• This is default featured slide 1 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 2 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 3 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 4 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 5 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

સરિતાની શરત





અત્યાર સુધીમાં સરિતાનાં લગ્નની ત્રણેક વાતો આવી હતી. છોકરાઓ સરિતા સાથે કલાક બે કલાક હોંશથી વાતો કરતા. સરિતા ભણેલી, ગ્રેજ્યુએટ હતી, સરકારી ઑફિસમાં સારા પગારની નોકરી હતી. રૂપાળી, આકર્ષક હતી. છોકરો એની સાથે લગ્ન માટે તૈયાર થઈ જતો, પણ પછી સરિતા અંતમાં છોકરાને એવું કંઈ કહેતી કે છોકરો ભડકીને ભાગી જતો. અત્યાર સુધીમાં બધી વાતોમાં આમ જ બન્યું હતું અને આ પ્રશ્ને સરિતાની મમ્મી શારદાબેન, પપ્પા શાંતિલાલ, સગાંસાથી, સરિતાની સહેલીઓ બધાં પરેશાન હતાં.

સરિતા, છોકરાને એવું તે શું કહેતી હતી કે સરિતા સાથે કશી પૂર્વશરત વગર જીવન જોડવા તૈયાર થતો છોકરો પછી હાકે નાકહેવાની પણ તસ્દી લેતો નહીં, અને સરિતાનાં મમ્મી-પપ્પા છોકરા તરફથી જવાબની અપેક્ષાએ કાગના ડોળે રાહ જોઈ રહેતાં. છોકરા તરફથી કશો જવાબ આવતો નહીં, આથી બંને, શારદાબેન અને શાંતિલાલ રઘવાયાં થઈ જતાં, સરિતાને પુછાપુછ કરતાં, એની પાસેથી સંતોષકારક ખુલાસો મળતો નહીં. આથી સરિતાની જેટલી સહિયર-મિત્ર હતી, એ બધીને પૂછતાં, ‘સરિતાને કોઈ સાથે સંબંધ છે? તમને ખબર હોય તો કહો, અમે તપાસ કરી યોગ્ય લાગશે તો ચોક્કસ સરિતાની ઈચ્છા પ્રમાણે કરીશું.કારણ દિવસે દિવસે સરિતાની ઉંમર વધતી હતી. હાલ સરિતાને બાવીસમું ચાલતું હતું, પછી તેવીસ, ચોવીસ અનેસરિતાનાં મમ્મી-પપ્પાની ઊંઘ હરામ થઈ ગઈ હતી.

પહેલી બે વાતમાં બન્યું, એવું જ ત્રીજી વાર પણ થયું. છોકરો વાત કરીને ગયો, પછી કશી હા-ના કહેવડાવી નહીં. બાકી આ વખતે બંને પતિ-પત્નીએ ખૂબ તૈયારી કરી હતી. ખાવાપીવામાં, ઊઠવાબેસવાનું, અને બીજી નાની બાબતોમાં પણ ક્યાંય કચાશ રહી ના જાય, એની શારદાબેને ઝીણવટથી કાળજી રાખી હતી. સરિતાનેય શણગારવામાં કશી ઊણપ રાખી નહોતી. આમ તો, સરિતાના દેખાવમાં કશું કહેવાપણું ન હતું. સીદીસાદી પણ આકર્ષક હતી અને સરિતાને પોતાને પાવડર ફાવડરના ઠઠારા પસંદ ન હતા. ઓફિસમાં પણ સાદીસીધી જતી, આથી સાથે કામ કરતી બીજી એની ઉડાવતાં કહેતી, ‘સરિતાબેન થોડાં વરણાગી બનો. આ શું જાણે વેરાગ ઓઢી લીધો હોય, એમ આવો છો !અને સરિતા માત્ર હસતી. શારદાબેનને કદાચ છોકરા તરફથી કશો ઉત્તર મળતો ન હતો, એનું કારણ સરિતાના આ વરણાગીવેળા લાગ્યા હશે. આથી સરિતાની ખૂબ નારાજગી અને દલીલો છતાં એમણે એને બ્યુટીપાર્લરમાં મોકલી, અને એક કલાકની સરિતાના ચહેરા પરની ઘસાઘસ અને જાતજાતના થપેડા પછી સરિતાના ચહેરાની સિકલસૂરત બદલાઈ ગઈ. કલાકનો અસહ્ય ત્રાસ વેઠીને મેળવેલી કૃત્રિમ સુંદરતા જોઈ, સરિતા મનોમન હસી. પણે એને એક વાતનું આશ્ચર્ય એ થયું કે અરીસામાં સરિતા ખુદને જોઈ ભુલાવામાં પડી ગઈ હતી. સરિતા સાથે શારદાબેન અને શાંતિલાલે પણ એમનામાં દેખાતી ઊણપ દૂર કરવા પ્રયત્ન કર્યો અને છોકરાની મુલાકાતનો દિવસ નજીક આવતો ગયો, એમ ઘરમાં અને સભ્યોમાં ખાસ્સો બદલાવ આવી ગયો.

જો છોકરી, જરા વ્યવસ્થિત રહેજે, અને છોકરાને વ્યવસ્થિત જવાબ આપજે.શારદાબેને સરિતાને શિખામણ આપતાં કહ્યું, ‘વારેવારે આવાં નાટક સારાં લાગે છે?’

શાનાં નાટક ! અને હું નાટક કરું છું?’ સરિતા તોછડા સ્વરે બોલી. છોકરાને હું પસંદ પડતી ના હોઉં તો ના પાડે. એમાં તને શાનાં નાટક લાગે છે?’

પણ કેમ, કેમ પસંદ નથી પડતી, તારામાં છોકરાઓને શું ઊણપ લાગે છે?’ ‘એ તો આ વખતે તું જ પૂછી લેજે.સરિતાએ કહ્યું. પછી અટકીને બોલી, ‘એમ કર, આ વખતે મારા બદલે તું છોકરા સાથે વાત કરજે.શારદાબેનને ધનન્‍ વ્યાપી ગઈ, પણ ગમ ખાઈ ગયાં. સરિતાના સ્વભાવથી પૂરાં પરિચિત હતાં. સ્વભાવે શાંત, પણ ગરમ થાય તો, કોઈની સાડાબારીની પરવા નહીં રાખનારી સરિતા સાથે શારદાબેન ફૂંકીફૂંકીને પગલાં ભરતાં હતાં અને એ તો સરિતા સમજણી થઈ, ત્યારથી જ શારદાબેનને એનો પરિચય થઈ ગયો હતો.

