• This is default featured slide 1 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 2 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 3 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 4 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 5 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

પેન ડ્રાઈવમાંથી વાયરસ ડીલીટ કરો.


બોલપેન માંગો ત્યાં પેન ડ્રાઈવ મળે તેવા સમયમાં સૌથી વધારે જો વાયરસને તમારા કમ્પ્યુટર માં મોકળો રસ્તો આપતું હોય તો તે છે પેન ડ્રાઈવ. હાસર્વે અને ટેકનીકલ નિષ્ણાતો પણ મને છે કે પેન ડ્રાઈવ દ્વારા વાયરસ વધુ આવી શકે છે. તો પછી “USB” ડ્રાઈવમાંથી વાયરસની હકાલપટ્ટી કરી નાખો આટલું કરીને ……………………….

તમે જયારે પણ પેન ડ્રાઈવ કમ્પ્યુટરમાં નાખો છો એટલે ઓટોમેટિક સ્ક્રીન બોક્સ આવી જાય છે ત્યાં તમે ” OK “ ને બદલે ” CANCEL “ ક્લિક કરો ત્યાર બાદ ” START “ પર ક્લિક કરી ” RUN “ માં જઈ “CMD” ટાઇપ કરો પછી ( યુ.એસ.બી ડ્રાઈવની જે ડ્રાઈવ હોય તે ટાઇપ કરો ) અને પછી (dir /w/a) ટાઇપ કરી એન્ટર પ્રેસ કરો પછી નીચે મુજબની એક પણ ફાઈલ દેખાય છે કે નહિ. તે જુઓં………………………..
autorun.inf
ravmon.exe
new folder.exe
svchost.exe
heap41a
અથવા સિવાય પણ અન્ય કોઈ શંકાશીલ ફાઈલ.
જો આમાંથી એક પણ ફાઈલ દેખાય તો સમજવું કે પેન ડ્રાઈવ માં વાયરસ છે. હવે Command prompt માં   -r -a -s -h *.* ટાઇપ કરો જે (Read only, Archive, system, Hidden file) ના એટ્રીબ્યુટસ્ ડીલીટ કરી નાખશે. હવે ફાઈલો ને ડીલીટ કરવાનો વારો. ત્યાં del filename  રીતે ટાઇપ કરો ઉદા. તરીકે delRevmon.exe બસ રીતે ઉપરોક્ત દરેક ફાઈલને તેમજ જેના પર શંકા જતી હોય તેને ડીલીટ કરી નાખો હવે એન્ટી વાયરસ દ્રારા સેફ સાઇડ માટે પેન ડ્રાઈવ સ્કેન કરાવીને ખાતરી કરી લો કે વાયરસ છે કે નહિ

Share:

મોબાઈલ નંબર વગર વોટ્સએપ કઈ રીતે વાપરશો?

વોટ્સએપનો ઉપયોગ કરવા માટે
મોબાઈલ નંબર જરૂરી હોય છે. પરંતુ
તેના કારણે ક્યારેક જો તમે ગ્રુપમાં ચેટ
કરતા હો તો તમારો નંબર
અજાણ્યા લોકોને પણ ડિસ્પ્લે થાય છે.
જેના કારણે ખાસ કરીને ગર્લ્સને
પ્રોબ્લેમ થતા હોય છે. આવું ન થાય
તેના માટે આપ નીચે દર્શાવેલી ટ્રિક યૂઝ
કરી શકો છો.
1.
જો તમે પહેલાથી જ વોટ્સએપ
વાપરતા હો તો તેને
તમારા ફોનમાંથી અનઈન્સ્ટોલ
કરી નાખો.
2.
વોટ્સએપને ફરીથી ડાઉનલોડ કરો.
3.
હવે તમારા ફોનને ફ્લાઈટ મોડ પર
મુકી દો જેથી તમને કોઈ મેસેજ ન મળી શકે
અને ત્યારબાદ વોટ્સએપને ઓપન કરો અને
તમારો મોબાઈલ નંબર તેમાં એડ કરો.
આમ કરવાથી વોટ્સએપનું સર્વર આપને
મેસેજ નહીં મોકલી શકે અને
તમારો મોબાઈલ નંબર વેરિફાઈ
નહીં થઈ શકે.
4.
હજુ સુધી તમારૂં વેરિફિકેશન ન થયું
હોવાના કારણે વોટ્સએપ તમને
અલ્ટરનેટિવ મેથડથી વેરિફિકેશન માટે
જણાવશે. આ વખતે તમે વેરિફાય થ્રૂ SMS’
ઓપ્શન સિલેક્ટ કરો અને તેમાં તમારૂં ઈમેલ
આઈડી નાખો. ત્યારબાદ કેન્સલ ઓપ્શન
સિલેક્ટ કરો. આમ કરવાથી તમે
ઓર્થોરાઈઝેશન પ્રોસેસને
અટકાવી શકશો.
5.
આટલું કર્યા પછી તમારે જો તમે
એન્ડ્રોઈડ ફોન વાપરતા હો તો સ્પૂફ
ટેક્સ્ટ મેસેજ અને આઈફોનમાં ફેક-અ-મેસેજ
ઈન્સ્ટોલ કરવાનો રહેશે. તેને https://
play.google.com/store /apps/details?id=com.g
trsolutions. spoof&hl=en
પરથી ડાઉલોડ
કરી શકાય છે.
6.
હવે આઉટબોક્સમાં જાઓ. સ્પૂફ
એપ્લિકેશનમાં મેસેજની ડિટેઈલ્સ
કોપી કરો અને તેને સ્પૂફ્ડ વેરિફિકેશનને
સેન્ડ કરો.
7.
તમારે આ ડિટેઈલ્સ તમારા સ્પૂફ્ડ
મેસેજમાં યૂઝ કરવી પડશે. To:
+4479000347295, from +(
કન્ટ્રી કોડ)
(
મોબાઈલ નંબર) અને આ મેસેજમાં તમે
તમારો ઈમેલ એડ્રેસ લખી શકશો. આટલું
કરવાથી તમે ઈમેલ એડ્રેસથી વોટ્સેપ યૂઝ
કરી શકશો.
Share:

વોટ્સએપ

1. જુનાની જગ્યાએ નવા નંબર પર વોટ્સએપ ચલાવો- જો તમે તમારો ફોન નંબર બદલી નાખ્યો છે પરંતુ ફોન તે જ છે તો તમે રિ-ઈન્સ્ટોલ કર્યા વગર પણ વોટ્સએપ નવા નંબરથી ચલાવી શકો છો. આમ કરવા માટે તમારે વોટ્સએપના સેટિંગ્સ-અકાઉન્ટ-ચેન્જ નંબર ઓપરેટ કરવું પડશે, અહિં દેખાતા ઉપરના બોક્સમાં તમારો જુનો નંબર અને નીચે દેખાતા બોક્સમાં નવો નંબર નાખી દેવો. ત્યાર પછી ડન પ્રેસ કરવું. આમ કર્યા પછી તમારો નવો નંબર વેરિફાય કતરો અને ત્યાર પછી તમારી બધી જ ચેટ હિસ્ટ્રી, ગ્રૂપ્સ વગેરે નવા નંબર પર આવી જશે.


2. વોટ્સએપ ચેટનો બેકઅપ લેવા માટે- જોકે વોટ્સએપ ઓટોમેટિક તમારી ચેટના બધા જ બેકઅપ રાખે છે પરંતુ તમે પણ તમારો પોતાનો ડેટા રિસટોર બનાવી શકો છો. તેમ કરવા માટે તમે જો એપ્પલનો ફોન ઉપયોગ કરતા હોવ તો સેટિંગ-ચેટ સેટિંગ્સ-ચેટ બેકઅપ અને પછી બેકઅપ નાઉ કરવું. અને જો એન્ડ્રોઈડફોન યુઝ કરતા હોવ તો સેટિંગ-ચેટ-સેટિંગ્સ અને પછી બેકઅપ કન્વર્સેશન કરો.

3. વોટ્સએપને આ રીતે કરો લોક- તમારા ફોનમાં વોટ્સએપમાં કોઈ પણ ફ્રેન્ડ અથવા ફેમિલી મેમ્બર્સની દખલગીરી રોકવા માટેનો આ બેસ્ટ ઉપાય છે. આમ, કરવાથી કોઈ પણ તમારા વોટ્સએપ સ્ટેટસને દેખી નહિ શકે. આમ કરવા માટે એન્ડ્રોઈ ફોન યુઝર્સે 'વોટ્સએપ લોક' અને બ્લેકબેરી યુઝ કરતાં હોવ તો 'લોક ફોર વોટ્સએપ' ડાઉનલોડ કરવાનું રહેશે. આ એપ એક જ પદ્ધતિ પ્રમાણે કામ કરે છે અને તમારા વોટ્સએપને એક પિન અથવા એક પાસવર્ડ આપે છે. આમ, તેઓ વોટ્સએપને લોક કરે છે અને તેના પાસવર્ડની માત્ર તમને જ ખબર હોય છે.

