તમે જાણો શો ? ભારત કેમ NSG/ન્યૂક્લીઅર સપ્લાયર્સ ગ્રૂપમાં જોડાઇ નથી શકતું.


તમને થતુ હશે કે ન્યૂક્લીઅર સપ્લાયર્સ ગ્રૂપNSG માં ૪૮ દેશ છે. તો ભારત હવે એશીયા ની મહાસતા બનવા તરફ આગળ વધી રહ્યુ છે તો ભારત ને ન્યૂક્લીઅર સપ્લાયર્સ ગ્રૂપNSGનું સભ્યપદ કેમ નથી મળ્તુ. તાજેતરનાં વર્ષોમાં ભારત સરકારે સભ્યપદ મેળવવ્વા માટે  અભિયાન ચલાવ્યું, જેના ભાગરૂપે વડા પ્રધાને બ્રિટન, ફ્રાન્સ, રશિયા, અમેરિકા, મેક્સિકો વગેરે જેવા દેશોની મુલાકાત લીધી અને તેમના રાષ્ટ્રવડાઓને NSG સંગઠનમાં ભારતને સ્થાન અપાવવા માટે મનાવ્યા. સંગઠનમાં ભારતનું સ્થાન લગભગ પાકું હતું, પણ છેલ્લી ઘડીએ (જૂન ૨૨, ૨૦૧૬ના રોજ) ચીને ડિપ્લોમેટિક ધુસ કરી ને ભારત માટે કામ મુશ્કેલ કરી દીધુ. ચીનના રાષ્ટ્રવડાએ NSGના સભ્યદેશોને જણાવી દીધું કે ભારતને જો NSGનું સભ્યપદ આપો તો પાકિસ્તાનને શા માટે નહિ ? અને  ભારતને NSGનું સભ્યપદ મળતાં મળતાં રહી ગયું. પણ NSGના મેમ્બર થવું ભારત માટે શા માટે જરૂરી છે તે વિગતે સમજીએ.



ભારત પાસે યુરેનિયમનો કુલ જથ્થો લગભગ ૫૪,૦૦૦ ટન છે. પુરવઠા વડે ૧૦,૦૦૦ મેગાવોટનાં અણુમથકોની જરૂરિયાત તેમની આવરદા સુધી પૂરી થાય, જ્યારે વીજળીના ઉત્પાદન અંગે ભારતનો પ્લાન તો આવતા એકાદ દસકામાં બીજા ,૬૦,૦૦૦ મેગાવોટનો ઉમેરો કરવાનો છે. અને તેના માટે બહાર્થી યુરેનિયમ મેળ્વવુ જરુરી છે. બીજી તરફ ભારત ન્યૂક્લીઅર સપ્લાયર્સ ગ્રૂપNSG માં નથી. મે ૧૮, ૧૯૭૪ના રોજ ભારતે પોકરણ ખાતે પહેલો અણુધડાકો કર્યા જેની સીધી અસર એ થઇ કે ૧૯૭૫માં અમેરિકાની સરદારી નીચે અણુઊર્જાને નિકાસ કરતા દેશો લંડનમાં ભેગા મળ્યા અને ભારત પર આરોપ લગાવ્યો કે અમેરિકા તથા કેનેડાએ જે યુરેનિયમ તથા અણુરિએક્ટર વેચ્યાં તેમનો ઉપયોગ તેણે અણુબોમ્બ બનાવવા માટે કર્યો. અને દેશોએ તરત ન્યૂક્લીઅર સપ્લાયર્સ ગ્રૂપNSG નામનું જૂથ રચી દીધું. જૂથે સર્વસંમતિએ ઠરાવ્યું કે ભારત જેવા દેશોને યુરેનિયમ, અણુરિએક્ટર, યુરેનિયમના સાધનો વગેરે વેચવા નહિ.

આમ, ન્યૂક્લીઅર સપ્લાયર્સ ગ્રૂપNSG વાસ્તવમાં અણુક્ષેત્રે મુખ્યત્વે ભારતને યુરેનિયમ વેસવાના પ્રતિબંધ કરાવાના આશયે રચાયેલું બહુરાષ્ટ્રીય સંગઠન છે. અગાઉની કેંદ્ર સરકારોએ સભ્યપદ માટે કોશિશો પણ કરી નથી. વર્તમાન સરકારે ઝુંબેશ ઉપાડી અને રશિયા, બ્રિટન, ફ્રાન્સ, અમેરિકા વગેરે અગ્રગણ્ય દેશોને ભારતની તરફેણમાં લાવી દીધા. આંતરરાષ્ટ્રીય સ્તરે આ અભિયાન મુખ્ય ત્રણ કારણોસર ચલાવામાં આવ્યુ.

()  જો ભારત NSGનું સભ્ય થાય તો અણુશક્તિના ક્ષેત્રે વિકસેલી આધુનિક ટેક્નોલોજિ મુક્ત આયાત દ્વારા વસાવવા-વાપરવાનો લાભ મળે, જે ન્યૂક્લીઅર સપ્લાયર્સ ગ્રૂપNSG નુ સભ્ય હોવાથી છેલ્લાં ચાલીસ વર્ષથી તે લાભથી વંચિત છે

() અણુશક્તિની બાબતમાં આવશ્યક તમામ પ્રણાલી-પુરવઠો છૂટથી ઉપલબ્ધ થયા બાદ ભારત પરમાણુ શસ્ત્રોની રેસમાં પાકિસ્તાન કરતાં આગળ નીકળી શકે અને વખત જતાં ચીનનું સમોવડિયું બની શકે તે NSGનું સભ્યપદ હાંસલ કર્યાનો બીજો ફાયદો છે.

() લાત્વિયા અને બેલારૂસ જેવા નાના દેશો પણ NSGના સભ્યો છે. નવાઇ તો કે અમુક સભ્યદેશો અણુકાર્યક્રમ ધરાવતા નથી. સતા તેઓ NSGનુ સભ્યપદ ધરાવે છે. બીજી તરફ એશિયન સુપરપાવરના દરજ્જે ઝડપભેર પહોંચવા માંડેલા ભારતે દરવાજાની બહાર રહેવું પડે સ્થિતિ માનભરી નથી. દુનિયાના ૪૮ જેટલા દેશોના વિશિષ્ટ જૂથમાં ભારતની ગણના થવાને લીધે તેની આંતરરાષ્ટ્રીય પ્રતિભા તેમજ પ્રભાવ બેયને ધક્કો પહોંચ્યો છે.


Share:

No comments:

બ્લોગ ની લિંક

https://dharmeshrakholiya.blogspot.com/

જાણવા જેવુ

લોકપ્રિય પોસ્ટ્સ

Powered by Blogger.

કુલ મુસાફરો

Search This Blog

ઇ પેપર સંદેશ

અનુવાદ

લખાણ કોપી નહિ થાય

Recent Posts