૂર્વક આગળ વધ્યા. પંદરેક ડગલા ગયા હશે ત્યાં તો એક રૂમ હતો. બે દિવાલમાં બે નાના નાના જાળિયા (હવાબારી) હતા જેમાંથી ખૂબ ધીમી હવા આવતી હતી. બહાર ફૂલછોડ હશે તેથી ખાસ અજવાળું આવતું નહોતું. બેટરીના પ્રકાશમાં જોયું તો દૂરના ખૂણામાં એક કૂવો હતો જેનો વ્યાસ લગભગ સાડા ત્રણ ફૂટ (એક મીટર જેટલો) હશે. નજીકમાં પ્લાસ્ટિકની એક ડોલ તથા દોરડું પડેલા હતા. એક કાગળમાં કશુંક લખાણ ઉર્દુ લિપિમાં હતું. તે વાંચી ચાચા કહે, "નીલમ, તારી વાત સાચી લાગે છે. તેં જે પ્રશ્નો ગુજરાતીમાં લખ્યા છે તે જ પ્રશ્નો અહીં ઉર્દુમાં લખ્યા છે."

     નીલમ કશું કહે તે પહેલાં તો ચાચીએ ચાચાને બોલાવ્યા કારણ કે તેમનો ફોન આવ્યો હતો. બધા ઉપર હૉલમાં ગયા. ફોન નજીકની પોલિસ ચોકી પરથી હતો. તેમણે જણાવ્યું કે કોઈ શકમંદ માણસ પાસેથી એક ગુજરાતી રામાયણ મળ્યું હતુ. તેના પર સલીમભાઇનું નામ તથા સરનામું હોવાથી પોલિસે તેમને જાણ કરી. નીલમએ કહ્યું, "ચાચા, એ માણસને રોકી રાખવા કહેશો. તેણે હજુ સુધી કોઇ મોટો ગુનો કર્યો હોય તેમ લાગતું તો નથી પણ કર્યો હોય તો છટકી ન જવો જોઈએ." સલીમભાઇની સામાજિક અને ઉચ્ચ સરકારી અધિકારી તરીકે ઘણી આબરૂ હોવાથી પોલિસે તેમની વિનંતિ સ્વીકારી.

     હવે તો સલીમભાઇની પણ ઇંતેજારી વધી ગઈ હતી તેથી તેમને પાછા નીચે કૂવા પાસે જવું હતું. નીલમના કહેવાથી એક મોટું જાડું પ્લાયવુડ સાથે લઈને બધા નીચે ગયા. ચાચી ને લાયબ્રેરીમાં રોકાવા કહીને ત્રણે જણા કૂવા પાસે ગયા. કૂવા પર પ્લાયવુડ મૂકી બંધ કરી દીધો. પ્લાયવુડ પર ભારે વજન મૂકી ને ખાતરી કરી લીધી કે તેના પર ઊભા રહેવામાં કશું જોખમ નહોતું.

     છતાં નીલમની કેડે દોરડું બાંધી તેના છેડા ચાચા તથા રાબીયાએ પકડી રાખ્યા. હળવે હળવે નીલમ પ્લાયવુડ પર ચાલીને તે ખૂણામાં ગઈ ત્યાંની ભીંતોનું બારીકાઈથી અવલોકન કરવા લાગી. થોડી મથામણ બાદ તેને એક છૂપું બારણું જડ્યું. તે ખોલી ને અંદર ગઈ. બેટરીના પ્રકાશમાં જોયું તો સ્તબ્ધ થઈ ગઈ. તે તો એક ખાસ્સો મોટો રૂમ હતો અને કિંમતી જરઝવેરાતથી ભરપૂર હતો. તેણે બહાર આવી ચાચાને વાત કરી, "ચાચા, હવે તમારે નોકરી નહીં કરવી પડે એટલું ધન અંદર છે."

     ચાચાએ પણ અંદર જઈને જોયું તો તેઓ પણ અવાચક્ થઈ ગયા. પણ કહે, "ના બેટા, આ કંઇ મારૂં ધન નથી, દેશનું છે." તરત ઉપર આવી સત્તાવાળાઓને જાણ કરી. સંબંધિત ખાતાઓના અધિકારીઓ અને કર્મચારીઓ આવી પહોંચ્યા અને બધી દોલતની યાદી બનાવી લઈ ગયા. આ બધી ધમાલ દરમ્યાન પણ નીલમ પેલા 'રામાયણચોર'ને ભૂલી નહોતી. તેના કહેવાથી સલીમભાઇએ તેને છોડાવી ઘેર બોલાવી લીધો.