4. મહત્વના નંબરનો શોર્ટકટ બનાવો - જો તમે તમારા વોટ્સએપ કોમ્યુનિકેશનને ફાસ્ટ બનાવવા માગો છો તો આ ટ્રીક તમને હેલ્પ કરી શકે છે. તમારા ફેવરેટ કોન્ટેક્ટસ એક ગ્રૂપમાં ભેગા થઈને ફોનની હોમ સ્ક્રિન પર દેખાવા લાગશે. આ પ્રકારનું ફોલ્ડર બનાવવા માટે જો તમે એન્ડ્રોઈડ યુઝર્સ હોવ તો તમારે તે ફ્રેન્ડસને પોપ અપ મેન્યુમાં જઈને એડ કન્વર્ઝેશન શોર્ટકર કરો. તે જ તમારી હોમ સ્ક્રિન પર તે દરેક ફેવરેટ ફ્રેન્ડસનું ગ્રૂપ તૈયાર કરીને બતાવશે. જો તમે એપ્પલ આઈફોન વાપરતા હોવ તો થર્ડ પાર્ટીની જરૂર હશે જેવીકે 1 ટેપડબ્લ્યુએ. આ એપ તમારા ફોનમાં વોટ્સએપ ફેવરેટ ફ્રેન્ડસને શોર્ટકટ બનાવીને સાથે સાથે ઈમેજ એડિટર અને એક્શન શેડ્યૂલર જેવા ફિચર આપે છે

Share:

ખુબ સરસ વાત.......

એક સ્ત્રી પોતાના નાના બાળકને સાથે લઇને કરીયાણાની દુકાને ખરીદી કરવા માટે ગઇ.
જ્યારે સ્ત્રી ખરીદી કરી રહી હતી ત્યારે નાનો બાળક વેપારીની સામે જોઇને હસતો હતો. વેપારીને બાળકનું આ નિર્દોષ હાસ્ય ખુબ ગમ્યુ. જાણે કે આખા દિવસનો થાક ઉતરતો હોય એમ લાગતુ હતુ.
વેપારીએ બાળકને પોતાની પાસે બોલાવ્યો. બાળક જેવો વેપારી પાસે ગયો એટલે વેપારીએ નોકર પાસે ચોકલેટની બરણી મંગાવી.
ઢાંકણ ખોલીને બરણી બાળક તરફ લંબાવી અને કહ્યુ , " બેટા, તારે જેટલી ચોકલેટ જોઇતી હોય એટલી તારી જાતે લઇ લે." છોકરાએ જાતે ચોકલેટ લેવાની ના પાડી.
વેપારી વારંવાર બાળકને ચોકલેટ લેવા કહેતો રહ્યો અને બાળક ના પાડતો રહ્યો. બાળકની મા દુર ઉભી ઉભી આ ઘટના જોઇ રહી હતી. થોડીવાર પછી વેપારીએ પોતે બરણીમાં હાથ નાંખીને એક મુઠ્ઠી ભરીને ચોકલેટ બાળકને આપી.
બાળકે પોતાના બંને હાથનો ખોબો ધરીને વેપારીએ આપેલી ચોકલેટ લઇ લીધી. વેપારીનો આભાર માનીને કુદતો કુદતો પોતાની મા પાસે જતો રહ્યો.
દુકાનેથી પાછી ફરતી વખતે માએ આ બાળકને પુછ્યુ , " બેટા , તને પેલા કાકા ચોકલેટ લેવાનું કહેતા હતા તો પણ તું ચોકલેટ કેમ નહોતો લેતો ? "
છોકરાએ પોતાનો હાથ માને બતાવતા કહ્યુ , " જો મમ્મી મારો હાથ તો બહુ જ નાનો છે મેં મારી જાતે જ બરણીમાં હાથ નાંખીને ચોકલેટ લીધી હોત તો મને બહુ ઓછી ચોકલેટ મળી હોત પણ અંકલનો હાથ બહુ મોટો હતો એમણે મુઠી ભરીને ચોકલેટ આપી તો મારો આખો ખોબો ભરાઇ ગયો."
મિત્રો , આપણા હાથ કરતા ઉપરવાળાનો હાથ અને હૈયુ બહુ મોટા છે માટે માંગવાને બદલે શું આપવું એ એના પર છોડી દેવુ જોઇએ.
આપણી જાતે લેવા જઇશું તો નાની મુઠી ભરાય એટલુ મળશે અને એના પર છોડી દઇશું તો ખોબો ભરાઇ એટલું મળશ. 
Share:

આ એક અત્યંત પ્રાચીન કથા છે.

