• This is default featured slide 1 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 2 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 3 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 4 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 5 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

બેટા! હવે રડીશ નહીં અને એક દિવસ બહાદુર બનજે (કભી કભી)

         


          ઉત્તર-પશ્ચિમ અમેરિકાનું એક રાજ્ય. એમાં એક નાનકડા શહેરમાં પોલ નામનો એક છ વરસનો બાળક પોતાના ઘરમાં એકલો હતો. પોતાની લાકડાનાં રમકડાં બનાવવાની પેટીમાંથી ઓજારો લઈ નાનકડું ઘર બનાવવા મથી રહ્યો હતો. ખૂબ જ રસથી કામ કરતાં કરતાં અચાનક જ એનાથી ખીલીના બદલે પોતાના જ અંગૂઠા પર હથોડી મરાઈ ગઈ. એની રાડ ફાટી ગઈ. રડવું આવી ગયું, પણ રડે શી રીતે ? ઘરમાં કોઈ સાંભળવાવાળું તો હતું નહીં. એના પપ્પા નોકરી પર ગયા હતા. મા બજારમાં ખરીદી કરવા ગઈ હતી. હવે શું કરવું ? અચાનક એને યાદ આવ્યું કે, કોઈપણ માહિતી માટે એના પપ્પા ટેલિફોનનું રિસીવર ઉપાડીને 'ઈન્ફોર્મેશન પ્લીઝ !' એમ પૂછતા અને સામેથી જવાબ મળે પછી પોતાની જોઈતી માહિતી અંગે પૂછતાછ કરી લેતા. એ યાદ આવતાં જ એણે ફોનનું રિસીવર ઉઠાવ્યું અને કહ્યું, 'ઈન્ફોર્મેશન પ્લીઝ !'
           એકાદ-બે ક્લિક્સ સંભળાઈ પછી સામે છેડેથી કોઈ મહિલાનો અવાજ આવ્યો, 'ઈન્ફોર્મેશન બોલે છે. બોલો, હું આપની શું સેવા કરી શકું ?" અવાજ કોઈ સ્ત્રીનો હતો.
"મારા અંગૂઠા પર મારાથી જ હથોડી વાગી ગઈ છે. ખૂબ દુઃખે છે." : બાળકે રડતાં રડતાં જ કહ્યું.
"તારા ઘરે કોઈ નથી ? મતલબ કે કોઈ મોટું હાજર નથી ?"
"ના ! ઘરે હું એકલો જ છું !" હીબકાં ભરતાં બાળકે જવાબ આપ્યો.
"શું ઉંમર છે, તારી દીકરા ? તારું નામ શું છે ?"
"છ વરસ ! મારું નામ પોલ છે."
"અંગૂઠામાંથી લોહી નીકળે છે ?"
"ના, લોહી નથી નીકળતું, પણ મને ખૂબ જ દુઃખે છે. "
"તું તારા ફ્રીજમાંથી બરફ કાઢી શકીશ ?" પેલી સ્ત્રીએ પૂછયું.
"હા !" છોકરાએ જવાબ આપ્યો.
           "તો એક કામ કર. બે-ચાર ટુકડા બરફના કાઢી એક વાટકીમાં નાખીને એમાં થોડુંક પાણી ભરી દે. પછી તારો અંગૂઠો એમાં થોડીક વાર ડુબાડી રાખજે. તને જરૃર રાહત થઈ જશે. થોડુંક સારું લાગે પછી એક રૃમાલ એ પાણીમાં ભીનો કરીને દુખતા અંગૂઠા પર પાટો બાંધી દેજે. તને જરૃર મટી જશે અને હા ! હવે રડીશ નહીં બેટા. અને એક દિવસ બહાદુર બનજે !"
               અદ્ભુત રાહતની લાગણી સાથે બાળકે એનો આભાર માની રિસીવર મૂકી દીધું, પણ આ પ્રસંગ પછી પોતાના કોઈપણ કામ માટે એ 'ઈન્ફોર્મેશન'ને જ પૂછતો. લેસન કરતી વખતે તો ખાસ એને જ પૂછીને લેસન કરતો. મજાની વાત તો એ હતી કે, હંમેશાં એ લેસન કરવાના સમયે 'ઈન્ફોર્મેશન પ્લીઝ'ની ડયૂટી હોય જ. એ સ્ત્રીનો નોકરીનો સમય અને પોલનો લેસન કરવાનો સમય એક જ હતો. એટલે પોલ કંઈ પણ મુશ્કેલી પડે તો એ સ્ત્રીને જ પૂછી લેતો. એક વખત ભૂગોળનું લેસન કરતી વેળા ફિલાડેલ્ફિયા ક્યાં આવ્યું એ એને 'ઈન્ફોર્મેશને' જ જણાવ્યું હતું. ગણિતના અઘરા દાખલા વખતે પણ એ એની જ મદદ લેતો. એણે જ્યારે નાનકડું વાંદરું પાળ્યું ત્યારે એને ખાવા શું શું આપી શકાય એ માટેની સંપૂર્ણ માહિતી એણે એ સ્ત્રી પાસેથી જ મેળવેલી.