શારદાબેન અને શાંતિલાલ બંને શિક્ષક હતાં. આથી સરિતાને એની દાદી-શાંતિલાલની મા પાસે મૂકી બંને શાળામાં જતાં અને સરિતા દાદીના હાથમાં જ ઉછરીને મોટી થઈ, એટલે એને મમ્મી-પપ્પા કરતાં દાદી પ્રત્યે વધારે લગાવ રહ્યો. એને બાલમંદિરમાં મૂકી, ત્યારે દાદી જ એને મૂકવાલેવા જતી. દાદી સાથે જમવાનું, રમવાનું અને રાતે સૂવાનુંય દાદી સાથે. દાદીની વાતો સાંભળતાં, સાંભળતાં સરિતા ઊંઘી જતી. દાદીની વાતો સાંભળવાનું એને વ્યસન થઈ ગયું હતું. વાતો ના સાંભળે ત્યાં સુધી સરિતાને ઊંઘ જ આવતી નહીં. દાદીએ જ એને સાદાઈથી રહેવાના પાઠ ભણાવ્યા હતા, અને સરિતાએ એને અપનાવી લીધા હતા અને શારદાબેનને તો, છોકરી સાસુ પાસે જ રહેતી હતી, એટલે નિરાંત હતી. ગમે ત્યાં ફરવા જવાનું કે વહેલા-મોડા ઘેર આવવામાં છોકરીથી કશી અગવડ થતી નહોતી. મનમાં ઈચ્છતાં, ‘ભલે ડોશી પાસે રહેતી.અને એમાં સરિતાને દાદીની એવી માયા લાગી કે સરિતા શાળાએથી ઘેર આવે એટલે બીજા કોઈને નહીં, દાદીને શોધે. સરિતા કૉલેજમાં દાખલ થઈ, તોપણ દાદી જ એનું સર્વસ્વ હતી. કૉલેજની બધી વાતો, ઘેર આવી સીધી દાદીને કહેતી. પછી છોકરાની હોય, છોકરીઓની હોય, એના પ્રોફેસરની કે પટાવાળાની. પણ આવીને કપડાંય બદલતી નહીં અને દાદી આગળ રામાયણ માંડતી અને દાદી રસથી એની વાતો સાંભળતી. પછી ભલે દાદી સમજતી કે ના સમજતી. સરિતા પાકટ સમજણી થઈ, પછી પણ દાદી વગર એની સવાર થતી નહીં. ગમે ત્યાં જવાનું થતું ત્યારે પણ દાદીને આગળ કરતી. એકવાર કૉલેજના વાર્ષિક દિનની ઉજવણીમાં મમ્મી-પપ્પાને પડતાં મૂકી, દાદીને તૈયાર કરી અને શારદાબેન લારા જેવાં થઈ ગયાં. છોકરી, તારી દાદી વગર તને કોઈ દેખાતું જ નથી?’ શારદાબેન ઊંચા અવાજે બોલ્યાં. તમને કોઈ દેખાય છે? તું અને પપ્પા ગમે ત્યાં મને કે દાદીને પડી મૂકીને નથી જતાં? મારી વાત છોડ, બિચારી દાદી આખો વખત ઘરમાં ને ઘરમાં ગોંધાઈ રહે છે, આખા ઘરના દિવસ ઊગે તે રાત સુધી ઢસરડા કર્યા કરે છે, પણ તેને બહાર ફરવા લઈ જવાની વાત તો બાજુએ રહી, એની સાથે બેસી કદી વાત સરખી કરો છો તમે? અમથો વાંક પડતાં બિચારીને ધધડાવી નાખતાં તને આવડે છે, પણ એની સાથે બેસી એના હાલ પૂછતાં તને નાનાપો આવે છે, પછી મમ્મી મારે છૂટકો છે, એને સાથે લઈ ગયા વગર? એણે મને ઉછેરી મોટી કરી, એણે એની કે એની જાતની પરવા નથી કરી, સાજી હોય કે માંદી, એણે મને કદી ઓછું આવવા નથી દીધું, પછી મમ્મી, તું ક્યા મોંઢે તમારી સાથે સારા વર્તાવની અમારી પાસે આશા રાખે છે?’ સરિતાએ મમ્મી-પપ્પા સામેનો લાંબા સમયનો મનમાં ભરી રાખેલો ઊભરો શારદાબેન આગળ ઠાલવી દીધો. શારદાબેન સમસમી ગયાં, એ સમયે તો, કંઈ બોલ્યાં નહીં, પણ મનમાં એક નિર્ણય કરી લીધો. એ વખતે શાંતિલાલ હાજર ન હતા. સાંજે આવ્યા એટલે બીજી કશી વાતચીત વગર કહી દીધું, ‘હવે આ છોકરી આપણા કહ્યામાં નથી, તમારી માના વાદે ચઢી, આપણને ગણકારતી નથી, તમારી મા, એને આપણી વિરુદ્ધ ચઢાવી મારે છે. એનું કંઈ કરો.

શું કરું?’ શાંતિલાલે પૂછ્યું.

એય મને પૂછવાનું, એટલીય અક્કલ નથી ચાલતી? મૂકી આવો ડોશલીને વૃદ્ધાશ્રમમાં. એટલે બેયની ચરબી ઊતરી જશે.શારદાબેન ગુસ્સામાં બોલ્યાં.

સરિતા કૉલેજમાં હતી, કૉલેજથી ઘેર આવી. આદત મુજબ એણે દાદીને શોધી. દાદી જ્યાં હોવાની શક્યતા હતી, બધી જગ્યાએ દાદીને શોધી નાખી, દાદી ક્યાંય ન હતી. શારદાબેનને પૂછ્યું, ‘મમ્મી ! દાદી ક્યાં ગઈ?’

મારી જૂતી જાણે !શારદાબેન મરડમાં બોલ્યાં. સરિતાને દાળમા કાળું લાગ્યું. એના રૂમમાં ગઈ, દાદીના વિરહમાં સૂનમૂન થઈ ગઈ, ખાવાપીવામાંથી રુચિ મરી ગઈ. એણે એની રીતે દાદીની તપાસ કરી. ભાળ મળી, તરત વૃદ્ધાશ્રમમાં દાદીને મળવા ગઈ. દાદીને વળગી, રડી પડી ચાલ દાદી, હું તને લેવા આવી છું. તારે અહીં ઘડીવાર રહેવાનું નથી.રોતલ અવાજે સરિતાએ કહ્યું.

ના, સરુ બેટા, તું જા, હવે હું કદી નથી આવવાની. ભલે અહીં મોત આવે. હવે તારાં મા-બાપનું હું મોં જોવા જ માગતી નથી. તું તારે જા બેટી, અઠવાડિયે એકવાર મને મળવા આવજે. જા ધ્યાનથી અભયાસ કરજે, મારી ચિંતા ના કરીશ. તારા વગર મને ગમશે નહીં, પણ ગમાડવું પડશે, બેટા નસીબ મારાં.સરિતાના માથે હાથ મૂકતાં દાદી બોલી. સરિતા ફરી દાદીને વળગી ધ્રુસકે ચઢી ગઈ.

સરિતાની કૉલેજ પતી ગઈ, નોકરી મળી અને એના લગ્નની વાત ઉપાડી, સારી નોકરી કરતા, દેખાવડા છોકરાની વાતો આવી, સરિતા સાથે મુલાકાત ગોઠવાતી, સરિતા સાથે લગ્ન કરવા છોકરો તૈયાર થઈ જતો, પણ મુલાકાતના અંતમાં સરિતા છોકરાને એવું કંઈ કહેતી, અને છોકરો ભડકતો અને લગ્નની ના પાડી દેતો. ત્રણ છોકરા સાથે સરિતાએ મુલાકાત કરી, અને ત્રણે છોકરા સાથે આમ બન્યું. શારદાબેન અને શાંતિલાલ ચિંતામાં પડી ગયાં. છોકરીની ઉંમર વધે છે, અને એનું ઠેકાણું પડતું નથી, કારણ શું છે, કેમ છેલ્લી ઘડીએ વાત મરડાઈ જાય છે?’ શારદાબેન મનોમંથનમાં પડ્યાં. બધી બાબતોને ચકાસી, એમનામાં કશી ઊણપની તપાસ કરી, સીધીસાદી સરિતાને છેલ્લીવાર બ્યુટીપાર્લરમાં મોકલી, શણગારી છતાં….. ‘જાવને, આમ બેસી રહે દાડો વળશે?’ શારદાબેને શાંતિલાલને કહ્યું.

ક્યાં? ક્યાં જઉં?’ અસમજભાવે શાંતિલાલે પૂછ્યું, ‘આ છોકરીનું ઠેકાણું પડતું નથી, છેક આવેલી વાત તૂટી જાય છે, જરી તપાસ કરો, કારણ શું છે?’ શારદાબેને કહ્યું.

પણ કોને પૂછું, છોકરાને ત્યાં જઈને પૂછી આવું?’ શાંતિલાલ બોલ્યા.