એ સમયમાં ઉતથ્ય નામના એક ઋષિ હતા. તેમની પત્નીનું નામ મમતા હતું. તે અત્યંત રૂપવતી હતી. મમતા ચાલતી તો આશ્રમમાં તેની સુગંધ પ્રસરી જતી. મમતાનું રૂપ જોઈ તેના પતિના નાના ભાઈ મહાતેજસ્વી બૃહસ્પતિ મોહિત થઈ ગયા. બૃહસ્પતિ દેવતાઓના પણ પુરોહિત હતા. બૃહસ્પતિએ સ્વરૂપવાન ભાભી મમતાના રૂપની પ્રશંસા કરી તેની સાથે કામક્રીડા કરવાની ઈચ્છા પ્રગટ કરી.
એ સાંભળીને મમતાએ કોમળ સ્વરમાં કહ્યું : ''હે દેવરજી! હું તમારા મોટા ભાઈ સાથેના સહવાસથી હાલ ગર્ભવતી છું. મારા ગર્ભમાં ઊછરતું સંતાન મહાતેજસ્વી છે. એણે ઉદરમાં જ વેદનો અભ્યાસ કરી લીધેલો છે. તેથી મારી પ્રાર્થના છે કે તેને એક વાર જન્મ લઈ લેવા દો.''
પરંતુ બૃહસ્પતિ કામુક થઈ ગયા હતા. તેઓ પ્રતીક્ષા કરવા તૈયાર નહોતા. બૃહસ્પતિ તેમની ઈચ્છામાં અડગ રહ્યા ત્યારે ઉદરમાં રહેલા બાળકે ગર્ભમાંથી જ કહ્યું: '' હે પૂજ્યવર! અત્યારે ગર્ભમાં એટલું સ્થાન નથી કે એક બીજું બાળક ઊછળી શકે. આપ ઈચ્છા છોડી દો અને મને પણ હાનિ કરવાનું કામ ના કરો.''
ઉદરમાં રહેલા બાળકની વાત દેવતાઓના ગુરુ બૃહસ્પતિએ સાંભળી, પરંતુ કામોન્માદના કારણે અંધ થઈ ગયા હતા. તેમણે તેમની ભાભી મમતા સાથે રમણ કર્યું. પરંતુ મમતાના ઉદરમાં રહેલા બાળકે બૃહસ્પતિના જીવન સત્વને ધકેલી દીધું. આ વાત પર ક્રોધીત થયેલા દેવોના પુરોહિત બૃહસ્પતિએ ઉતથ્ય ઋષિના જન્મનાર બાળકને શ્રાપ આપ્યોઃ ''હે મૂઢ બાળક! તારા આ વ્યવહારના કારણે તું દીર્ઘતમા અર્થાત્ અંધ જ પેદા થઈશ.''
જ્યારે મમતાએ જન્મ આપ્યો ત્યારે બાળક જન્મથી જ આંધળો પેદા થયો. એનું નામ દીર્ઘતમા પાડવામાં આવ્યું. દીર્ઘતમા પ્રચંડ વિદ્વાન હતો. એણે પોતાની વિદ્યાની તાકાત ઉપર પ્રદ્વેષી નામની એક સુંદર બ્રાહ્મણ કન્યા સાથે લગ્ન કર્યું. પ્રદ્વેષીના ગર્ભથી ગૌતમ આદિ કેટલાયે પુત્રો પેદા થયા. એ જમાનામાં ભારતમાં કેટલીક આશ્ચર્યજનક વિદ્યાઓ ઉપલબ્ધ હતી. તેમની એક વિદ્યા હતી ગોધર્મ અર્થાત દૃષ્ટિપાત દ્વારા સંતાનો પેદા કરવા. એટલે કે દૃષ્ટિમાત્રથી બાળકો પેદા કરવા. પંડિત દીર્ઘતમાએ સુરભિના પુત્ર પાસેથી આ વિદ્યા શીખી લીધી અને તે વિદ્યાને અમલમાં મૂકી કુળવૃદ્ધિ કરવા માંડી. બીજા ઋષિઓને પંડિત દીર્ઘતમાનું આ આચરણ ગમ્યું નહીં. તેમને લાગ્યું કે દીર્ઘતમા સમાજની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે. ઋષિઓએ દીર્ઘતમાને નિર્લજ્જ લેખી ત્યજી દીધો.
દીર્ઘતમાને કેટલાયે પુત્રો હતા, પરંતુ તે નિર્ધન હતા. સંતાનોને ખવરાવવા તેની પાસે ધાન્ય નહોતું. આ વિષયમાં તેની પત્ની પ્રદ્વેષી હંમેશા તેનાથી નારાજ અને દુઃખી રહેતી. એક દિવસ દીર્ઘતમાએ તેની પત્નીને પૂછયું: ''તું મારા પર આટલી બધી નારાજ કેમ રહે છે?''
