પતંગોનો/KITES ઈતિહાસ જાણો
પતંગની શોધનો
દાવો કરનાર ગ્રીકો અને ચીનાઓની માન્યતા પ્રમાણે પતંગ સૌ પ્રથમ હકીમલ કમાન નામના
માણસે બનાવ્યો હતો. સૌ પ્રથમ ચીનમાં ડ્રેગન નામનો પતંગ બનાવ્યો હતો.
ચીનના તીઆન જિલ
નામના એક પતંગ ઉસ્તાદે અનેક આકારના પતંગની શોધ કરી હતી. તેની ડિઝાઇનોની નકલ આજે પણ
કરવામાં આવે છે.
પતંગોનો ઈતિહાસ જોતા એવું કહી શકાય કે પતંગ નો સૌ પ્રથમ ઉપયોગ છઠ્ઠી સદીમાં ચીનના ગાઓ યેન્ગ નામના રાજાએ કર્યો હતો. તેમણે
પતંગને લઈને અનેક
પ્રયોગો કરેલા. મૃત્યુની સજા પામેલા ચોરને એક ઊંચાઈ પર લઈ જતો અને એક મોટો પતંગ
બાંધી તે ચોરને તે ઊંચાઈ પરથી ધક્કો મારી દેતા. જો પતંગ સાથે ચોર ઊડે તો પ્રયોગ
સફળ નહિતર ચોર બિચારો પછડાઈને મરી જતો. જોકે રાજાનો પહેલો પ્રયોગ નિષ્ફળ ગયો હતો.
ચીન, કોરિયા, જાપાનમાં પતંગનો ઉપયોગ જાહેરખબર માટે કરવામાં
આવતો હતો.
સોળમી સદીમાં એક
ચોર પતંગના સહારે એક કિલ્લાની ટોચ પર લગાવેલી સોનાની માછલીઓ ચોરી ગયો હતો.
ઈ.સ. 1749માં સ્કોટલેન્ડની ગ્લાસગો યુનિવર્સિટીના બે
શિક્ષકો એલેક્ઝાન્ડર મિલ્સન્ટ અને ટોમસ મેલવિલેએ છ પતંગ એક દોરી પર ચગાવી સાથે
થર્મોમીટર બાંધીને વાદળનું ઉષ્ણાતામાન નોંધવાની કોશિશ કરી હતી.
અઢારમી સદીમાં
પતંગનો ઉપયોગ ફોટોગ્રાફી કરવા પણ થયો છે.
ઈ.સ. 1800ની સાલમાં ફ્રેન્કલીને આકાશમાં પતંગ ચડાવીને
વાદળાંની વીજળીને દોરી વડે આકર્ષવાનો પ્રથમ પ્રયોગ કર્યો હતો. વિજ્ઞાનીઓએ બનાવેલી
વીજળી અને વાદળોમાં પેદા થતી વીજળી વચ્ચેનો ભેદ જાણવા ફ્રેન્ક્લીને આ પ્રયોગ કર્યો
હતો. ફ્રેન્કલીન ઘણા અંશે સફળ રહ્યો હતો.
ઇ.સ. 1827માં જ્યોર્જ પોકોક નામના એક અંગ્રેજે પતંગોના
સહારે એક ગાડી દોડાવી હતી.
1984માં
ચેકોસ્લોવેકિયાનો એક પંદર વર્ષનો છોકરો પતંગના અને હેન્ગગ્લાઇડરના વૈજ્ઞાનિક
નિયમોનો અભ્યાસ કરીને સામ્યવાદી શાસનની કેદમાંથી નાસી છૂટ્યો હતો.
1907માં ગ્રેહામ બેલે
50 ફૂટ ઊંચો પતંગ સાત મિનિટ
આકાશમાં ઉડાડીને હવામાન વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.










No comments:
Post a Comment