શારદાબેને માથું કૂટ્યું, ‘બાપ, બેટી બેય મારા માથે પડ્યાં, મારા શા ભોગ લાગ્યા ! જાવ જઈને આ છેલ્લા છોરાની વાત જે લાવ્યો હતો એ વચેટિયાને મળો, પૂછો કે લ્યા ભઈ, શું છે, કેમ છોકરો ના પડે છે. ના પાડવાનું કારણ તો ખબર પડે.

શાંતિલાલ વચેટિયાને મળ્યા, એની વાત સાંભળી, શાંતિલાલ હેરત પામી ગયા. વચેટિયાની વાત પર એમને વિશ્વાસ બેસતો ન હતો. એ માનવા જ તૈયાર ન હાતા કે સરિતા છોકરા સાથે લગ્ન માટે આવી શરત મૂકતી હશે. અને આવી જ વાત બાકીના છોકરાઓની બાબતમાં શાંતિલાલને સાંભળવા મળી. એમણે શારદાબેનને વાત કરી, સાંભળી શારદાબેન સરિતા માટે લાલપીળાં થઈ ગયાં, ‘અલી છોકરી ! તારે છોકરા સાથે આવી વાત કરવાની?’

કેમ, કેવી વાત કરી મેં?’ સરિતાએ વડચકું ભરતાં શારદાબેનને પૂછ્યું.

તારી જાતને પૂછ, મને શું પૂછે છે? છોકરાને તે શું કહ્યું, એની તને ખબર નથી?’ શારદાબેન ગુસ્સામાં બોલ્યાં.

બારણે બાવળિયો ઉછેર્યો હોય તો, કેરીની અપેક્ષા રખાય? કાંટા જ ખાવા મળે!શાંતિથી સરિતા બોલી.

એટલે, તું કહેવા શું માગે છે, સીધી વાત કરને ! ઉદાહરણ મને ના આપીશ.શારદાબેન બોલ્યાં.

બે બરાબર બે ચાર જેવી મારી વાત સાવ સરળ છે. પણ તમારી બંનેની આંખે સ્વાર્થનાં પડળ ચઢી ગયાં છે, આથી મારી સીધી વાત પણ તમને સમજાશે નહીં.સરિતા બોલી.

કેવો સ્વાર્થ, સ્વાર્થના કેવા પડળ?’ શારદાબેન ચોંકી ઊઠ્યાં.

જાતને પૂછ મમ્મલી ! મારી દાદીને આ તારા ઘરમાં રહેવાનો હક નથી, એને બિચારીને વગર વાંકે, વૃદ્ધાશ્રમમાં ધકેલી દીધી, પછી હું તારી જ છોકરી છું, તું કરે એ પ્રમાણે મારે કરવું જ પડે. મારી સાથે મુલાકાતે આવતા બધા જ છોકરા સાથે, હું શરત કરું છું કે મારાં મમ્મી-પપ્પાને મારી દાદી ખૂંચતી હતી, આથી વૃદ્ધાશ્રમમાં મૂકી દીધી, તારેય તારાં મમ્મી-પપ્પાને આપણા લગ્ન પછી, તરત આશ્રમમાં મૂકવાનાં હોય તો, હું તારી સાથે પરણવા તૈયાર છું. મારી શરત તને મંજૂર હોય તો, મને જણાવજે.સરિતાએ કહ્યું, સાંભળી શારદાબેન સ્તબ્ધ થઈ ગયાં.

બીજા દિવસે, શારદાબેન અને શાંતિલાલ, વૃદ્ધાશ્રમમાં ગયાં, સરિતાની દાદીને માનભેર ઘેર તેડી લાવ્યાં, સરિતા દાદીને ભેટીને ખૂબ રડી, દાદીએય છેડો વાળ્યો. શારદાબેન અને શાંતિલાલ ગળગળાં થઈ ગયાં. બંનેએ માની માફી માગી, એ પછીના મહિને રંગેચંગે સરિતા પરણી ગઈ.
(‘અખંડ આનંદસામયિકના જુલાઈ-૨૦૧૭ના અંકમાંથી સાભાર)


Share:

અકબર અને બિરબલ ચારે પ્રશ્નોનો જવાબ એક જ


          


                        એક દિવસ બિરબલ અને અન્ય વિદ્વાનો બેઠા હતા અને સમાજની વાતો સાથે ફિલોસૉફીની વાતો પણ ચાલુ હતી. એટલામાં અકબર બાદશાહ ઉપસ્થિત થયા. પોતાના આસન પર બેઠક લીધા પછી તેમણે પણ વાતચીતમાં ભાગ લેવા માંડ્યો. આખરે તેમણે સૌ વિદ્વાનોને પ્રશ્નો પૂછવા માંડ્યા :
મહાનુભાવો સાંભળો, અત્યારે મારી પાસે બે-ચાર પ્રશ્નો છે અને નવાઈની વાત એ છે કે તે દરેક પ્રશ્નોનો ઉત્તર એક જ છે. તો કોણ મને સાચો જવાબ આપશે એ મારે જોવું છે !
ફરમાવો બાદશાહ સલામત, અમે પણ જોઈએ કે, એવા તે કેવા પ્રશ્નો છે, જેનો જવાબ એક જ આવે છે !
હા, જવાબ પણ એક જ અને તે પણ એક જ શબ્દમાં જવાબ છે !
આપ ફરમાવો તો સહી !દરેકે ઉતાવળથી પૂછ્યું.
                     ‘તો સાંભળો દરેક પ્રશ્ન !અકબર બાદશાહે કહ્યું : દુનિયામાં સૌથી મોટું કોણ છે ?’ બીજો પ્રશ્ન, ‘દુનિયામાં સૌથી નાનું, મતલબ અતિ સૂક્ષ્મ શું છે ?’ ત્રીજો પ્રશ્ન, ‘દુનિયામાં કોની ગતિ સૌથી ઝડપી છે ?’ અકબર બાદશાહે મલકતા મલકતા કહ્યું, ‘હવે ચોથો પ્રશ્ન પણ સાંભળી લો. દુનિયામાં કઈ વસ્તુ છે જેનો નાશ નથી થતો ?’

            પ્રશ્નનોની ઝડી વરસાવીને અકબર દરેક પર સંશોધનભરી દષ્ટિ ઘુમાવી અને અંતે બિરબલ પર નજર કરી. બિરબલના ચહેરા પર હળવી મુસ્કાન તરવરી રહી હતી. પરંતુ બિરબલ ગંભીર પણ હતો. થોડીવાર ત્યાં ખામોશી રહી. તે દરમિયાન લોકો વિચારતા રહ્યા. એક વિદ્વાને જવાબ આપવાની પહેલ કરતા કહ્યું :
જહાંપનાંહ, આપની રજા હોય તો હું જવાબ આપું.
ચારે પ્રશ્નોનો જવાબ એક જ છે ને ?’
હા જી !
એક જ શબ્દમાં ?’
હા જી !
અચ્છા કહો !અકબરે તેની સામે જોઈને કહ્યું.
ચારે પ્રશ્નનો એક જ જવાબ છે : અલ્લાહ !તેણે કહ્યું.
ચારે પ્રશ્નોનો આ એક જવાબ નથી મહાશય !અકબરે કહ્યું, ‘અલ્લાહ મહાન છે જ. પરંતુ તે અતિસૂક્ષ્મ કેવી રીતે ગણાય ? વળી તેની ગતિ કમ પડી જાય ? કદાચ ચોથા પ્રશ્નનો જવાબ ગણી શકાય !તેનો જવાબ ખોટો ગણાયો.