              એક દિવસ પોલનું પાળેલું બુલબુલ પાંજરામાં જ મૃત્યુ પામ્યું. એ ખૂબ જ ઉદાસ થઈ ગયો. આ બનાવથી એને વારંવાર રડવું આવતું. 'ઈન્ફોર્મેશન'નો સંપર્ક કરી એણે આ કરુણ ઘટનાની વાત કરી. એણે કહ્યું, "દીદી ! પોતાનાં અદ્ભુત ગીતોથી મારા ઘરમાં બધો આનંદ પાથરતું એ પંખી અચાનક પીંછાંનો ઢગલો બની અમને શું કામ છોડી ગયું ?"
                પેલી સ્ત્રી બે-ચાર ક્ષણ મૌન રહી. પછી ખૂબ જ સહાનુભૂતિભર્યા અવાજે બોલી, "બેટા ! એ બુલબુલને આપણી દુનિયા સિવાયની બીજી દુનિયામાં પણ ગીતો ગાવાનાં હશે અને એટલે જ ભગવાને એને બોલાવી લીધું હશે !"
                આ ઘટનાક્રમ આમ જ લગભગ ત્રણ વરસ શરૃ રહ્યો. ત્રણ વરસ પછી પોલના પિતાની બદલી બોસ્ટન શહેરમાં થઈ. પોલ અમેરિકાના બીજે છેડે રહેવા ચાલ્યો ગયો. એની મોટી બહેન એ જ શહેરમાં પરણીને સ્થાયી થઈ હતી. વરસો વીતતાં ગયાં તેમ સ્મૃતિઓની દીવાલો પર સમયનું પડ જાડું થતું ચાલ્યું.
            કોલેજ પૂરી કરીને પોલે પોતાનો ધંધો શરૃ કર્યો. ધંધાના કામ અંગે એ એક વખત બહારગામ જતો હતો ત્યારે એના વિમાને એણે જ્યાં બાળપણ ગુજારેલું એ જ શહેરમાં લગભગ અર્ધા કલાક જેટલું રોકાણ કર્યું. પોલે પોતાની બહેન સાથે લગભગ પંદરેક મિનિટ વાત કરીને ફોન મૂક્યો ત્યાં જ દીવાલમાંથી ફૂટી નીકળતા પીપળાની માફક જ એને 'ઈન્ફોર્મેશન પ્લીઝ' ની યાદ આવી ગઈ. આટલાં વરસો પછી સીધો ધોન ઉપાડવાથી ઈન્ફોર્મેશનને જ લાગે તેવું નહોતું રહ્યું એટલે એણે લોકલ ફોન ડિરેક્ટરીમાંથી ઈન્ફોર્મેશનનો નંબર મેળવ્યો. પછી ધડકતા હૈયે બોલ્યો, "ઈન્ફોર્મેશન પ્લીઝ !"
               યુવાન થવાના કારણે પોલનો અવાજ બિલકુલ બદલાઈ ગયો હતો, પણ સામે છેડેથી એનો એ જ મીઠો અને પ્રેમાળ અવાજ સંભળાયો, "ઈન્ફોર્મેશન બોલે છે, હું આપની શું સેવા કરી શકું ?"
                એનો એ જ અને એવો જ મમતાભર્યો અવાજ આટલાં વરસો પછી પણ સાંભળવા મળશે એવી પોલને કલ્પના જ નહોતી.એટલે શું વાત કરવી અને કઈ રીતે વાત કરવી એ તો એણે વિચાર્યું જ નહોતું. એના મગજમાં તો પોતાના બાળપણના પ્રસંગો જ ઘુમરાતા હતા. સામે છેડે થોડી વાર શાંતિ છવાઈ ગઈ, પછી જ લાગણીભર્યો અવાજ સંભળાયો, "પોલ ! હથોડી વાગેલી એ અંગૂઠો રુઝાઈ ગયો ? કે હજુ દુઃખે છે ?"
               પોલના આનંદનો કોઈ પાર ન રહ્યો. એની આંખમાં આંસુ આવી ગયાં. એ બોલ્યો, "દીદી ! તમે આજે આવી રીતે મળી જશો એ હું માની જ નથી શકતો. હું હવે મોટો બિઝનેસમેન બની ગયો છું, પણ તમને આજે મારે એક વાત કરવી છે." એટલું કહી એ બે ક્ષણ અટક્યો. પછી છાતીમાં ભરાયેલ ડૂમાને જેમતેમ ખસેડીને એ બોલ્યો, "દીદી ! તમે મારા માટે એ વખતે શું હતાં એ તમને ખબર છે? તમે એક બાળકના સુખ-દુઃખનાં સાથી હતાં. મારે મા-બાપ તો હતાં, પણ પોતાના કામમાં જ વ્યસ્ત. મારાં મા-બાપ પાસે તો મારા માટે સમય હતો જ નહીં. એ વખતે મારાં મા અને બાપ બંને તમે જ હતાં. તમે મને ક્યારેય વાત કરવાની ના પાડી નથી. જો એવું કહું તો પણ એને અતિશયોક્તિ ન માનતાં કે તમે મારા બાળપણનું સર્વસ્વ હતાં !" ડૂમો ફરીથી ભરાઈ આવ્યો.