પ્રદ્વેષીએ કહ્યું: ''હે સ્વામી! સમાજનો નિયમ છે કે પતિ જ પરિવારનું ભરણપોષણ કરે, તેથી તે ભર્તા કહેવાય છે. પરંતુ આપ તો અંધ છો અને બાળકો પેદા જ કરે જાવ છો. ભરણપોષણ કરવાની જવાબદારી તમારી છે, પરંતુ તમે અંધ હોવાથી મારે જ બધાના ભરણપોષણની જવાબદારી ઉપાડવી પડે છે. હું બાળકોને ઉછેરું છું, ને તમે તો સાવ નિશ્ચિત છો.''
પત્નીની આ વાત સાંભળી દીર્ઘતમાનો ક્રોધ ચઢયો. એમણે કહ્યું: ''હે મૂઢ સ્ત્રી! તને કેટલું ધન જોઈએ છે? ચાલ, હું તને કોઈ એક ક્ષત્રિય રાજા પાસે લઈ જાઉં છું અને તારી ધનની ઈચ્છા પૂર્ણ કરી દઉં.''
 પંડિત દીર્ઘતમાની ક્રોધભરી વાણી સાંભળીને પ્રદ્વેષીએ પણ રોષભર્યા સ્વરમાં કહ્યું: ''હે વિપ્ર! એ રીતે તમારા દ્વારા મળેલું ધન કષ્ટદાયક જ હશે. મને તેની જરૂર નથી. પણ હવે એક વાત સાંભળી લો કે, હવે હું તમારું ભરણપોષણ નહીં કરું. હું મારા અને પુત્રોના સુખ માટે બીજો ભર્તા કરી લઈશ.''
પત્નીની બીજા પુરુષ સાથે ભરણપોષણ માટે લગ્ન કરી લેવાની વાત સાંભળી પંડિત દીર્ઘતમા વ્યાકુળ થઈ ગયો કે હું જ અસમર્થ છું. માટે મારી પત્ની મને છોડીને જઈ રહી છે. હું એને સુખ આપી શક્તો નથી તો તેની પર મારો અધિકાર રહેતો નથી.''
આટલું મનોમંથન કર્યા બાદ દીર્ઘતમા બોલ્યોઃ ''થોભી જા, પ્રદ્વેષી. તું બીજા પુરુષને પતિ બનાવવાનો વિચાર છોડી દે. હું આજથી જ સંસારમાં સ્થાપિત કરું છું કે, પત્ની મૃત્યુ પર્યંત તેના પતિને જ આધિન રહેશે. પતિ મૃત્યુ પામે તે પછી કે તે પહેલાં કદીયે સ્ત્રી બીજા પુરુષનો પતિ તરીકે સ્વીકાર કરી શકશે નહીં. જે સ્ત્રી આ મર્યાદાનું ઉલ્લંઘન કરશે તે પતિતા કહેવાશે. પતિહીન સ્ત્રીનું જીવન હર પળ પાપથી ભરેલું હશે. આવી પતિતાઓ હંમેશા અપયશ અને નિંદાને જ પ્રાપ્ત કરશે.''
 પંડિત દીર્ઘતમા બોલતા જ રહ્યા અને પ્રદ્વેષીનો ક્રોધ આસમાને ચઢતો રહ્યો. તેણે વિચાર્યું કે, એક તો મારો પતિ અમારું ભરણપોષણ કરતો નથી અને મને બીજો પતિ કરવાની ઈચ્છાના કારણે પતિતા કહે છે. એણે પતિની પત્ની માટેના સદાચારની વ્યાખ્યાને ફગાવી દેતાં ક્રોધ કરી પોતાના પુત્રોને આજ્ઞાા કરીઃ ''તમારા પિતાને ગંગાના પ્રવાહમાં ફેંકી દો.''
