બ્લોગ દ્વારા કેવી રીતે કમાણી કરશો?


છેલ્લા થોડા સમયથી બ્લોગમાંથી નાણા મેળવવાનું પ્રમાણ વધ્યું છે. એક સમયે બ્લોગમાંથી પૈસા મેળવવાનું કામ પાર્ટ-ટાઇમમાં થતું હતું પણ હવે તે ફુલ-ટાઇમ પ્રોફેશન થય ગયુ છે. જો તમારો પણ બ્લોગ હોવ તો અહીં સૂચવેલા વિકલ્પો દ્વારા તેમાંથી કમાણીનો સ્રોત ઊભો કરી શકો છો.

ગૂગલ એડસેન્સ દ્વારા શરૂઆત કરો:

આ માટે તમારે એડસેન્સ માં એક એકાઉન્ટ ખોલવુ પડ્શે. એટલે ત્યાથી તમને તમારા બ્લોગ પર મૂકવા માટે તમને એડ્સની ફાળવણી કરવામાં આવશે. ત્યાર બાદ તમારા એકાઉન્ટને એપ્રુવલ મળે તેની રાહ જુઓ. જેવું તમને એપ્રુવલ મળે તેની સાથે જ એડ્ પ્લેસમેન્ટ મળવાનું જળવાઈ રહેશે અને તમને બહુ ઓછી પણ સ્થિર આ‌વક મળવા લાગશે. પછી કોન્ફિડન્સ વધે એટલે આગળ વધી શકો છો.

એડસેન્સ તમારા બ્લોક પર કેટલી વાર ક્લિક્સ થાય છે અને કેટલા વ્યૂ મળે છે તેના આધારે પૈસા ચૂકવે છે. આ ચુકવણી પર ક્લિક (CPR) અને કોસ્ટ પર ૧,૦૦૦ ઇમ્પ્રેશન્સ (CPM) એમ બે કેટેગરીમાંથી જેમાં વધારે આવક મળે તેના આધારે એડ્‌ની ફાળવણી થાય છે.

માર્કેટિંગનો વિકલ્પ:
તમે અન્ય કંપનીની પ્રોડક્ટ્સના પ્રમોશન અને વેચાણ માટે તમે તમારા બ્લોગનો ઉપયોગ કરી શકો છો અને જો વાચકોને ખરીદદાર બનાવવામાં તમને સફળતા મળે તો આ સૌથી નફાકારક ચેનલ બની શકે છે. આ ચેનલનો મુખ્ય ફાયદો એ છે કે, તમારે પ્રોડક્શન, શિપિંગ કે કસ્ટમર કેર જેવી ઝંઝટમાં પડ્યા વગર કમાણી કરવાની છે. તમારા બ્લોગ દ્વારા વેચાણકર્તાને જેટલો ટ્રાફિક મળશે તેના આધારે તમે કમાણી કરશો.
પ્રોડક્ટ સેલ્સ:
તમે માહિતી દ્વારા પોતાની પ્રોડક્ટ્સનું વેચાણ બ્લોગ દ્વારા કરી શકો છો. તમે તમારા વાચકને પ્રત્યક્ષ ખરીદીનો અથવા તેમને ઇ-કોમર્સ સાઇટ પર ડાઇવર્ટ કરવાનો વિકલ્પ અપનાવી શકો છો. જો તમે સારા બ્લોગર હોવ તો તમારા બ્લોગ ની કન્ટેન્ટમાંથી ઇ-બુક બનાવીને વેચી શકો છો. તમારા બ્લોગ પર ઇ-બુકનું વેચાણ ૯ ડોલરમાં અને એમેઝોન પર ૪-૫ ડોલરમાં કરી શકો છો..
સ્પોન્સરશિપ:
જો તમારા બ્લોગને સારો એવો ટ્રાફિક મળતો હોય તો તમે બ્લોગ સ્પોન્સર્સની મદદ લઈ શકો છો. સ્પોન્સરશિપમાં તમારા બ્લોગની એડ્‌ સ્પેસ એવા વેપારીને વેચી શકો છો જે તમને વધારે સ્થિર આવક આપવા માટે તૈયાર હોય. તમે બેનર એડ્ મૂકવા માટે અથવા લિન્ક મૂકવા માટે માસિક ધોરણે ચાર્જ લઈ શકો છો. 2”x2” જગ્યા માટે તમે મહિને રૂ.2,000-રૂ.15,000 ચાર્જ કરી શકો છો.


Share:

No comments:

બ્લોગ ની લિંક

https://dharmeshrakholiya.blogspot.com/

લોકપ્રિય પોસ્ટ્સ

Powered by Blogger.

કુલ મુસાફરો

Search This Blog

ઇ પેપર સંદેશ

અનુવાદ

Recent Posts