               બે ક્ષણ બંને છેડે શાંતિ છવાયેલી રહી. લાગતું હતું કે, બંને છેડે આંસુ રોકવાનો જ પ્રયાસ થઈ રહ્યો હતો. ત્યારબાદ એ સ્ત્રીએ કહ્યું, "પોલ ! આજે મારે પણ તને કહેવું છે કે, તું મારા માટે શું હતો એ તને ખબર છે ખરી ? હું પણ સાવ જ એકાકી જીવન જીવતી હતી. મારે પતિ કે બાળકો કોઈ જ નહોતું. તારો ફોન આવે અને હું જ તારી સાથે વાત કરી શકું એ માટે હું હંમેશાં સાંજની ડયૂટી જ પસંદ કરતી. તને અભ્યાસમાં મદદરૃપ થઈ શકું એ માટે તારા જે તે ધોરણનાં પુસ્તકો ખરીદીને હું રોજ રાત્રે એનો અભ્યાસ કરતી. તારી સ્કૂલમાં જે ચાલવાનું હોય તે હું અગાઉથી જ તૈયાર કરી રાખતી. તારો અવાજ મને રોજ એક દિવસ વધારે જીવતા રહેવાની હિંમત આપતો. મારી નોકરી ન હોય ત્યારે હું કોઈકને બદલે નોકરી કરતી. હું ભાંગી પડીને આપઘાત કરવાનો વિચાર કરતી હતી એવે વખતે મને જીવતા રહેવાની પ્રેરણા તેં જ આપેલી !" થોડી વાર અટકીને એ બોલી, "પોલ બેટા ! તારી પાસે સમય હોય તો મને મળીશ ? તને મળવા હું વરસોથી તડપું છું અને તું ફરી કોઈ દિવસ મળીશ એ આશાએ જ જીવું છું."
            "દીદી !" પોલ માંડ માંડ બોલી શક્યો, "મારું પ્લેન હવે પાંચ-દસ મિનિટમાં જ ઊપડશે. દોઢેક મહિના પછી હું પાછો આવીશ. તમે જે અનુભવી રહ્યાં છો એવી લાગણી હું પણ અનુભવી રહ્યો છું. મારે પણ તમને મળવું છે. તમને હું ખાતરી આપું છું કે, હું પાછો આવીશ ત્યારે મારી ટિકિટ જ એવી રીતે લઈશ કે તમારી સાથે એકાદ દિવસ ગાળી શકાય."
              ત્યાર પછી રડતાં રડતાં જ બંનેએ એકબીજાને બાય બાય કર્યું. ફોન મૂકતાં પહેલાં એ સ્ત્રીએ જણાવ્યું કે પોતાનું નામ સેલી છે અને ભવિષ્યમાં સંપર્ક માટે એ નામથી જ પૂછતાછ કરવી.
             દોઢને બદલે પોલ પૂરા ત્રણ મહિના પછી આવી શક્યો. વિમાનથી ઊતરીને તરત જ ત્યાંના જાહેર ટેલિફોન પરથી જ એણે ફોન કર્યો, "ઈન્ફોર્મેશન પ્લીઝ !" એટલું બોલી એ ધડકતા હૈયે ઊભો રહ્યો.
             "ઈન્ફોર્મેશન બોલે છે બોલો ! હું આપની શું સેવા કરી શકું ?" સામે છેડેથી એક મૃદુ અવાજ આવ્યો, પણ એ સેલીનો નહોતો.
"સેલીને આપશો પ્લીઝ ?" સેલી નહીં મળ્યાના થોડા વિશાદ સાથે પોલે કહ્યું.
"તમે એના મિત્ર છો ?"
             "હા ! ખૂબ જૂનો મિત્ર."
            "તમને જણાવતાં મને દુઃખ થાય છે, પરંતુ મારે જાણ તો કરવી જ જોઈએ. કેન્સરના   કારણે લગભગ દોઢ મહિનાથી રજા પર રહેલી સેલીનું ગયા અઠવાડિયે જ મૃત્યુ થયું છે. માફ કરશો !"
પોલ માથે જાણે માથે વીજળી પડી, "ઓહ નો !" કહેતાં એનાથી ધ્રુસકો મૂકાઈ ગયો. જે સ્ત્રી પોતાના બાળપણની દુનિયામાં સર્વસ્વ હતી એને એકવાર પણ મળી ન શકાયું, એ વાત એને અત્યંત પીડા આપી રહી હતી.
            "અરે સાંભળો !" સામે છેડે રહેલી સ્ત્રીએ કદાચ પોતાના રડવાનો અવાજ સાંભળી લીધો હતો. સેલી માટે રડવાવાળું આ દુનિયામાં બીજુૂં કોઈ સગું તો હતું નહીં અને પોલ વિશે એણે સેલી પાસેથી ઘણી વાતો સાંભળી હતી એટલે એણે પૂછી જ લીધું, "તમે ક્યાંક મિ. પોલ તો નથી ને ?"
"હા ! હું પોલ જ બોલું છું. સેલીએ મારા વિશે તમને કંઈ કહ્યું હતું ?" પોલને નવાઈ લાગી.
             "સેલીએ તમારા માટે એક સંદેશો મૂકેલો છે. સેલીએ કહેલું કે તમે આવો ત્યાં સુધી કદાચ એ જીવતી ન પણ રહે તો મારે આ સંદેશો તમને આપવો. તમને રડતા સાંભળ્યા એટલે હું ઓળખી ગઈ. સેલી કહેતી હતી કે એના મૃત્યુથી તમને ખૂબ જ દુઃખ થશે."
"સંદેશો શો છે ?" પોલને સેલીએ શું લખ્યું હશે એ સાંભળવાની અધીરાઈ થઈ આવી હતી.
           