બીજાએ જવાબ આપ્યો.
જહાંપનાહ, મારો જવાબ છે : દિલ !
કેવી રીતે ?’ અકબરે પૂછ્યું.
માણસનું દિલ મોટું ગણાય. તેમ ઓછા દિલવાળો પણ ગણાય !તે બોલ્યો તો ખરો, પરંતુ આગળ ગુંચવાઈ ગયો.
હા ભાઈ, દિલની ગતિનું શું ? અરે તેનો તો નાશ થઈ શકે છે !અકબરે સસ્મિત કહ્યું.
જહાંપનાહ, ચારે પ્રશ્નોનો જવાબ છે : જમીર !ત્રીજો બોલ્યો.
જનાબ, વિચારીને બોલ્યા છો કે પછી ?’
જી હજૂર, જમીર જ દુનિયામાં મોટું ગણાય, કારણ કે તેનું માપ અમાપ છે. તેનું સ્વરૂપ સૂક્ષ્મ પણ છે. મતલબ જમીર નાનું પણ બની શકે છે. ઓછા જમીરવાળો માનવી નમાલો ગણાય. જમીરની ગતિ તીવ્ર હોય છે, તે ઝડપથી કાર્ય કરે છે. તેનો નાશ નથી થતો !
તેની વાત સાંભળીને અકબર બાદશાહે ગંભીરતાથી બિરબલ સામે જોયું. નજર ભેગી થતાં જ પ્રશ્ન કર્યો,
બિરબલ, તું ખામોશ છે ? શું આ મહાશય સહી ફરમાવે છે ?’
જનાબ આપ સમજી શકો છો !
હું બરાબર સમજ્યો નથી, તું સમજાવ !
જમીર બધા પાસે એકસરખું નથી હોતું. તેનું સ્વરૂપ લગભગ એકસરખું જ રહેવા પામે છે. જરા ઓછું-વત્તું થાય છે. વળી, તેને ઝડપ કે ગતિ સાથે કોઈ સંબંધ નથી. સ્વાભિમાની ઘણી વાર મરી પણ જાય છે !બિરબલે કહ્યું અને આગળ બોલ્યો : બાદશાહ સલામત, આપના પ્રશ્નોનો ઉત્તર તો આપની પાસે હશે જ ને ?’
બિરબલ, ચારે પ્રશ્નોનો એક જ ઉત્તર હોવો જોઈએ. એ તો મેં તમારા સૌની પરીક્ષા કરવા માટે પૂછ્યું હતું. વાસ્તવમાં મને એક પણ સવાલનો જવાબ ખબર નથી, પરંતુ એટલી વાત અવશ્ય છે કે, વાતો વાતોમાં જવાબ હાંસલ થઈ આવે છે. અત્યાર સુધી તો પરિણામ શૂન્ય જ આવ્યું છે, કોઈએ હૈયાધારણ ઉત્તર નથી આપ્યો !

જરાવાર અટકીને બાદશાહ બોલ્યા : શું તું પણ ખાલીખમ છે ?’
ગુસ્તાખી માફ જહાંપનાહ, એટલી વાત ચોક્કસ છે કે આપના તુક્કાભર્યા સવાલ પણ કંઈક મહત્વવાળા હોય છે. બસ, આપના તુક્કા કાચા હીરા જેવા હોય છે, જેને વ્યવસ્થિત કરવાનું કામ તેના કારીગરના હાથમાં રહેલ હોય છે. હું તો કહીશ કે, આપના તુક્કા જ મહાન છે. શરૂઆતમાં તે દમ વિનાના લાગે છે એટલે કે અતિસૂક્ષ્મ સ્વરૂપમાં હોય છે તેથી ધ્યાનમાં નથી આવતા. વળી, આપના તુક્કાઓની ગતિ જ તીવ્ર છે. જેને અમારા જેવા વિદ્વાનો પણ પકડી નથી શકતા. અને એ વાત પણ ચોક્કસ છે કે, તે નાશવંત છે. એક કે બાદ એક પેદા થતા રહે છે !બિરબલ બોલી રહ્યો.
ત્યાં જ એક મંત્રી બોલી પડ્યો : હાં જનાબ બિરબલ ખરું કહે છે. આ ચારેય પ્રશ્નોનો જવાબ એક જ હોઈ શકે, તુક્કા !આ સાંભળી બધા હસી પડ્યા. સ્વયં અકબર બાદશાહ પણ હસી પડ્યા. પેલો બિચારો ભોંઠો પડી ગયો.

અંતે ગંભીરતાભર્યા વાતાવરણમાં અકબરે જ બિરબલને કહ્યું : બિરબલ, હવે ફટાફટ મારા ચારે પ્રશ્નોનો એક જ જવાબ બતાવી દે, યા તને પણ તેની તુકબંદી જ યાદ છે ?’
અરે નહિ બાદશાહ સલામત, આપની દુઆથી બંદાને પોતાની કાબેલિયત પર ભરોસો છે !તે સસ્મિત કહેવા લાગ્યો : વાસ્તવમાં દુનિયામાં સૌથી મોટું મન છે. જે દરેકના મસ્તકમાં બિરાજમાન છે. જે તુક્કાઓથી માંડીને મહાન કાર્યોને અંજામ આપી શકે છે. અલ્લાહ કે ભગવાન પણ તેની સમક્ષ સૂક્ષ્મ છે. મન ઘણીવાર એવી હરકત કરી દે છે કે, તે સૂક્ષ્મ સ્વરૂપમાં આવી ગયું ગણાય. કોઈને તે દેખાતું નથી. મન વિચારોનું ઉદ્દભવ સ્થાન છે. વિચાર તેનો ખોરાક છે અને વિચારની ગતિ દુનિયામાં સૌથી વધુ છે. મન ધારે તો આંખના પલકારામાં સારા બ્રહ્માંડની અને પાતાળલોકની પણ સૈર કરી આવે. વળી, માનવી મૃત્યુ પામે છે, તો પણ મન મરતું નથી. તે બીજા ખોળિયામાં સ્થાન મેળવી લે છે. અર્થાત આપના ચારે પ્રશ્નોનો એક જ જવાબ છે મન !

Share:

વિક્રમ અને વૈતાળની વાતો




દોડતો દોડતો વિક્રમ સ્મશાનમાં અશોક વૃક્ષ નીચે આવ્યો. આછા પ્રકાશમાં ઉંચે નજર કરી. ડાળી પર એક શબ લટકતું હતું. વિક્રમ ઝડપથી ઝાડ પર ચડ્યો અને શબને નીચે ઉતાર્યું. ખભે નાખીને તે ઝડપથી ચાલતો થયો. શબે સળવળાટ કર્યો. તેમાં છુપાયેલો વૈતાળ બોલ્યો : વિક્રમ, તારી વીરતાનો હું પ્રશંસક છું. પણ તું ખોટો અડધી રાતે અહીં સ્મશાનમાં આવે છે. દોડાદોડી કરીને તું થાક્યો હોઈશ. તને આનંદ આવે એવી સરસ વાર્તા કહું છું :

વારાણસી નામનું નગર. આ નગરમાં ભગવાન શંકરનું નિવાસસ્થાન, પવિત્રભૂમિમાં પુણ્યશાળી લોકો રહેતા હતા. નગરના કાંઠે ગંગા નદી ખળખળ વહેતી હતી. આ નદી જાણે કે ડોકમાં પહેરેલા હીરાના હાર જેવી લાગતી હતી. આ નગરનો રાજા કર્ણરાજ. રાજા પરાક્રમી અને શૂરવીર. દુશ્મનો તેનું નામ સાંભળીને સંતાઈ જતા. કર્ણરાજને એક કુંવર હતો. સૌંદર્યમાં જાણે કામદેવનો અવતાર. અર્જુન જેવો શસ્ત્રવિદ્યામાં પારંગત. પિતા જેવો પરાક્રમી. કર્ણરાજને એક મિત્ર હતો, તેનું નામ શાણ્કયતેની કુશાગ્ર બુદ્ધિ ચતુરાઈને કારણે રાજકુમારને પ્રાણથી વિશેષ વહાલો હતો. શાણ્કયના પિતા આ રાજ્યના પ્રધાન હતા.