     બપોર બાદ ઉચ્ચ અધિકારીઓ સલીમભાઇને ત્યાં ભેગા થયા. સૌએ તેમને અભિનંદન આપ્યા તો તેમણે બધાને નીલમની ઓળખાણ કરાવી કહ્યું કે બધો જશ તેને મળવો જોઈએ. બધાએ તેને અભિનંદન આપ્યા, પૂછ્યું કે તેણે કેવી રીતે આ કોયડો ઉકેલ્યો.

     નીલમ કહે, "ગુજરાતમાં જ્યારે સલીમચાચાએ કહ્યું કે તેમને ત્યાં ભૂત આવતું હતું, રામાયણ વાંચતું હતું અને ન્હાતું પણ હતું ત્યારે જ મને થયું હતું કે કશો ભેદ હતો કારણ કે ભૂત હોતા જ નથી. પણ ધારો કે હોય તો પણ તે ન તો ચોપડી ઉંચકી શકે, કે ન તો દીવો પેટાવી શકે. અહીં આવીને રામાયણ જોયું તો તેના પર હાથની આંગળીઓના ડાઘા હતા જે ભૂતના ન હોઈ શકે. ચાચા પાસેથી પરવાનગી લઈને તેને મારા ઓરડામાં લઈ જઈ ધ્યાનપૂર્વક તપાસ્યું તો શરૂઆતના પાના પર જ એક અક્ષર પર ખાસ નિશાની જોઈ. તેવી નિશાનીવાળા બધા અક્ષરો એક કાગળ પર લખ્યા તો તેમાંથી સવાલજવાબ નીકળ્યા. તેવા સવાલજવાબ શેરલોક (Sherlok Holmes) હોમ્સની મસ્ગ્રેવ રિચ્યુઅલ (Musgrave Ritual) નામની વાર્તામાં આવે છે જેનો હેતુ કિંગ ચાર્લ્સ ધ ફર્સ્ટ (King Chrlaes the First) ના છૂપાવેલા ખજાનાનું સ્થળ બતાવવાનો હતો. મને થયું કે અહીં પણ કદાચ તેવો હેતુ હોય તો શું?
      "પહેલા પ્રશ્નના જવાબમાં ખજૂરીનો ઉલ્લેખ હતો. પણ અહીં તો કોઈ ખજૂરી જ નથી તેથી મને થયું કે હું વધારે પડતી કલ્પના કરતી હતી. તો પણ ચાચાને પૂછ્યું અને તેમના વયોવૃધ્ધ કાકાએ ખજૂરીની જગ્યા બતાવી ત્યારે મારો ઉત્સાહ વધ્યો. પણ જ્યારે ઉપરના ખાલી રૂમમાથી કશું જ ન મળ્યું ત્યારે ફરી ઢીલી પડી ગઈ.
      "તે રાતે મને ખૂબ વિચાર આવ્યા. આખરે મારૂં ધ્યાન ત્રીજા સવાલ પર ગયું. ગોથ મારવાની શા માટે? કદાચ તેનો હેતુ એમ દર્શાવવાનો હશે કે શોધવાની વસ્તુ ખજૂરીની ઉપર નહીં પણ નીચે છે? નીચે હોય તો ક્યાં હોય? અને ત્યાં પહોંચવું કેવી રીતે? 'ભૂત' લાયબ્રેરીમાં આવતું તે પરથી મને લાગ્યું કે ત્યાંથી જવાતું હશે. તેથી બીજે દિવસે લાયબ્રેરીમાંથી શરૂઆત કરી.
      "કૂવો જડ્યો તે જ વખતે ચાચા માટે ફોન આવી ગયો તે પણ સારૂં થયું. તેઓ વાત કરતા હતા ત્યારે મારી નજર બહાર પડી અને મેં જોયું કે અગાઉ જે ખાલી રૂમ જોયો હતો તેનું હૉલથી અંતર કૂવા કરતાં વધારે હતું. કૂવો કદાચ એક અંતરાય તરીકે અને અજાણી વ્યક્તિને ગૂંચવવા માટે મૂક્યો હશે કે જેથી ફક્ત તે જ વ્યક્તિ જઈ શકે કે જેને માટે આ વસ્તુ છૂપાવી હતી. હવે આપણે જાણીએ છીએ કે તે હેતુ બર આવ્યો હતો કારણ કે 'ભૂતે' કૂવામાંથી ખજાનો શોધવાનો પ્રયત્ન કર્યો હતો. જો તેણે ચોરી કરી હોત તો રામાયણ સાથે રાખ્યું ન હોત. પણ તે સમયે બનવાજોગ હતું કે ખજાનો ચોરાઈ ગયો હોય. તેથી 'રામાયણચોર'ને કસ્ટડીમાં રાખવો જરૂરી હતું.
     "હવે એક બીજો મુદ્દો ધ્યાનમાં આવ્યો. ગોથ ૧૫ માપ જેટલી જ મારવાની હતી. એક માપ આશરે એક પગલા જેટલું એટલે લગભગ અઢી ફૂટ જેટલું થાય એવું અનુમાન કરીએ તો કુલ ૩૭ ફીટ થાય. માપ ખજૂરી પાસેથી નહીં પણ તેના 'પરથી' લેવાનું હતું. ખજૂરી જો ૨૫ ફીટ ઊંચી હોય તો આપણે જમીનથી ૧૨ જ ફીટ નીચે જવાનું રહે. તો પછી કૂવાની અંદર તપાસ કરવા કરતાં તેની પાસે શોધખોળ કરવી યોગ્ય લાગી. આમે ય કૂવાથી આગળ જવાની જરૂર જણાતી જ હતી. તેથી પ્લાયવુડ મૂકી ને ભીંતમાં તપાસ કરી. પરિણામ આપ સૌની સમક્ષ છે."