"સેલીએ લખ્યું છે કે- પોલને કહેજો કે રડે નહીં, જરાય દુઃખી પણ ન થાય. આ એક જ દુનિયા નથી. બીજી દુનિયામાં પણ ગીતો ગાવાનાં હોય તો ભગવાન બોલાવી લેતા હોય છે અને આ સંદેશો પોલ જરૃર સમજી જશે !" સંદેશો પૂરો કરીને એ સ્ત્રી શાંત થઈ ગઈ. એનો આભાર માની પોલે ફોન મૂકી દીધો. એ સંદેશનો અર્થ પોલ બરાબર સમજી ગયો હતો. આંખ બંધ કરી શાંતિથી એ એરપોર્ટની લોન્જના એક ખૂણાની બેઠક પર બેસી ગયો. બંધ આંખોમાંથી અશ્રુધારા વહેતી હતી, પરંતુ એના મોં પર શાંતિના ભાવો પથરાયેલા હતા. ઘણાં વર્ષો પછી એના બુલબુલનો મીઠો અવાજ એના કાન અને હૃદયમાં જાણે કે ગૂંજી રહ્યો હતો !

(સુપ્રસિદ્ધ લેખક અને બાળરોગ નિષ્ણાત ડો. આઈ. કે. વીજળીવાળા એ 'મનનો માળો' પુસ્તકમાં આ હૃદયસ્પર્શી કથા આલેખી છે,જે તેમના સૌજન્યથી અત્રે તેમના જ શબ્દોમાં પ્રસ્તુત કરી છે.)-
Share:

”અરે આયરાણી આ મરકીના રોગે તો ભારે કરી !!!!”