એકવાર કર્ણરાજ જંગલમાં શિકાર કરવા નીકળ્યા. સાથે શાણ્કય પણ હતો, નોકર-ચાકર અને સૈનિકો પણ હતા. કર્ણરાજનો ઘોડો પવનવેગે જંગલમાં ઘુમતો હતો. કર્ણરાજ શિકાર કરવામાં મશગૂલ હતાં. છનનન કરતું તીર છોડતા હતા. જંગલમાં પશુઓ નાસભાગ કરતાં હતાં. વૃક્ષ પર પંખીઓ કલકલાટ કરતાં હતાં. બંને મિત્રો જંગલમાં દૂર દૂર નીકળી ગયા. જંગલની વચ્ચે એક સરોવર હતું. સરોવરમાં રંગબેરંગી કમળો ખીલ્યાં હતાં. પવનની લહેરથી સરોવરમાં પાણીના તરંગો ઊઠતા હતા. કિનારે ઘટાટોપ વૃક્ષ. તેની ડાળે બેસીને કોયલ મધુર ટહુકાર કરતી હતી. આ સરોવરમાં એક યુવતી નહાતી હતી. પાણીમાં છબછબિયાં કરતી હતી. જાણે આકાશમાંથી પરી આ પૃથ્વી પર ભૂલી પડી હોય તેવી તે હતી. આજુબાજુ દાસીઓનું ઝુંડ હતું.

કર્ણરાજ અને શાણ્કય આ સરોવરના કિનારે આવ્યા, પ્રતાપસિંહે સરોવરમાં સ્નાન કરતી સુંદરી જોઈ, એકીટશે તે જોતો રહ્યો. કર્ણરાજ જાણે કે તેના રૂપમાં ખોવાઈ ગયો. તે સુંદરીએ સરોવરમાંથી એક કમળ તોડ્યું. આ કમળની દાંડી કાનમાં બુટિયાં પહેરતી હોય, તેમ ભરાવવા લાગી. પછી કમળની દાંડી દાંત વડે તોડવા લાગી. પછી એક કમળ તોડીને માથા પર મૂક્યું. કર્ણરાજ અને શાણ્કય જોતા જ રહ્યા. પેલી સુંદરીએ રાજકુમાર સામે જોયું અને દાસીઓ સાથે તે ચાલતી થઈ. કર્ણરાજ ઘોડા પર બેઠો. ઘોડા પાછા વાળ્યા. કર્ણરાજ આખા રસ્તે એક અક્ષર ન બોલ્યો. વારાણસી શહેરમાં બંને મિત્રો આવ્યા. કર્ણરાજ મહેલમાં ગયા. કોઈની સાથે એક અક્ષર ન બોલે, સૂનમુન બેસી રહે. ઊંડા વિચારમાં અટવાયા કરે. ખાવા-પીવાનું ઉંઘવાનું હરામતેને તો પેલી સુંદરી આંખ સામે તરવરતી હતી. કોઈની સાથે બોલે નહિ, વાત પણ ન કરે. રાજમહેલમાં બધા અકળાયા, પણ કર્ણરાજ પાસે જવાની કોઈ હિંમત ન કરે. છેવટે શાણ્કય કર્ણરાજ પાસે ગયો, એ તેનો જીગરજાન મિત્ર હતો, તેણે કર્ણરાજને પૂછ્યું :
આપણે સરોવર પાસે ગયા. બસ ત્યારથી તમો ઉદાસ છો. જાણે દુ:ખનો ડુંગર ઢળી પડ્યો, તમે કંઈક વાત કરો તો તેનો ઉપાય થાય.
પેલી સુંદરીતેના નામની ખબર નથી. તે ક્યાં રહે છે, તે કોઈ જાણતું નથી. તે સુંદરીને આ મહેલમાં કેવી રીતે લાવું ?’ કર્ણરાજ ખૂબ ધીમેથી બોલ્યો.
અહો, એમાં શું ? તે સુંદરીએ અમુક સંજ્ઞા કરી હતી. નિશાની આપી હતી. તે તમોને યાદ છે ? મેં એ નિશાની પરથી અર્થ તારવ્યો છે.
હેં ! ખરેખર ! તને નામ ઠેકાણું મળી ગયું ?’ કર્ણરાજના જીવમાં જીવ આવ્યો. આંખમાં એક ચમક દેખાઈ. તેણે શાણ્કયનો હાથ પ્રેમથી પકડ્યો. શાણ્કયને તે સુંદરીએ જે નિશાની કરી હતી, તેના પરથી અર્થઘટન કર્યું.

જુઓ, પહેલાં તેણે કાનમાં કમળ ધારણ કર્યું, તેનો અર્થ એમ થાય કે તે કર્ણાત્પલ રાજાના દેશમાં રહે છે. તેણે કમળની દાંડી દાંતમાં નાખી, એટલે તે દંતવૈદ્યની દીકરી છે. તેણે મસ્તક પર કમળ મૂક્યું, તેનો અર્થ એમ થાય કે તેનું નામ રુપમતી છે.કર્ણરાજ આ અર્થ સાંભળતા હતા. હર્ષ ઉલ્લાસમાં તેમણે શાણ્કયનો હાથ ચૂમી લીધો. શાણ્કયને તપાસ કરી, તો કલિંગદેશનો રાજા કર્ણાત્પલ હતો. તે રાજ્યના દંતવૈદ્ય રામપ્રસાદ અને તેમની પુત્રી તે રુપમતીજાણે ઈન્દ્રની અપ્સરા

કર્ણરાજ રુપમતીને મળવા વિહવળ બન્યો હતો. બીજે દિવસે શિકારનું બહાનું બતાવી તે જંગલમાં ચાલી નીકળ્યો. તેની સાથે શાણ્કય પણ હતો, બંને મિત્રો પૂરપાટ ઘોડા દોડાવતા હતા. તેમની સાથે સૈનિકો કે નોકર-ચાકર કોઈ ન હતા. જંગલ પાર કર્યું. બંને કલિંગ દેશમાં પહોંચ્યા. સંધ્યા ઢળતી હતી. ધીમે ધીમે અંધારું ઊતરતું હતું. રાત્રિના શહેરમાં પ્રવેશ કરવામાં જોખમ હતું. રાજ્યના સિપાઈ પૂછતાછ કરે. શહેરની બહાર એક નાનું મકાન હતું. ઝૂંપડા જેવું. બંને મિત્રો ત્યાં ગયા. બારીમાંથી જોયું, મકાનમાં એક વૃદ્ધ સ્ત્રી હતી. સાડલા પર સીત્તેર થીંગડાં…. ગરીબાઈમાં દિવસો વીતાવતી હતી. તેનું નામ હતું ગૌરી. બંનેએ બારણું ખટખટાવ્યું. ગૌરીએ બારણું ઉઘાડ્યું, શાણ્કયને વિનંતી કરી :
માજી, અમો મુસાફર છીએ, આજની રાત્રિ અહીં રહેવા દેશો ?’
હા ભાઈ…. ખુશીથી રહો, આ ઘર તમારું જ માનજો.ગૌરીએ બંનેને આવકાર આપ્યો. શાણ્કયને ઘોડાઓને બાંધ્યા. ઘાસ નીર્યું. પાણી પાયું. પછી ઓરડામાં બંને એક ખાટલા પર બેઠાં. શાણ્કયને વાતની શરૂઆત કરતાં કહ્યું :
માજી, આ નગરમાં રામપ્રસાદ દંતવૈદ્ય છે, તમે ઓળખો છો ?’
હા ભાઈ, હું તેના ઘરે જ કામ કરવા જાઉં છું. પણ મારા કપડાં ફાટ્યાં છે, ઘરમાં કાણી કોડી નથી, મારો દીકરો જુગારી-રખડુ છે, ઘરના વસ્ત્રો પણ વેચી નાખે છે. હું તો રુપમતીની કામવાળી છું. વસ્ત્રો નથી, એટલે હમણાંથી હું વૈદના મહેલમાં જતી નથી.ગૌરીએ વિગતથી વાત કરી. કર્ણરાજ મનમાં હરખાતો હતો. શાણ્કયને સફળતા માટે આનંદ હતો.

