કટાક્ષમય રમુજી બનાવ (story)

             


               એક વાર એક ગામમાં એક માણસ આવ્યો. તેણે ગામવાસીઓને કહ્યું કે તેને વાંદરાઓ પકડવા છે. પ્રત્યેક વાંદરા  પાછળ તે ગામવાસીઓને ૧૦ રૂપિયા આપશે. ગામવાળા તો ખુશ થઇ ગયા અને નજીકના જંગલમાં જઈને વાંદરાઓ પકડવા લાગ્યા. વાંદરા પકડવા માટે ગામવાળાઓમાં તો જાણે સ્પર્ધાજ જામી ગયી. દરેક જણ વાંદરાઓ પકડતા અને તે માણસ દરેક વાંદરા પાછળ ૧૦ રૂપિયા આપતો. અમુક દિવસ પછી ગામવાસીઓને ઓછા વાંદરા મળવા લાગ્યા ત્યારે પેલા માણસે ગામવાસીઓને કીધુ કે હવે તે એકવાંદરા પાછળ વીસ રૂપિયા આપશે.ગામવાસીઓ બાજુના જંગલમાંથી વાંદરાઓ લાવ્યા અને પ્રત્યેકવાંદરા પાછળ વીસ રૂપિયા વસુલ કર્યા. થોડા દિવસ પછી તે માણસે"પ્રત્યેક વાંદરા પાછળ ત્રીસરૂપિયા આપીશ"એમ કહ્યું અને બહુ ઓછા વાંદરા ખરીદયા કારણ કે
               ગામવાસીઓને વાંદરા મળતાજ નહોતા. હવે હું વાંદરા પચાસ
રૂપિયામાં ખરીદીશ એમ કહીને પેલો માણસ વાટ જોવા લાગ્યો.ગામવાસીઓ તેને
વાંદરા આપી શક્યા નહિ ત્યારે તેને કહ્યું કે, "હું થોડા દિવસ માટે નજીકના શહેરમાં જઈને આવું છું, ત્યાં સુધી જો તમને વાંદરાઓ મળે તો મારા મદદનીશ પાસે
જમા કરજો અને તેની પાસેથી પૈસા લઇ લેજો... તે માણસ શહેરમાં ગયા પછી તેનામદદનીશે ગામવાસીઓને કહ્યું કે જો તમને વાંદરાઓ મળતા ના હોય તો હું જે
વાંદરાઓ જમા થયા છે, તે તમને ૩૫ રૂપિયામાં આપીશ, અને પછી મારો શેઠ શહેરથી આવ્યા પછી તે જ વાંદરાતમે ૫૦ રૂપિયામાં તેને વેચી શકો છો.
એટલે તમને એક વાંદરા પાછળ ૧૫ રૂપિયાનો ફાયદો થશે. ગામવાસીઓને આ યોજના ગમી ગયી અને તેઓએ શકય હોય ત્યાંથી પૈસા ઉધાર લઇને પણ ૩૫
રૂપિયામાં વાંદરા ખરીદવા લાગ્યા. બધા વાંદરા વેચીને પેલો મદદનીશ શહેરમાં ગયો. એનાપછી ગામવાસીઓને પેલો માણસ દેખાયો નહિ અને એનો મદદનીશ પણ. પણ પુરા ગામમાં ફક્ત વાંદરાઓ દેખાવા લાગ્યા.
Share:

No comments:

બ્લોગ ની લિંક

https://dharmeshrakholiya.blogspot.com/

લોકપ્રિય પોસ્ટ્સ

Powered by Blogger.

કુલ મુસાફરો

Search This Blog

ઇ પેપર સંદેશ

અનુવાદ

Recent Posts