હા, આયર ગામમાં કાળોકેર વરસાવી દીધો પણ બે-ચાર દિથી કંઈક નિરાંત લાગે છે !”
અરે શું નિરાંત ? આપણા ખેતરમાં કામ કરતો ખીમો અને તેની ઘરવાળી પાંચેક વર્ષના દીકરા જોગડાને એકલો મૂકી અમરાપુરના માર્ગે ચાલી નીકળ્યા !”
શું વાત કરો છો ? કુદરતનો કોપ કહેવાય પણ વાલબાઈના બાપુ બાળકની જવાબદારી તો આપણી કહેવાય !”
હા, પણ વણકર અને આપણે આયર એટલે જરાક વિચારીને કહેજો !”
એમાં વિચારવાનું શું ? આવા ફુલ જેવા બાળકની જાત જોવાની હોય તમે રાજીખુશીથી લાવો હું મારા દીકરાની જેમ તેને મોટો કરીશ !”

અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાબાના મીતીયાળી ગામમાં રહેતા ખાધેપીધે સુખી ગણાતા દેવા આહીરને દીકરી વાલબાઈ અને દીકરો રેશમીયો એમ બે સંતાન હતા. એમાં મરકીએ અનાથ બનાવેલ જોગડાને આશરો આપતા આયરાણીએ પોતાના સગા દીકરાની જેમ તેને રાખ્યો હતો. જોગડો મોટો થતા દેવા આહીરે તેને વણકર જ્ઞાતિમાં પરણાવી જમીન-જાગીર અને ઘરવખરી સાથે રાજીખુશીથી જુદો કર્યો હતો.

સાથે દેવા આહીરે દીકરા રેશમીયાને પરણાવી દીધો હતો, તો દીકરી વાલબાઈને ખાંભા તાબાના બીણીયા બગોયા ગામમાં પરણાવી સાસરે વળાવી હતી. સમય સમયનું કામ કરે છે. દેવો આહીર અને આયરાણીએ લાંબુ ગામતરું કરતા વાલબાઈને પિયરીયામાં ભાઈ-ભાભી તરફથી ખાસ આદર સત્કાર મળતો હતો.

ગુજરાતમાં વિક્રમ સંવત 1869માં ભયંકર દુષ્કાળ પડ્યો હતો. દુષ્કાળના વર્ષમાં રોગચાળો ફાટી નીકળતા લોકો કીડી-મકોડાની જેમ મરી રહ્યા હતા. રોગચાળાના ભરડામાં વાલબાઈનો ઘરવાળો મરણ પામતા બે નાના બાળકો સાથે તે નોધારી થઈ ગઈ હતી. કારમા દુકાળના દિવસો કાઢવા વાલબાઈને ભારે લાગતા તે બાળકો સાથે ભાઈના આશરાની આશાએ મીતીયાળાનો મારગ લીધો હતો.

બપોરના ધોમધખતા તાપમાં માથા ઉપર નાની એવી પોટકી સાથે એક બગલમાં અને બીજા છોકરાને આંગળીયે દોરતા ચીંથરેહાલ હાલતમાં વાલબાઈ ચાલતા ચાલતા મીતીયાળાના પાદરમાં આવી પહોંચ્યા હતા. ભાઈનું ઘર જોઈ હરખાયેલી વાલબાઈએ પોતાના દીકરાને મામાનું હવેલી જેવું ઘર બતાવ્યું હતું. વખતે મેડીના ઝરૂખાએ બેઠેલી રેશમીયાની ઘરવાળીએ અચાનક મીતીયાળાની શેરીમાં ચાલી આવતી બાળકો સાથે વાલબાઈને જોઈ હતી. નણંદને જોઈને હરખાવાની જગ્યાએ તેના પેટમાં ફાળ પડતા તેણે પળનોય વિલંબ કર્યા વગર ઓરડામાં સૂતેલા રેશમીયાને જગાડ્યા વગર ધીમેથી મેડીના પગથિયા ઉતરી હતી. વાલબાઈ ડેલીએ ટકોરા મારે પહેલા રેશમીયાની વહુ ડેલી ખોલી બારણા વચ્ચે ઉભી રહી ગઈ હતી.