બીજે દિવસે સવારના શાણ્કયને ગૌરીને પૈસા આપ્યા. ગૌરી દોડતી બજારમાં ગઈ. નવાં વસ્ત્રો ખરીદી લાવી, રસોઈ માટે અનાજ-શાકભાજી લાવી. રસોઈ બનાવીને બંનેને જમાડ્યા. શાણ્કયને હળવેથી કહ્યું :
માજી, તમો તો અમારા બા જેવાં છો. અમારું એક કામ કરવાનું જેના બદલામાં અમે તમારી બધી મુશ્કેલીઓ દૂર કરીશું. તમારે રુપમતી પાસે જવાનું, તેને મળવાનું અને એકાંતમાં એમ કહેવાનું કે સરોવરના કિનારે રાજકુમાર મળ્યા હતા તે આ નગરમાં આવ્યા છે, આ સંદેશો આપવાનો છે.ગૌરીને શાણ્કયને પાંચ સોનામહોર આપી. તે તો ખુશખુશાલ થઈ ગઈ. ગૌરી તૈયાર થઈ અને દંતવૈદના મહેલ જવા રવાના થઈ. બંને મિત્રો ગૌરીના આવવાની રાહ જોતા રહ્યા. ચાતક પક્ષી મેઘની રાહ જુએ તેમ. ગૌરી રુપમતીને મળીને પાછી આવી. તે ઉદાસ હતી. દિવેલ પીધેલા જેવું મુખ. શાણ્કયને પૂછ્યું :
મા, શું સમાચાર લાવ્યાં ?’
ધૂળ…. મેં ખાનગીમાં રુપમતીને બોલાવી, રાજકુમારના આગમનના સમાચાર આપ્યા, તો ગાળો ભાંડવા લાગી. કપુરવાળો હાથ કરીને મારાં બંને ગાલ પર એક એક તમાચો ફટકાર્યો. જુઓ તેની આંગળીનાં નિશાન….’ ગૌરીએ આંગળીનાં નિશાન બતાવ્યાં. કર્ણરાજ નિરાશ થઈ ગયો. તેનો હેતુ સફળ ન થયો. શાણ્કયને તેને એક બાજુ બોલાવ્યો અને ખાનગીમાં કહ્યું :
મિત્ર, નિરાશ થવાની જરૂર નથી. રુપમતી હોંશિયાર અને ચતુર છે. તે સંજ્ઞાથી વાત કરે છે. મારી સમજ મુજબ તે એમ કહેવા માંગે છે કે હાલ અજવાળિયું છે એટલે દશ દિવસ સુધી મળી શકાશે નહિ. દશ દિવસ પછી અંધારિયું આવશે ત્યારે વાત……’

કર્ણરાજ પાસે સોનામહોરો હતી, તે બજારમાં વેચી દીધી. સીધું-સામાન લઈ આવ્યા. ગૌરી દરરોજ મિષ્ટાન બનાવે. સરસ રસોઈ બનાવે. આ બંને મિત્રો જમે અને આરામ કરે. દશ દિવસ વીતી ગયા. ગૌરીને ફરીથી રુપમતી પાસે મોકલી. આ સમયે રુપમતીએ ગૌરીને દબડાવી નહિ, ગૌરી પણ મુંગી મુંગી ઊભી રહી. રુપમતીના મુખ પર આનંદ હતો. પણ તેણે કંકુમાં આંગળી બોળી. ગૌરીની છાતી પર ચાર આંગળીનાં નિશાન કર્યાં. ગૌરી પાછી આવી. શાણ્કયને એ સંજ્ઞાનો અર્થ તારવ્યો અને કર્ણરાજને કહ્યું : આપણે સફળ થયા છીએ. ચાર દિવસ પછી રુપમતી મળવા માટે ખુશ છે.કર્ણરાજ આનંદમાં હતો, તે દિવસો ગણતો હતો. ત્રણ દિવસ પછી શાણ્કયને ફરી ગૌરીને મોકલી. રુપમતીએ ગૌરીને મીઠો આવકાર આપ્યો. તેની સાથે પ્રેમથી વાતો કરી. મિષ્ટાન પકવાન જમવા માટે આપ્યાં. આખો દિવસ ગૌરીને મહેલમાં રાખી. સાંજ પડી ને ગૌરીને ઘેર જવાની રજા આપી. એવામાં મહેલની બહાર શોરબકોર સંભળાયો. માણસો નાસભાગ કરતા હતા, મોટો કોલાહલ થઈ ગયો. લોકો બૂમો પાડીને કહેતા હતા : હાથી ગાંડો થઈ ગયો છે, લોકોને કચડી નાખે છેભાગો ભાગો….’ રુપમતીએ બૂમો સાંભળી. તેણે ગૌરીને કહ્યું : માજી, રસ્તા પર જશો નહિ. હાથીનો ભય છે. તમોને બારી વાટે બગીચામાં ઉતારું છું. દોરડાં બાંધેલો પાટલો છે. તેના પર બેસી જાઓ. નીચે બગીચામાં ઊતરશો, પછી સામે દિવાલ છે, ઝાડ પર ચઢીને દીવાલ પર ચઢી જજો. ત્યાંથી નીચે ઊતરીને અંધારું થાય એટલે ઘેર જજો.ગૌરીને એક પાટલા પર બેસાડી દોરડા વડે બગીચામાં ઉતારી. તે દીવાલ કૂદીને ઘેર પહોંચી. ગૌરીએ રાજકુમાર અને શાણ્કયને બધી વાત કરી. કર્ણરાજને આશ્ચર્ય થતું હતું. રુપમતીએ કોઈ સંજ્ઞા આપી ન હતી.