ગૌતમ અને બીજા પુત્રોએ માતાની આજ્ઞાાનું પાલન કરતા અંધ પિતા દીર્ઘતમાને ગંગામાં ફેંકી દીધા. દીર્ઘતમા ગંગાના ધસમસતા પ્રવાહમાં તણાતા-તણાતા દૂર દૂર પહોંચી ગયા. ખૂબ જ દૂર નદીના કિનારે બલિ નામના ર્ધાિમક રાજા સ્નાન કરી રહ્યા હતા. તેમણે જોયું તો ગંગાના પ્રવાહમાં કોઈક તણાતું આવે છે. બલિ રાજાએ નદીમાં તણાઈ રહેલા અંધ દીર્ઘતમાને બહાર કાઢયા. તે પછી તેઓ દીર્ઘતમાને પોતાના મહેલમાં લઈ ગયા. બલિ રાજાએ પરિચય પૂછયો. તેમને જ્યારે ખબર પડી કે આ તો પ્રકાંડ વિદ્વાન દીર્ઘતમા છે એટલે બલિ રાજાએ બે હાથ જોડી પ્રાર્થના કરીઃ '' હે મહાત્મા! આપ તો ધર્મને જાણવાવાળા મેધાવી વિદ્વાન છો. આપ અનેક રહસ્યમય વિદ્યાઓના જાણકાર છો. મારી ઈચ્છા છે કે, આપ મારી રાણીઓને કેટલાક ધર્માત્મા જેવા પુત્રો પેદા કરી આપો.''
દીર્ઘતમાનું જીવન બલિરાજાએ બચાવ્યું હતું, તેથી તેઓ ઈન્કાર કરી શક્યા નહીં. તેમણે સંમતિ આપી. તે પછી બલિ તેમના પત્ની સુદેષ્ણા પાસે ગયા અને વિદ્વાન દીર્ઘતમાથી ર્ધાિમક પુત્ર પેદા કરવામાં સહયોગ કરવાની વાત કરી. એ વખતે રાણી સુદેષ્ણાએ રાજાની ઈચ્છા સ્વીકારી લીધી. રાત્રીના સમયે દીર્ઘતમા રાણી સુદેષ્ણા પાસે ગયા. વૃદ્ધ અને અંધ દીર્ઘતમાને જોઈ રાણી સુદેષ્ણાને દીર્ઘતમા માટે ઘૃણા પેદા થઈ. તેઓ દીર્ઘતમાથી દૂર ચાલ્યા ગયા અને પોતાના બદલે એક દાસીને દીર્ઘતમા પાસે મોકલી આપી. દીર્ઘતમાથી દાસી ગર્ભવતી થઈ. એના ગર્ભથી દાસીને કાક્ષીવાન વગેરે અગિયાર વેદપાઠી પુત્રો પેદા થયા.
આ બધા જ પુત્રો મોટા થયા ત્યારે રાજા બલિએ કુતૂહલવશ થઈ દીર્ઘતમાને પૂછયું: ''હે મહાત્મા! શું અગિયાર બાળકો મારા પુત્રો જ છે ?''
દીર્ઘતમાએ કહ્યું : ''નહીં રાજન! આ મારાથી તમારી દાસીના ઉદરમાંથી પેદા થયેલા પુત્રો છે. તમારી રાણીએ મારો અસ્વીકાર કરીને દાસીને મારી પાસે મોકલી આપી હતી. વસ્તુતઃ એ તમારા નહીં પરંતુ મારા જ પુત્રો છે.''
આ વાત સાંભળીને રાજા બલિને બહુ જ દુઃખ થયું. તેઓ ફરી રાણી સુદેષ્ણા પાસે ગયા, અને વિદ્વાન દીર્ઘતમાથી પુત્રો પેદા કરવા રાણીને રાજી કરી લીધાં. ફરી એક વાર રાણી સુદેષ્ણા એકાંતમાં દીર્ઘતમા પાસે ગયાં. દીર્ઘતમાએ રાણી સુદેષ્ણાને માત્ર સ્પર્શ કરીને કહ્યું: ''હૈ સુંદરી! હવે તમને તમારા ઉદરથી અંગ, વંગ, કલિંગ, પૌંણ્ડ્ર અને સુહ્ય નામના પાંચ તેજસ્વી પુત્રો થશે. તેઓ સૂર્યસમાન હશે. તે પાંચેય પુત્રો તેમના નામથી એકએક રાજ્ય પેદા કરશે.''
અને રાણી સુદેષ્ણાએ પાંચ પુત્રોને જન્મ આપ્યો. તેઓ અંગ, વંગ, કલિંગ, પૌંણ્ડ્ર અને સુહ્યના નામે પ્રસિદ્ધ થયા અને પ્રાચીન ભારતમાં તેમના જ નામે વિવિધ દેશો અસ્તિત્વમાં આવ્યા.
મહાભારત અને બીજા પ્રાચીન ગ્રંથોમાં આ બધા રાજ્યોના નામનો ઉલ્લેખ આવે છે. યાદ રહે કે આ અત્યંત પ્રાચીન ભારતની કહાણી છે અને હજારો વર્ષ પૂર્વે ભારતમાં આવી વિચિત્ર પ્રણાલિકાઓ પણ અસ્તિત્વમાં હતી.પ્રાચીન ભારતના નીતિશાસ્ત્રની ભારતીય પૂરાણોમાં ઉપલબ્ધ આ એક કલાસિક કથા છે.


