તમે જયારે પણ પેન ડ્રાઈવ કમ્પ્યુટરમાં નાખો છો એટલે ઓટોમેટિક એ સ્ક્રીન બોક્સ આવી જાય છે ત્યાં તમે ” OK “ ને બદલે ” CANCEL “ ક્લિક કરો ત્યાર બાદ ” START “ પર ક્લિક કરી ” RUN “ માં જઈ “CMD” ટાઇપ કરો પછી ( યુ.એસ.બી ડ્રાઈવની જે ડ્રાઈવ હોય તે ટાઇપ કરો ) અને પછી (dir /w/a) ટાઇપ કરી એન્ટર પ્રેસ કરો આ પછી નીચે મુજબની એક પણ ફાઈલ દેખાય છે કે નહિ. તે જુઓં………………………..
autorun.inf
ravmon.exe
new folder.exe
svchost.exe
heap41a
અથવા આ સિવાય પણ અન્ય કોઈ શંકાશીલ ફાઈલ.
જો આમાંથી એક પણ ફાઈલ દેખાય તો સમજવું કે પેન ડ્રાઈવ માં વાયરસ છે. હવે Command prompt માં જ -r -a -s -h *.* ટાઇપ કરો જે (Read only, Archive, system, Hidden file) ના એટ્રીબ્યુટસ્ ડીલીટ કરી નાખશે. હવે આ ફાઈલો ને ડીલીટ કરવાનો વારો. ત્યાં del filename આ રીતે ટાઇપ કરો ઉદા. તરીકે delRevmon.exe બસ, આ રીતે ઉપરોક્ત દરેક ફાઈલને તેમજ જેના પર શંકા જતી હોય તેને ડીલીટ કરી નાખો હવે એન્ટી વાયરસ દ્રારા સેફ સાઇડ માટે પેન ડ્રાઈવ સ્કેન કરાવીને ખાતરી કરી લો કે વાયરસ છે કે નહિ