• This is default featured slide 1 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 2 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 3 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 4 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 5 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

માઈક્રોસોફ્ટમાં કામ કરતી વખતે માઉસને બદલે કેટલાક શોર્ટકટનો ઉપયોગ કરીને કેવી રીતે સમય બચાવી શકાય તે જોઈએ.

                    


                 અન-ડુ ફંક્શન અને કી (ctrl+z) વિષે ઘણા બધા લોકો જાણતા હોય છે. પણ શુ તમે જાણો છો કે વર્ડમાં છેલ્લી એકશ્ન રિપીટ પણ થાય છે? છેલ્લે કરેલું કામ, જેમ કે પેરેગ્રાફ સ્પેસીંગ, રિપીટ કરવા માટેનો શોર્ટકટ છે F4 ફંક્શન કી.
ટાઈપ કરતા જ્યારે કોઈ અક્ષરને સુપર સ્ક્રીપ્ટ કે સબસ્ક્રીપ્ટ કરવાની જરૂર પડે તો..
સુપરસ્ક્રીપ્ટ માટે જે અક્ષરોને સુપરસ્ક્રીપ્ટ કરવા હોય તે સિલેક્ટ કરીને Ctr + = કી દબાવો. (Ctrl કી દબાવેલી રાખીને = કી દબાવો.)
સબસ્ક્રીપ્ટ માટે જે અક્ષરોને સબસ્ક્રીપ્ટ કરવા હોય તે સિલેક્ટ કરીને Ctr + shift + = કી દબાવો. (shift અને Ctrl કી દબાવેલી રાખીને = કી દબાવો.)

                     સિલેક્ટ કરેલી ટેક્સ્ટની ફોન્ટ સાઈઝ બદલવા માટે Ctrl+Shift ની સાથે & p (વધારવા)  અથવા < (ઘટાડવા) દબાવો.
સોફ્ટ પેરેગ્રાફ ટેક્સ્ટ જ્યારે આપણે Enter કી દબાવીએ ત્યારે વર્ડ નવો પેરેગ્રાફ શરૂ કરે છે. આની મુશ્કેલી બુલેટેડ કે નંબર્ડ લીસ્ટમાં પડે છે, જ્યારે આપણે આગામી શબ્દો નવી લાઈનમાં ટાઈપ કરવા હોય પણ વર્ડ એને નવો ટોપીક ગણીને નવું બુલેટ કે નંબર આપી દે છે. આવું ન થાય ત્યારે Enter કી એકલી ન આપતાં Shift + Enter દબાવો. આમ કરવાથી આગામી ટેક્સ્ટ નવી લાઈનમાં જશે પણ વર્ડ એને નવો પેરેગ્રાફ નહિ ગણે.
ટાઈપ કરી નાખ્યા પછી ખ્યાલ આવે કે કેપીટલના બદલે લોઅર કેસ(સ્મોલ)માં ટાઈપ થઈ ગયું છે. તો ફરીવાર ટાઈપ કરવાની મહેનત કરવાના બદલે ટેક્સ્ટને સિલેક્ટ કરીને Shift + F3 દબાવો. આ કી કોમ્બિનેશનથી સિલેક્ટેડ ટેક્સ્ટની કેસ બદલાય છે. એકવાર દબાવવાથી Title Case, બીજીવારે UPPER CASE અને ત્રીજીવાર દબાવવાથી lower case થશે.
કોઈપણ શબ્દને સિલેક્ટ કરવા માટે તેના પર માઉસથી ડબલક્લિક કરો. આખો પેરેગ્રાફ સિલેક્ટ કરવા માટે તેની પર ટ્રીપલ ક્લિક કરો.
ક્યારેક એવું બને કે કોઈ બે શબ્દોની વચ્ચે સ્પેસ આપવી જરૂરી હોય પણ તેને આપણે એક જ લાઈનમાં સાથે રાખવા માગતા હોઈએ પણ તે લાઈનના છેડે હોઈ આપોઆપ એક શબ્દ પહેલી લાઈનમાં અને બીજો શબ્દ નવી લાઈનમાં જતો રહે. આવે વખતે Ctrl + Shift + Space આપવાથી નોન-બ્રેકીંગ સ્પેસઆવશે જે શબ્દોને છૂટા નહિ પડવા દે.
અને છેલ્લે
                          ક્યારેક એવું બને છે કે વર્ડમાં કામ કરતી વખતે અચાનક તે જ ડોક્યુમેન્ટમાં અન્ય કોઈ જગ્યાએ જઈને ફોરમેટ બદલવાની જરૂર પડે. તમે એ નવી જગ્યાએ ક્લિક કરો છો, જરૂરી ફેરફાર કરો છો અને હવે તમારે પાછા જ્યાં મુળ કામ કરતા હતા તે જગ્યાએ કર્સર પાછું લઈ જવું છે. શોધવાની જરૂર નથી. માત્ર Shift + F5 કર્સરને તમે જ્યાં પહેલા કામ કરતા હતા ત્યાં લઈ જશે. હજુ વધુ પાછા જવા એ જ કીઝ ફરીવાર દબાવો.