શાણ્કય ખુશમાં હતો. તેણે કહ્યું : તમારું કાર્ય સફળ થયું છે. રુપમતીએ યુક્તિપૂર્વક તમોને રસ્તો પણ બતાવી આપ્યો છે. આજે રાત્રિના તમારે તેના મહેલમાં જવાનું, ગૌરી જે રસ્તે આવી હતી તે રસ્તે જ.કર્ણરાજ શાણ્કયની બુદ્ધિ પર ફિદા થયો. રાત્રિના તે રુપમતીના મહેલ તરફ ગયો. દીવાલ કૂદીને બગીચામાં બારી પાસે નીચે ઊભો રહ્યો. બારી પાસે એક પાટલો હતો. પાટલાની ચારે તરફ દોરડું બાંધેલું. કર્ણરાજ આ પાટલા પર બેઠો. રુપમતીની દાસીઓએ દોરડું ખેંચ્યું. કર્ણરાજ મહેલમાં પહોંચી ગયો. રુપમતી કર્ણરાજને જોઈને ખુશ થઈ. તેને ભેટી પડી. બીજે દિવસે ગુપ્ત રીતે ગાંધર્વ વિધિથી લગ્ન થયાં. કર્ણરાજ મહેલમાં રહેતો હતો. રુપમતી સાથે આનંદમાં દિવસો વિતાવતો હતો. શાણ્કય ગૌરીની ઝૂંપડીમાં રહેતો હતો. કર્ણરાજને પોતાના મિત્રની યાદ આવી. તેણે રુપમતીને કહ્યું :
મારી સાથે મારો દિલોજાન મિત્ર છે. ગૌરીના ઘેર રહે છે. તે મારા પ્રધાનનો પુત્ર છે. અમારી મૈત્રી અતૂટ છે. હું તેને મળવા જાઉં છું.રુપમતી વિચારમાં પડી, ગાલ પર હાથ રાખીને બેઠી, પછી પૂછ્યું :
ઘણા દિવસથી એક વાત તમને પૂછવી હતી. હું જે સંજ્ઞા સંકેતો કરતી હતી, તે તમે સમજતા હતા કે તમારો આ મિત્ર સમજતો હતો ?’
કર્ણરાજ ભોળો હતો. તેણે સાચી વાત સ્પષ્ટ કહી દીધી : તારી સંજ્ઞા હું કાંઈ સમજતો નહોતો. તેનો ઉકેલ-રહસ્ય તો મારો આ મિત્ર કહેતો હતો.રુપમતીએ દાંતમાં હોઠ દબાવ્યો. તેના મનમાં કપટ હતું, પણ ભોળપણનો દેખાવ કરતાં બોલી :
આ વાત તમારે પહેલાં કહેવી જોઈતી હતી. તમારો મિત્ર તે મારો ભાઈ થાય. તમે એને મળવા જાઓ એના કરતાં મારે એને મહેલમાં બોલાવવો જોઈએ. એનું સ્વાગત કરવું જોઈએ. આજે હું તેમના માટે ખાસ મિષ્ટાન મોકલીશ. આવતી કાલે તેમને મહેલમાં બોલાવીશ.રુપમતી રસોડામાં ગઈ. રસોઈની સૂચના આપી. કર્ણરાજ પાછળના રસ્તેથી તેના મિત્રને મળવા ઉપડી ગયો. બંને મિત્રો ઘણા સમયે એકબીજાને મળ્યા. ભેટી પડ્યા. પછી વાતે વળગ્યા. પ્રતાપસિંહે મિત્રને બધી વાત કહી. રુપમતીએ સંજ્ઞા વિષે વાત કરી હતી તે પ્રતાપસિંહે શાણ્કયને કહ્યું. શાણ્કય વિચારીને બોલ્યો : તેં મારું નામ આપ્યું તે બરાબર ન કર્યું.

સાંજ પડી. રુપમતીના મહેલમાંથી એક દાસી શાણ્કય માટે ભોજનનો થાળ લાવી હતી. તેમાં ભાતભાતની સ્વાદિષ્ટ મિઠાઈઓ હતી. ફરસાણ હતાં અને તમતમતાં શાક હતાં. દાસીએ કર્ણરાજને કહ્યું :
ભોજન કરવા માટે રુપમતી આપની રાહ જુએ છે. આ થાળીમાંથી આપે જમવાનું નથી. આ પકવાન તો તમારા મિત્ર માટે છે.દાસી થાળી મૂકીને ચાલતી થઈ. શાણ્કય સામે પકવાનનો થાળ પડ્યો હતો. તેણે થોડીક વાર વિચાર કર્યો પછી તેણે કર્ણરાજને કહ્યું : મહારાજ, હું આપને એક ચમત્કાર બતાવું…. અજબનું કૌતુક….’ એમ કહી તેણે એક કૂતરાને પાસે બોલાવ્યો. થાળીમાંથી થોડુંક ભોજન કૂતરાને આપ્યું. કૂતરાએ ખાધું, તરફડીને તુરત મૃત્યુ પામ્યો. કર્ણરાજ આશ્ચર્યથી આ જોઈ રહ્યો. કર્ણરાજ મૂંઝવણ અનુભવતો હતો. તે બોલ્યો :
આમાં મને કાંઈ ન સમજાયું
જુઓ, રુપમતી તમને ખૂબ ચાહે છે. તમોએ સંકેતની વાત કરી, તેથી તે જાણી ગઈ કે આપણી મૈત્રી અતૂટ છે. તેને મનમાં ડર છે કે કોઈ દિવસ તેને છોડીને તમો મારી સાથે દેશમાં ચાલ્યા જશો, એટલે વચ્ચેથી એ મારો કાંટો કાઢી નાખવા માંગે છે. મને મારી નાખવા માંગે છે તેથી પકવાનમાં ઝેર નાખ્યું છે.કર્ણરાજ તો ગુસ્સે થઈ ગયો. રુપમતીની ખબર લઈ નાખવા તૈયાર થયો. શાણ્કયને તેને શાંત પાડતાં કહ્યું :
મહારાજ, કોઈ કામ ઉતાવળથી ન કરવું, શાંત ચિત્તથી વિચાર કરવો. રુપમતી આપણા દેશમાં આવવા તૈયાર થાય તેમ જણાતું નથી, તે માટે યુક્તિ કરવી પડશે.બંને મિત્રો વાતો કરતા હતા. બહાર શોરબકોર થવા લાગ્યો. લોકો રડવા લાગ્યા. દુકાનો ટપોટપ બંધ થતી હતી. આખા નગર પર શોકનું વાદળ છવાયું. શાણ્કયને બહાર આવીને તપાસ કરી તો જાણવા મળ્યું, કે ઉત્પલ દેશના રાજાનો કુંવર મૃત્યુ પામ્યો છે, તેથી રાજ્યમાં શોક છવાયો હતો. શાણ્કયને નવો વિચાર આવ્યો, તેણે રાજા કર્ણરાજને કહ્યું : હવે હું કહું તે પ્રમાણે તમારે કરવાનું છે. તમો રુપમતીના મહેલમાં જાઓ, રાત્રિના ઘેનની આ પડીકી પાણી સાથે તેને પાઈ દેજો એટલે રુપમતીને ઘસઘસાટ ઊંઘ આવશે. તમે એના દાગીના લઈ લેજો, તેના પગ પર લાલચોળ ધગધગતા નાના ચીપીયાનો ડામ દેજો. પછી ચૂપચાપ પાછળના દરવાજેથી અહીં આવતા રહેજો, પછીનું કામ હું સંભાળી લઈશ.શાણ્કયને કર્ણરાજને સમજણ આપી, અને વિદાય કર્યો. કર્ણરાજ મહેલમાં આવ્યો. રુપમતીને શંકા ન જાય તે રીતે વહાલથી વાતો કરી, ખૂબ પ્રેમ બતાવ્યો. રાત્રિના છાનામાના ઘેનની પડીકી આપી. સોના-ચાંદીના દાગીના લીધા અને મહેલમાંથી નીકળી ગયો. તે શાણ્કયને મળ્યો.

