ધડાધડ જાતે બનાવો વેબસાઇટ

અચ્છા, તો તમને પણ વેબસાઇટ બનાવવાની ઇચ્છા જાગી છે? છતાં, પ્રયાસ કરવો હોય તો? સૌથી સહેલો રસ્તો તમારો બ્લોગ બનાવવાનો જ છે (ઇમેઇલ એકાઉન્ટ ખોલાવો એટલી સહેલાઇથી તમે (www.wordpress.com) કે (www.blogger.com) પર જઈને તમારો બ્લોગ બનાવી શકો છો.
આ બંને સૌથી લોકપ્રિય સર્વિસ છે. તેમાં તમારી સાઇટના એડ્રેસમાં (www.yourname.wordpress.com) જેવું નામ ચલાવી લો તો બંને સર્વિસ મફત છે. તમારું પોતાનું ડોમેઇન એડ્રેસ હોય તો બ્લોગર પરના બ્લોગને એ એડ્રેસ પર રીડાઇરેક્ટ કરવાની સુવિધા મફત છે, વર્ડપ્રેસ પર એ સગવડ મેળવવાનું કામ થોડી મહેનત અને જાણકારી માગી લે છે. તેમ, કમાણીના મૂળ રસ્તા જેવી ગૂગલની એડસેન્સ સેવા બ્લોગરમાં ઇનેબલ કરવી સહેલી છે, વર્ડપ્રેસમાં થોડી મુશ્કેલ છે.
સૌથી પહેલાં, તમારી પસંદનું યુઝરનેમ અને પાસવર્ડ નક્કી કરીને સાઇટમાં તમારું એકાઉન્ટ ખોલાવો. પછી, જેમ ઇમેઇલમાં કમ્પોઝ ન્યૂ મેઇલનું બટન પ્રેસ કરીને નવો ઇમેલ લખો તેમ અહીં વારાફરતી જુદા જુદા વિકલ્પ પસંદ કરીને તમારી સાઇટ બનાવી શકો છો. ઇન્ટરફેસ ખરેખર સરળ છે. સાઇટમાં લખાણ મૂકવું છે, ફોટો મૂકવો છે, ફોટો બદલવો છે... જે
ઇચ્છો તે તમે ફક્ત ડ્રેગ એન્ડ ડ્રોપ એડિટરની મદદથી કરી શકો છો. ઈંગ્લિશ વાંચીને સમજતાં અને માઉસ ચલાવતાં આવડે તો અહીં તમે વેબસાઇટ બનાવી શકો છો. સૌથી સારી વાત એ છે કે અહીં મફત વર્ઝનમાં ફક્ત અમુક જ પેજ કે સાઇઝની વેબસાઇટ જેવી કોઈ મર્યાદા નથી. ફક્ત, ઓડિયો પ્લેયર કે વિડિયો કે કોઈ ડોક્યુમેન્ટ એમ્બેડ કરવું હોય તો તમારે પૈસા ખર્ચીને પ્રોએકાઉન્ટ ખોલાવવું પડશે.

આ સાઇટ તમારી વેબસાઇટ પર ધરાર, તેની મરજીની એડનો મારો પણ કરતી નથી. હા, તમે ઇચ્છો તો ગૂગલ એડસેન્સની સર્વિસ ચાલુ કરીને કમાણી ચાલુ કરી શકો છો.
Share:

No comments:

બ્લોગ ની લિંક

https://dharmeshrakholiya.blogspot.com/

લોકપ્રિય પોસ્ટ્સ

Powered by Blogger.

કુલ મુસાફરો

Search This Blog

ઇ પેપર સંદેશ

અનુવાદ

Recent Posts