કેવું લાગ્યું તે જણાવશો તો આભારી થઈશ. આ સિવાય આપને કેવી પોસ્ટ ગમશે એ પણ કહેતા રહેશો તો વધુ મજા આવશે.
Share:

ફ્રી માં.in ડોમેઈન અને હોસ્ટીંગ


આજ નો અટક ચારો કઈક એમ છે ..કે ગુગલ ને આઈસીઆઈસી બેંક બન્ને સાથે મળી ને એક હોસ્ટીંગ કંપની સાથે મળી ને .ઇન ડોમેઈન અને હોસ્ટીંગ મફત માં આપે છે. વેપારી સાઈટ બનવા માટે .એટલે જો તમારે પણ તમારી પોતાની સાઈટ બનાવી હોઈ તો ફ્રી માં બનવી શકો છો . આમાં પાછાડ કોઈ નું બીજા નું નામ નહિ લાગે જેમ કે આપડે wordpress માં બનાવી તો એનું નામ લાગે ને blogspot માં બનાવી તો એનું નામ લાગે જેમ કે https://dharmeshrakholiya.blogspot.com/ બને …
પણ તમારે dharmeshrakholiya .in આવી સાઈટ બનાવી હોઈ તો ડોમેન નામ ના પૈસા આપવા પડે ને હોસ્ટીંગ ના પણ ..પણ આ નવા ગુગલ ને આઈસીઆઈસી બેંક પ્રોગ્રામ માં મફત માં ડોમેન નામ મળી જાશે .હા પણ આ સુવિધા માટે હાલ માં તો કઈ પૈસા લેતા નથી પણ એક વરસ પછી આપવા ની તીયારી રાખવી ને આ સુવિધા માટે તમારી પાસે પાન (PAN NO ) હોવા જરૂરી છે .આ માટે ની સાઈટ છે ..http://www.indiagetonline.in/ આ સાઈટ પર જઈ ને તમે ફોર્મ ભરી ને પછી તમારા ઈ-મેલ માં password ને બધી માહિતી આવી જાશે ….
Share:

કટાક્ષમય રમુજી બનાવ (story)

             


               એક વાર એક ગામમાં એક માણસ આવ્યો. તેણે ગામવાસીઓને કહ્યું કે તેને વાંદરાઓ પકડવા છે. પ્રત્યેક વાંદરા  પાછળ તે ગામવાસીઓને ૧૦ રૂપિયા આપશે. ગામવાળા તો ખુશ થઇ ગયા અને નજીકના જંગલમાં જઈને વાંદરાઓ પકડવા લાગ્યા. વાંદરા પકડવા માટે ગામવાળાઓમાં તો જાણે સ્પર્ધાજ જામી ગયી. દરેક જણ વાંદરાઓ પકડતા અને તે માણસ દરેક વાંદરા પાછળ ૧૦ રૂપિયા આપતો. અમુક દિવસ પછી ગામવાસીઓને ઓછા વાંદરા મળવા લાગ્યા ત્યારે પેલા માણસે ગામવાસીઓને કીધુ કે હવે તે એકવાંદરા પાછળ વીસ રૂપિયા આપશે.ગામવાસીઓ બાજુના જંગલમાંથી વાંદરાઓ લાવ્યા અને પ્રત્યેકવાંદરા પાછળ વીસ રૂપિયા વસુલ કર્યા. થોડા દિવસ પછી તે માણસે"પ્રત્યેક વાંદરા પાછળ ત્રીસરૂપિયા આપીશ"એમ કહ્યું અને બહુ ઓછા વાંદરા ખરીદયા કારણ કે
               ગામવાસીઓને વાંદરા મળતાજ નહોતા. હવે હું વાંદરા પચાસ
રૂપિયામાં ખરીદીશ એમ કહીને પેલો માણસ વાટ જોવા લાગ્યો.ગામવાસીઓ તેને
વાંદરા આપી શક્યા નહિ ત્યારે તેને કહ્યું કે, "હું થોડા દિવસ માટે નજીકના શહેરમાં જઈને આવું છું, ત્યાં સુધી જો તમને વાંદરાઓ મળે તો મારા મદદનીશ પાસે
જમા કરજો અને તેની પાસેથી પૈસા લઇ લેજો... તે માણસ શહેરમાં ગયા પછી તેનામદદનીશે ગામવાસીઓને કહ્યું કે જો તમને વાંદરાઓ મળતા ના હોય તો હું જે
વાંદરાઓ જમા થયા છે, તે તમને ૩૫ રૂપિયામાં આપીશ, અને પછી મારો શેઠ શહેરથી આવ્યા પછી તે જ વાંદરાતમે ૫૦ રૂપિયામાં તેને વેચી શકો છો.
એટલે તમને એક વાંદરા પાછળ ૧૫ રૂપિયાનો ફાયદો થશે. ગામવાસીઓને આ યોજના ગમી ગયી અને તેઓએ શકય હોય ત્યાંથી પૈસા ઉધાર લઇને પણ ૩૫
રૂપિયામાં વાંદરા ખરીદવા લાગ્યા. બધા વાંદરા વેચીને પેલો મદદનીશ શહેરમાં ગયો. એનાપછી ગામવાસીઓને પેલો માણસ દેખાયો નહિ અને એનો મદદનીશ પણ. પણ પુરા ગામમાં ફક્ત વાંદરાઓ દેખાવા લાગ્યા.
Share:

તબેલાનું દરેક કામ ઓટોમેટિક મશીનથી


- ભારત દેશની અનેક ખાસીયતોમાં પશુપાલન કરવાની પણ એક ખાસીયત રહી છે. એમાંય ગુજરાતમાં તો લગભગ બધા ગામમાં પશુપાલનનો વ્યવસાય લોકોએ શરૂ કરી દીધો છે. પહેલાના જમાનામાં લોકો માત્ર પશુઓને પોતાની જરૂરીયાત માટે રાખતા ત્યારે હવે લોકો આને મોટો વ્યવસાય માની પશુઓના દૂધ, ખાતર વગેરેમાંથી એક બિઝનેસમેનની જેમ કમાણી કરી લે છે.

ભારતની વર્ષો જૂની પશુપાલનની પરંપરા સાથે જોડાયેલા રહીને આધુનિકીકરણ કરવા એક સાહસિક ગુજરાતીએ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યાં બાદ અફકોર્સ કોઈ સારી લાઈન લઈને નોકરીએ લાગી જાય પણ ગુજરાતના આ સાહસિકે તો પોતાની સૂઝથી અલગ જ ચીલો પાડ્યો અને તૈયાર કર્યો હાઈટેક તબેલો. તબેલાને સફળતાપૂર્વક ચલાવ્યા પછી એક કંપનીને સોંપી દીધો અને પોતે હવે એવો બીજો તબેલો તૈયાર કરવાની તૈયારી કરી રહ્યાં છે. આ સાહસિક માણસ કહે છે, હું પશુપાલન અને દૂધ ઉત્પાદનમાં આધુનિક ટેક્નોલોજી જોડવા માગું છું.

પશુપાલન વડે પણ ઉત્તમ નાણા મેળવી શકાય તે વાત સાબિત સાર્થક કરતા આ માણસે પોતાની સૂઝને આધારે તૈયાર કરેલા આ હાઈ-ટેક ડેરી ફાર્મમાં 1000 ગાયો હોવા છતાં ગાયોને સંભાળ, દૂધ ઉત્પાદન, એડમિશનિસ્ટ્રેશન અને માર્કેટિંગ સહિતની તમામ કામગીરી માટે માત્ર 22 માણસોને સ્ટાફ કામ કરતો હતો.

પશુપાલન અને દૂધનો (ડેરી) વ્યવસાય આપણે ત્યાં સદીઓ જૂનો છે. મહાભારતના કૃષ્ણ જ્યાં જન્મ્ય તે ગોકુળ ગામના લોકો પશુપાલન અને દૂધ તથા દહીં, માખણ, ઘી વગેરેનો જ વ્યવસાય કરતાં હતાં. ગુજરાતમાં આણંદ ખાતે ડો. કુરિયને દૂધ ઉપ્તાદન કરતાં લોકોની મંડળીઓ બનાવીને તેમને સંગઠિત કરીને અમૂલ ડેરીની સ્થાપના કરી તેથી શ્વેત ક્રાંતિ થઈ હતી. અમૂલમાં દૂધને પ્રોસેસ કરવા, પેક કરવા, વિવિધ ઉત્પાદનો બનાવવા અત્યાધિનુક મશીનો કામે લગાડવામાં આવ્યાં હતાં, પરંતુ પશુપાલન અને દૂધ દોહવાનું કામ તો ઘરઘરાક લોકો દ્વારા પરંપરાગત રીતે હાથથી જ કરવામાં આવતું હતું.