શાણ્કય બોલ્યો : આપણી યોજના હવે સફળ.અને પછી બંનેએ સાધુનો વેશ ધારણ કર્યો. શાણ્કય સાધુ મહારાજ અને કર્ણરાજ તેનો શિષ્ય. બંને ચાલી નીકળ્યા. એક સ્મશાનમાં જઈને બેઠા. પછી શાણ્કયને કર્ણરાજને કહ્યું : તમારે આ હીરાનો હાર લઈને શહેરમાં જવાનું છે. આ હાર વેચવાનો છે, પણ તેની કિંમત ખૂબ વધારે કહેજો, જેથી કોઈ ખરીદે નહિ. હાર બધા જોઈ શકે તેમ હાથમાં રાખજો. સિપાઈ તમને પકડે તો તમારે એટલું કહેવાનું કે મારા ગુરુએ આ હાર વેચવા આપ્યો છે, બીજી મને કાંઈ ખબર નથી.કર્ણરાજ સાધુના વેશે બજારમાં આવ્યો, તેના હાથમાં હીરાનો હાર હતો. રુપમતીના ઘરમાં ચોરી થઈ એટલે તેના પિતા રામપ્રસાદ દંતવૈદે રાજ્યમાં ફરિયાદ કરી હતી. સૈનિકો શોધખોળ કરતા હતા. કર્ણરાજના હાથમાં હીરાનો હાર જોયો. સૈનિકોએ તેને પકડ્યો. તેને ન્યાયાધીશ સમક્ષ લઈ ગયા. પ્રતાપસિંહે બે હાથ જોડીને કહ્યું : આ હારની મને ખબર નથી, મારા ગુરુએ મને હાર વેચવા મોકલ્યો છે. મારા ગુરુ સ્મશાનામાં ધૂણી ધખાવીને બેઠા છે.ફોજદાર, ન્યાયાધીશ અને અધિકારીઓ તુરત સ્મશાનમાં ગુરુ પાસે ગયા. બધાએ ગુરુને વંદન કર્યા અને પૂછ્યું :
ગુરુદેવ, આ હાર આપની પાસે કેવી રીતે આવ્યો ?’ શાણ્કય સાધુનો ઢોંગ કરતો હતો. તે આંખ બંધ કરીને સમાધિમાં હતો, તેણે આંખ ખોલી બધાની સામે જોયું અને કહ્યું :
સાંભળોઅમે તો સાધુસ્મશાનમાં રહીએ છીએ. કાલે રાત્રિના એક ડાકણ આવી હતી. તેની સાથે રાજાનો કુંવર હતો. તેણે રાજાના કુંવરને મારી નાખ્યો એટલે મને ક્રોધ ચડ્યો. મેં તેના પગ પર ચીપિયાનો ડામ દીધો અને તે નાસી ગઈ. પણ નાસતા નાસતા એના ગળાનો હાર મારા હાથમાં આવી ગયો. મારે આ હારની કોઈ જરૂર નથી તેથી તે વેચવા મોકલ્યો.

ફોજદાર અને અધિકારીઓ શહેરમાં આવ્યા. ફોજદારે રાજાને વાત કરી. રાજાએ વિચાર કર્યો કે આ હાર તો રુપમતીનો છે તો પછી એણે જ કુંવરનો ભોગ લીધો હશે. રાજાએ એક દાસીને બોલાવી અને હુકમ કર્યો : તું દંતવૈદના ઘેર જા, તેની પુત્રી રુપમતીના પગ પર ચીપિયાનો ડામ છે કે નહિ તે જાણી લાવજે.દાસી તુરત ઉપડી અને તપાસ કરી તો રુપમતીના પગ પર નિશાન હતું. દાસીએ રાજાને બધી વાત કરી. રાજા ખૂબ રોષે ભરાયો. તેને ખાત્રી થઈ કે આ રુપમતી જ ખરાબ છે. એણે જ મારા કુંવરને મારી નાખ્યો. રાજાએ તરત પેલા સાધુ બનેલા શાણ્કય પાસે જઈને કહ્યું કે :
આ સ્ત્રી એ જ મારા કુંવરને માર્યો છે. બોલો એને શી સજા કરવી ?’
તે છોકરીને દેશનિકાલ કરો.શાણ્કયને કહ્યું. રાજાએ રુપમતીને નગરમાંથી કાઢી નાખવાનો હુકમ કર્યો. સૈનિકોએ રુપમતીને પકડી તેને એકલી જંગલમાં છોડી મૂકી.

રુપમતી એક ઝાડ નીચે જંગલમાં બેઠી હતી, રડતી હતી ચોધાર આંસુએ. મનમાં વિચારતી હતી કે આ બધી કરામત શાણ્કયની છે. કર્ણરાજ અને શાણ્કયને સાધુનો વેશ ઉતારી નાખ્યો. ઘોડા પર બેસીને જંગલમાં આવ્યા. રુપમતીને શોધી કાઢી. પ્રતાપસિંહે તેને આશ્વાસન આપ્યું. દિલાસો આપ્યો. પછી ઘોડા પર બેસાડી, પોતાના નગર વારાણસી તરફ ચાલતા થયા. વારાણસી આવ્યા. ધામધૂમથી બંનેનાં લગ્ન થયાંઆનંદથી રહેવા લાગ્યાં. પુત્રીને દેશનિકાલ કરી, જંગલમાં એકલી છોડી દીધી તેથી તેના પિતા રામપ્રસાદને ખૂબ આઘાત લાગ્યો. તેઓ વિચારમાં ખોવાયા કે રુપમતીને જંગલી પશુઓ ખાઈ ગયા હશે તો ? રામપ્રસાદ ભાંગી પડ્યા. તેમનાથી આ આઘાત સહન ન થયો અને મૃત્યુ પામ્યા. તે પછી તેમની પત્ની પણ તેમની પાછળ મૃત્યુ પામી.

વૈતાળ વિક્રમના ખભા પર બેઠો હતો. વાર્તા પૂરી કરતાં વૈતાળ બોલ્યો : વિક્રમ…. આ વાર્તામાં મારા મનમાં એક શંકા રહે છે. આ વાર્તામાં રામપ્રસાદ અને તેમની પત્ની મૃત્યુ પામ્યાં, તેમાં કોણ જવાબદાર…. ? શાણ્કય, કર્ણરાજ, ઉત્પલનો રાજા કે રુપમતી ? ચારમાંથી કોણ જવાબદાર ? તું સત્ય જાણતો હોવા છતાં નહિ બોલે તો તારા મસ્તકના ટુકડે ટુકડા કરી નાખીશ.

રાજા વિક્રમ સત્યવક્તા હતો. તે ચૂપ ન રહી શક્યો. મૌન રહે તો મૃત્યુનો ભય હતો. તે બોલ્યો : રામપ્રસાદ અને તેની પત્નીના મૃત્યુ માટે સાચો જવાબદાર કર્ણોત્પલનો રાજા છે. શાણ્કય, કર્ણરાજ અને રુપમતી નિર્દોષ છે. શાણ્કયને જે કામ કર્યું તે મિત્રના કલ્યાણ માટે કર્યું હતું. કર્ણરાજ અને રુપમતી પ્રેમમાં આંધળાં બન્યાં હતાં. હંસ ડાંગર ખાઈ જાય, તેમાં કાગડાનો શો દોષ ? રાજા કર્ણોત્પલ નીતિશાસ્ત્ર જાણતો ન હતો. તેણે ગુપ્તચરો મારફતે તપાસ કરાવવી જોઈતી હતી. સાચી હકીકત જાણવી જોઈતી હતી. રાજાએ તેમ નથી કર્યું, તે પોતાનો ધર્મ ચૂક્યો છે અને રુપમતીને શિક્ષા કરી છે. એટલે રામપ્રસાદ અને તેની પત્નીના મૃત્યુનું કારણ રાજા જ છે.

વિક્રમનો જવાબ વૈતાળે સાંભળ્યો, તેણે અટ્ટહાસ્ય કર્યું અને બોલ્યો : રાજા વિક્રમ, તું હોંશિયાર અને બુદ્ધિશાળી છે. મને ખબર હતી કે તું બોલ્યા વિના નહીં રહે. પણ તેં શરતનો ભંગ કર્યો છે…. એટલે હું જાઉં છું…’ અને શબ આકાશમાં સડસડાટ ઊડવા લાગ્યું. રાજા વિક્રમ ખુલ્લી તલવાર લઈને તેને પકડવા દોડ્યો
[‘વિક્રમ અને વૈતાળની વાતોપુસ્તકમાંથી સાભાર.]


Share:

બ્લોગ ની લિંક

https://dharmeshrakholiya.blogspot.com/

લોકપ્રિય પોસ્ટ્સ

Powered by Blogger.

કુલ મુસાફરો

Search This Blog

ઇ પેપર સંદેશ

અનુવાદ

Recent Posts