કેમ પાકિસ્તાન માટે છે આ જગ્યાનુ આટલુ મહત્વ..વાંચો
ભારતે રાજસ્થાનના પોખરણમાં કરેલા અણુધડાકાને 16 વર્ષ પુરા થઈ ચુક્યા છે.આજ સ્થળે ભારતે એક નહી ત્રણ-ત્રણ અણુધડાકા કરીને આખી દુનિયાને ચોંકાવી દીધી હતી.મહત્વની વાત એ હતી કે દુનિયાભરની જાસૂસી સંસ્થાઓને ભારતની તૈયારીની ગંધ સુધ્ધા આવી ન હતી.
સૌથી વધારે આંચકો પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈને લાગ્યો હતો.એક અંગ્રેજી અખબારે એવો અહેવાલ પ્રસિધ્ધ કર્યો છે કે આજે પણ આઈએસઆઈ પોખરણમાં જ્યાં અણુ ધડાકો કરાયો હતો ત્યાંની એક મુઠ્ઠી રેતી મેળવવા માટે ધમપછાડા કરી રહી છે.જેથી રેતની ચકાણસી કરીને જાણી શકાય કે અણુપરીક્ષણ કેવી રીતે કરવામાં આવ્યુ હતુ.અણુધડાકાની શક્તિ કેટલી હતી..
જોકે હજી પણ પાકિસ્તાનને તેમાં સફળતા મળી નથી.પાકિસ્તાને અહીંની રેતી મેળવવા માટે કશુ બાકી રાખ્યુ નથી.સંખ્યાબંધ જાસૂસો આ માટે મોકલવામાં આવ્યા છે.જોકે આ સ્થળની મજબૂત સુરક્ષાના કારણે હજી સુધી પાકિસ્તાનનો ઈરાદો સફળ થયો નથી.
આજે પણ આ વિસ્તારમાં લોકોની અવર જવર પર પ્રતિબંધ છે.લશ્કર અને બીએસએફના જવાનો ચાંપતી નજર રાખી રહ્યા છે.1998માં ડો.અબ્દુલ કલાની નજર હેઠળ અણુપરીક્ષણ કરવામાં આવ્યુ હતુ.ડો.કલામ બે મહિના સુધી અહીંયા પોતાની ઓળખ બદલીને બીજા બે વૈજ્ઞાનિકો સાથે રોકાયા હતા.








No comments:
Post a Comment