     નીલમનો ખુલાસો પૂરો થયો એટલે સલીમભાઇએ તેમની વાત કહી.

     "અમારા કુટુંબમાં એક રિવાજ પેઢીઓથી ચાલ્યો આવે છે કે દર દીવાળીને દિવસે અમે સૌ ભેગા થઈને એક પ્રશ્નોત્તરી વાંચીએ છીએ. નીલમએ વાંચ્યા તેના પછી પણ બીજા થોડા સવાલજવાબ છે. અમને તો આ રિવાજ નકામો લાગતો હતો પણ હવે તેનું રહસ્ય સમજાયું પણ હજુ અધુરૂં છે. બાકી રહેલા સવાલજવાબ હવે જણાવું છું.

     આ બધું કોનું હતું? જેને લઈ ગયા છે તેનું.

     કોને આપવાનું છે? જેને પાછો લાવીશું તેને.

     આનો શો અર્થ થાય તે વિચારવા જેવું છે."

     નીલમ કહે, "કદાચ 'રામાયણચોર'ને ખબર હોય. તેને પૂછી શકાય?."

     અધિકારીઓએ હા પાડી. તેને અભયવચન આપી ખુલાસો કરવા કહ્યું. તેણે વિગતે વાત કરી.

     "મારૂં નામ મુનીર છે. મારા બાપ તમારા દાદાના વખતમાં આ ઘરમાં નોકરી કરતા હતા. એક વાર તે આ બધા સવાલજવાબ સાંભળી ગયા. તેથી તમારા દાદાએ તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા. કશેકથી તેમને જાણવા મળ્યું કે તે સવાલજવાબનું રહસ્ય ગુજરાતી રામાયણમાં હતું. મારા બાપ તો બહુ જીવ્યા નહીં પણ મરતા પહેલા મને કહી ગયા કે તને રામાયણમાંથી ખજાનાનો ભેદ જડશે. મેં ગુજરાતી શીખી લીધું. તક મળે ત્યારે લાયબ્રેરીમાં જઈને વાંચતો. તમને બધાને ભૂતની બીક લાગતી એટલે હું પકડાઈ ન ગયો. કૂવો જડ્યો પછી તેના પાણીમાંથી ખજાનો કાઢવા કોશિશ કરતો. પાણી પાછું ઢોળી દેતો તે સાંભળી તમે માનતા કે 'ભૂત' ન્હાય છે.