પોતાના બાપના ઘેર આશા અને અરમાનો સાથે આવેલી વાલબાઈએ પોતાની ભાભીને ડેલીએ ઉભેલી જોઈ હરખાય આગળ વધી હતી, પરંતુ રેશમીયાની વહુએ તેને અટકાવી અપમાનીત કરી તિરસ્કારપૂર્વક જાકારો આપ્યો હતો. ભાઈને આંગણેથી જાકારો પામેલી વાલબાઈને કોઈ આધાર રહેતા હવે શું કરવું ? એની વિમાસણમાં ગામમાંથી ભારે હૈયે પાછી ફરી હતી. દુકાળના દિવસો કેવી રીતે કાઢવા તેની મુંઝવણ અનુભવતી વાલબાઈને જીવન દોહ્યલું લાગ્યું હતું. ગામના પાદરમાંથી ઢસડાતા પગે પાછી ફરેલી વાલબાઈને વાસમાં રહેતા જોગડા વણકરે અચાનક જોતા તે તેની પાછળ દોડ્યો હતો.

કાં બુન બા ? ગામમાં પુગ્યા ભેગા પાછા ફર્યા ?”
જોગડા, હવે કયાં મારો બાપ મેડીએ બેઠો છે ? તે મને દોડીને વહાલ કરે !”
બુન, માવતર આખી જીંદગી થોડા બેસી રહે ? દેવાબાપા નથી પણ ભાઈ-ભોજાઈ તો બેઠા છે ને ?”
હા તો બેઠા છે !”
આટલું કહેતા વાલબાઈ ચોધાર આંસુએ રોવા લાગી હતી. જોગડા હરિજનને વાત સમજતાં વાર લાગી હતી.
હશે બુન, કળજુગ છે એમાં પાછો માણસાઈને ભરખી જનારો દુકાળ ! હાલ્ય બુન મારી હારે દેવાબાપાએ દીકરાની જેમ મને મોટો કરી પગભર કરતા હુંય તારો ભાઈ થાવ ને ? જો હા-ના કરે તો તને આપાદેવા અને બીજા કાળિયા ઠાકરના સમ છે ! “

જોગડાનો ભાવ જોઈ વાલબાઈનું હૈયું ભરાઈ ગયું હતું, તે યંત્રવત જોગડાની પાછળ ચાલવા લાગી હતી. જોગડાએ મીતીયાળાના કુંભારભગતને ત્યાં સીધુ-સામાન પહોંચાડી તેમને પેટભરી જમાડ્યા હતા. અને સાથે પોતાના ઘરમાંથી ગાડુભરી ઘઉં, બજારમાંથી બારમાસ ચાલે તેટલો ઘરવખરીના સામાન સાથે કપડા વગેરે ખરીદી ગાડામાં ભરી આપ્યો હતો. જોગડા હરિજન અને તેની ઘરવાળી પોતાની બહેનને સાસરે વળાવે તેમ પોતાની જીવનભરની કમાણી જેવા રાણી સીક્કાના સો રૂપિયા ભાણેજડાઓના હાથમાં મૂકી વાલબાઈને વિદાય આપતા દેવાબાપાનું ઋણ અદા કર્યાનો ભારે હૈયે સંતોષ લઈ રહ્યા હતા.


કેટલાક વર્ષો પછી જોગડા વણકરનું અવસાન થતા વાલબાઈ પોતાની સાસરીમાં મોકાણે આવતા તેણે હૈયાફાટ રૂદન સાથે મરશિયા ગાયા હતા.
Share:

બ્લોગ ની લિંક

https://dharmeshrakholiya.blogspot.com/

લોકપ્રિય પોસ્ટ્સ

Powered by Blogger.

કુલ મુસાફરો

Search This Blog

ઇ પેપર સંદેશ

અનુવાદ

લખાણ કોપી નહિ થાય