Divya Bhaskar
Share:

તમે YouTube થી સીધા ડાઉનલોડ કરવા માંગો છો

           

           તમે YouTube થી સીધા ડાઉનલોડ કરવા માંગો છો, તો તમે માત્ર વેબ એડ્રેશ માં youtube.com ની જગ્યાએ ssyoutube.com કરી ને એન્ટર કરો. 
(ફક્ત YouTube પહેલાં ss ઉમેરો, દાઃતઃ http://www.youtube.com/watch?v=0SCL7H6lniE ને ડાઉનલોડ કરવુ હોય તો 
Share:

ધડાધડ જાતે બનાવો વેબસાઇટ

અચ્છા, તો તમને પણ વેબસાઇટ બનાવવાની ઇચ્છા જાગી છે? છતાં, પ્રયાસ કરવો હોય તો? સૌથી સહેલો રસ્તો તમારો બ્લોગ બનાવવાનો જ છે (ઇમેઇલ એકાઉન્ટ ખોલાવો એટલી સહેલાઇથી તમે (www.wordpress.com) કે (www.blogger.com) પર જઈને તમારો બ્લોગ બનાવી શકો છો.
આ બંને સૌથી લોકપ્રિય સર્વિસ છે. તેમાં તમારી સાઇટના એડ્રેસમાં (www.yourname.wordpress.com) જેવું નામ ચલાવી લો તો બંને સર્વિસ મફત છે. તમારું પોતાનું ડોમેઇન એડ્રેસ હોય તો બ્લોગર પરના બ્લોગને એ એડ્રેસ પર રીડાઇરેક્ટ કરવાની સુવિધા મફત છે, વર્ડપ્રેસ પર એ સગવડ મેળવવાનું કામ થોડી મહેનત અને જાણકારી માગી લે છે. તેમ, કમાણીના મૂળ રસ્તા જેવી ગૂગલની એડસેન્સ સેવા બ્લોગરમાં ઇનેબલ કરવી સહેલી છે, વર્ડપ્રેસમાં થોડી મુશ્કેલ છે.
સૌથી પહેલાં, તમારી પસંદનું યુઝરનેમ અને પાસવર્ડ નક્કી કરીને સાઇટમાં તમારું એકાઉન્ટ ખોલાવો. પછી, જેમ ઇમેઇલમાં કમ્પોઝ ન્યૂ મેઇલનું બટન પ્રેસ કરીને નવો ઇમેલ લખો તેમ અહીં વારાફરતી જુદા જુદા વિકલ્પ પસંદ કરીને તમારી સાઇટ બનાવી શકો છો. ઇન્ટરફેસ ખરેખર સરળ છે. સાઇટમાં લખાણ મૂકવું છે, ફોટો મૂકવો છે, ફોટો બદલવો છે... જે
ઇચ્છો તે તમે ફક્ત ડ્રેગ એન્ડ ડ્રોપ એડિટરની મદદથી કરી શકો છો. ઈંગ્લિશ વાંચીને સમજતાં અને માઉસ ચલાવતાં આવડે તો અહીં તમે વેબસાઇટ બનાવી શકો છો. સૌથી સારી વાત એ છે કે અહીં મફત વર્ઝનમાં ફક્ત અમુક જ પેજ કે સાઇઝની વેબસાઇટ જેવી કોઈ મર્યાદા નથી. ફક્ત, ઓડિયો પ્લેયર કે વિડિયો કે કોઈ ડોક્યુમેન્ટ એમ્બેડ કરવું હોય તો તમારે પૈસા ખર્ચીને પ્રોએકાઉન્ટ ખોલાવવું પડશે.

આ સાઇટ તમારી વેબસાઇટ પર ધરાર, તેની મરજીની એડનો મારો પણ કરતી નથી. હા, તમે ઇચ્છો તો ગૂગલ એડસેન્સની સર્વિસ ચાલુ કરીને કમાણી ચાલુ કરી શકો છો.
Share:

બ્લોગ ની લિંક

https://dharmeshrakholiya.blogspot.com/

લોકપ્રિય પોસ્ટ્સ

Powered by Blogger.

કુલ મુસાફરો

Search This Blog

ઇ પેપર સંદેશ

અનુવાદ

Recent Posts