     મેં બીજી પણ થોડી તપાસ કરી હતી. ૧૮૫૭ ના બળવા વખતે તમારા વડવા હિંદુ હતા અને શહેનશાહ ઝાહીરના વિશ્વાસુ ખજાનચી હતા. અંગ્રેજો જીતી જશે એવું લાગ્યું ત્યારે તેમણે શાહી ખજાનો તમારા ઘરમાં સંતાડી દીધો. અંગ્રેજોએ તેને શોધવા બહુ પ્રયત્નો કર્યા હતા પણ તે હિંદુઓના ઘરોની જ ઝડતી લેતા હતા કારણ કે તેમની માહિતી પ્રમાણે ખજાનો હિંદુ ખજાનચીના ઘરમાં હતો. તેથી અંગ્રેજોથી બચવા માટે તમારા કુટુંબે ઇસ્લામ અપનાવી લીધો. તો પણ શાકાહારી જ રહ્યા. ખજાનાનું રહસ્ય તો રામાયણમાં જ રહ્યુ.

     કૂવામાંથી તો ખજાનો ન મળ્યો તેથી રામાયણની બીજી નકલ લઈ તેમાંથી ભેદ જાણવા કોશિશ કરતો હતો. પણ તમને માપ લેતા જોયા એટલે પરગામ જતો હતો ત્યારે પોલિસે મને પકડી લીધો. લો આ તમારું રામાયણ પાછું.

     'જેને લઈ ગયા છે' તે ઝાહીર માટે હતું. શરૂમાં તો બધાને એવી આશા હતી કે ઝાહીરને છોડાવી લવાશે અને ખજાનો તેને સોંપી શકાશે. પછી તેના વારસદારને સત્તા પર લાવવાની આશા હતી. તેથી 'જેને પાછો લાવીશું તેને' એવો જવાબ રાખ્યો. તમારા વડીલોની ઈચ્છા હતી કે આ બધો ખજાનો ઝાહીરને અથવા તેના વારસદારને સોંપવામાં આવે. આ જવાબદારી યાદ કરાવવા ખાતર દર દીવાળી પર આ સવાલજવાબ વાંચવાને રિવાજ પાડ્યો."

     મુનીરનું બયાન પૂરૂં થતાં ફરી એક વાર બધાએ નીલમને શાબાશી આપવા માડી. પણ નીલમ કહે, "આનું શ્રેય મુનીરને પણ આપવું જોઈએ. તેમણે જો ખજાનો શોધવાનો પ્રયત્ન ન કર્યો હોત તો ભૂતની ભ્રમણા ઊભી ન થઈ હોત અને હું ગુજરાતથી અહીં આવી ન હોત. મેં તો ફક્ત નીલમ (આંગળી) જ ચીંધી ને?"

     સાંભળી રાબીયા કહે, "પણ રેહાન જો ભૂતથી બીતો ન હોત તો મારા પપ્પા તમને કહેત પણ નહીં કે અમારા ઘરમાં ભૂત થતું હતું. તેથી ખરો જશ તો રેહાનને મળવો જોઈએ,"

     બધા ખૂબ હસ્યા. પણ સલીમભાઇએ મુનીરને છોડી મૂકવા પોલિસને ભલામણ કરી એટલું જ નહીં પણ સારી એવી રકમ આપી ખુશ કર્યો.

     નીલમ કહે, "ચાચા, હવે તો રજાના બહુ થોડા દિવસ રહ્યા છે, ચાલો બેંગ્લોર બતાવો."

     સરકારી કાયદા પ્રમાણે સલીમભાઇને યોગ્ય પુરસ્કાર મળ્યો. તે તેમણે નીલમને આપવા પ્રયત્ન કર્યો પણ તેણે કે શીવાભાઇએ ન લીધો.

Share:

બ્લોગ ની લિંક

https://dharmeshrakholiya.blogspot.com/

લોકપ્રિય પોસ્ટ્સ

Powered by Blogger.

કુલ મુસાફરો

Search This Blog

ઇ પેપર સંદેશ

અનુવાદ

લખાણ કોપી નહિ થાય