Share:

બેટા! હવે રડીશ નહીં અને એક દિવસ બહાદુર બનજે (કભી કભી)

         


          ઉત્તર-પશ્ચિમ અમેરિકાનું એક રાજ્ય. એમાં એક નાનકડા શહેરમાં પોલ નામનો એક છ વરસનો બાળક પોતાના ઘરમાં એકલો હતો. પોતાની લાકડાનાં રમકડાં બનાવવાની પેટીમાંથી ઓજારો લઈ નાનકડું ઘર બનાવવા મથી રહ્યો હતો. ખૂબ જ રસથી કામ કરતાં કરતાં અચાનક જ એનાથી ખીલીના બદલે પોતાના જ અંગૂઠા પર હથોડી મરાઈ ગઈ. એની રાડ ફાટી ગઈ. રડવું આવી ગયું, પણ રડે શી રીતે ? ઘરમાં કોઈ સાંભળવાવાળું તો હતું નહીં. એના પપ્પા નોકરી પર ગયા હતા. મા બજારમાં ખરીદી કરવા ગઈ હતી. હવે શું કરવું ? અચાનક એને યાદ આવ્યું કે, કોઈપણ માહિતી માટે એના પપ્પા ટેલિફોનનું રિસીવર ઉપાડીને 'ઈન્ફોર્મેશન પ્લીઝ !' એમ પૂછતા અને સામેથી જવાબ મળે પછી પોતાની જોઈતી માહિતી અંગે પૂછતાછ કરી લેતા. એ યાદ આવતાં જ એણે ફોનનું રિસીવર ઉઠાવ્યું અને કહ્યું, 'ઈન્ફોર્મેશન પ્લીઝ !'
           એકાદ-બે ક્લિક્સ સંભળાઈ પછી સામે છેડેથી કોઈ મહિલાનો અવાજ આવ્યો, 'ઈન્ફોર્મેશન બોલે છે. બોલો, હું આપની શું સેવા કરી શકું ?" અવાજ કોઈ સ્ત્રીનો હતો.
"મારા અંગૂઠા પર મારાથી જ હથોડી વાગી ગઈ છે. ખૂબ દુઃખે છે." : બાળકે રડતાં રડતાં જ કહ્યું.
"તારા ઘરે કોઈ નથી ? મતલબ કે કોઈ મોટું હાજર નથી ?"
"ના ! ઘરે હું એકલો જ છું !" હીબકાં ભરતાં બાળકે જવાબ આપ્યો.
"શું ઉંમર છે, તારી દીકરા ? તારું નામ શું છે ?"
"છ વરસ ! મારું નામ પોલ છે."
"અંગૂઠામાંથી લોહી નીકળે છે ?"
"ના, લોહી નથી નીકળતું, પણ મને ખૂબ જ દુઃખે છે. "
"તું તારા ફ્રીજમાંથી બરફ કાઢી શકીશ ?" પેલી સ્ત્રીએ પૂછયું.
"હા !" છોકરાએ જવાબ આપ્યો.
           "તો એક કામ કર. બે-ચાર ટુકડા બરફના કાઢી એક વાટકીમાં નાખીને એમાં થોડુંક પાણી ભરી દે. પછી તારો અંગૂઠો એમાં થોડીક વાર ડુબાડી રાખજે. તને જરૃર રાહત થઈ જશે. થોડુંક સારું લાગે પછી એક રૃમાલ એ પાણીમાં ભીનો કરીને દુખતા અંગૂઠા પર પાટો બાંધી દેજે. તને જરૃર મટી જશે અને હા ! હવે રડીશ નહીં બેટા. અને એક દિવસ બહાદુર બનજે !"
               અદ્ભુત રાહતની લાગણી સાથે બાળકે એનો આભાર માની રિસીવર મૂકી દીધું, પણ આ પ્રસંગ પછી પોતાના કોઈપણ કામ માટે એ 'ઈન્ફોર્મેશન'ને જ પૂછતો. લેસન કરતી વખતે તો ખાસ એને જ પૂછીને લેસન કરતો. મજાની વાત તો એ હતી કે, હંમેશાં એ લેસન કરવાના સમયે 'ઈન્ફોર્મેશન પ્લીઝ'ની ડયૂટી હોય જ. એ સ્ત્રીનો નોકરીનો સમય અને પોલનો લેસન કરવાનો સમય એક જ હતો. એટલે પોલ કંઈ પણ મુશ્કેલી પડે તો એ સ્ત્રીને જ પૂછી લેતો. એક વખત ભૂગોળનું લેસન કરતી વેળા ફિલાડેલ્ફિયા ક્યાં આવ્યું એ એને 'ઈન્ફોર્મેશને' જ જણાવ્યું હતું. ગણિતના અઘરા દાખલા વખતે પણ એ એની જ મદદ લેતો. એણે જ્યારે નાનકડું વાંદરું પાળ્યું ત્યારે એને ખાવા શું શું આપી શકાય એ માટેની સંપૂર્ણ માહિતી એણે એ સ્ત્રી પાસેથી જ મેળવેલી.
              એક દિવસ પોલનું પાળેલું બુલબુલ પાંજરામાં જ મૃત્યુ પામ્યું. એ ખૂબ જ ઉદાસ થઈ ગયો. આ બનાવથી એને વારંવાર રડવું આવતું. 'ઈન્ફોર્મેશન'નો સંપર્ક કરી એણે આ કરુણ ઘટનાની વાત કરી. એણે કહ્યું, "દીદી ! પોતાનાં અદ્ભુત ગીતોથી મારા ઘરમાં બધો આનંદ પાથરતું એ પંખી અચાનક પીંછાંનો ઢગલો બની અમને શું કામ છોડી ગયું ?"
                પેલી સ્ત્રી બે-ચાર ક્ષણ મૌન રહી. પછી ખૂબ જ સહાનુભૂતિભર્યા અવાજે બોલી, "બેટા ! એ બુલબુલને આપણી દુનિયા સિવાયની બીજી દુનિયામાં પણ ગીતો ગાવાનાં હશે અને એટલે જ ભગવાને એને બોલાવી લીધું હશે !"
                આ ઘટનાક્રમ આમ જ લગભગ ત્રણ વરસ શરૃ રહ્યો. ત્રણ વરસ પછી પોલના પિતાની બદલી બોસ્ટન શહેરમાં થઈ. પોલ અમેરિકાના બીજે છેડે રહેવા ચાલ્યો ગયો. એની મોટી બહેન એ જ શહેરમાં પરણીને સ્થાયી થઈ હતી. વરસો વીતતાં ગયાં તેમ સ્મૃતિઓની દીવાલો પર સમયનું પડ જાડું થતું ચાલ્યું.
            કોલેજ પૂરી કરીને પોલે પોતાનો ધંધો શરૃ કર્યો. ધંધાના કામ અંગે એ એક વખત બહારગામ જતો હતો ત્યારે એના વિમાને એણે જ્યાં બાળપણ ગુજારેલું એ જ શહેરમાં લગભગ અર્ધા કલાક જેટલું રોકાણ કર્યું. પોલે પોતાની બહેન સાથે લગભગ પંદરેક મિનિટ વાત કરીને ફોન મૂક્યો ત્યાં જ દીવાલમાંથી ફૂટી નીકળતા પીપળાની માફક જ એને 'ઈન્ફોર્મેશન પ્લીઝ' ની યાદ આવી ગઈ. આટલાં વરસો પછી સીધો ધોન ઉપાડવાથી ઈન્ફોર્મેશનને જ લાગે તેવું નહોતું રહ્યું એટલે એણે લોકલ ફોન ડિરેક્ટરીમાંથી ઈન્ફોર્મેશનનો નંબર મેળવ્યો. પછી ધડકતા હૈયે બોલ્યો, "ઈન્ફોર્મેશન પ્લીઝ !"
               યુવાન થવાના કારણે પોલનો અવાજ બિલકુલ બદલાઈ ગયો હતો, પણ સામે છેડેથી એનો એ જ મીઠો અને પ્રેમાળ અવાજ સંભળાયો, "ઈન્ફોર્મેશન બોલે છે, હું આપની શું સેવા કરી શકું ?"
                એનો એ જ અને એવો જ મમતાભર્યો અવાજ આટલાં વરસો પછી પણ સાંભળવા મળશે એવી પોલને કલ્પના જ નહોતી.એટલે શું વાત કરવી અને કઈ રીતે વાત કરવી એ તો એણે વિચાર્યું જ નહોતું. એના મગજમાં તો પોતાના બાળપણના પ્રસંગો જ ઘુમરાતા હતા. સામે છેડે થોડી વાર શાંતિ છવાઈ ગઈ, પછી જ લાગણીભર્યો અવાજ સંભળાયો, "પોલ ! હથોડી વાગેલી એ અંગૂઠો રુઝાઈ ગયો ? કે હજુ દુઃખે છે ?"
               પોલના આનંદનો કોઈ પાર ન રહ્યો. એની આંખમાં આંસુ આવી ગયાં. એ બોલ્યો, "દીદી ! તમે આજે આવી રીતે મળી જશો એ હું માની જ નથી શકતો. હું હવે મોટો બિઝનેસમેન બની ગયો છું, પણ તમને આજે મારે એક વાત કરવી છે." એટલું કહી એ બે ક્ષણ અટક્યો. પછી છાતીમાં ભરાયેલ ડૂમાને જેમતેમ ખસેડીને એ બોલ્યો, "દીદી ! તમે મારા માટે એ વખતે શું હતાં એ તમને ખબર છે? તમે એક બાળકના સુખ-દુઃખનાં સાથી હતાં. મારે મા-બાપ તો હતાં, પણ પોતાના કામમાં જ વ્યસ્ત. મારાં મા-બાપ પાસે તો મારા માટે સમય હતો જ નહીં. એ વખતે મારાં મા અને બાપ બંને તમે જ હતાં. તમે મને ક્યારેય વાત કરવાની ના પાડી નથી. જો એવું કહું તો પણ એને અતિશયોક્તિ ન માનતાં કે તમે મારા બાળપણનું સર્વસ્વ હતાં !" ડૂમો ફરીથી ભરાઈ આવ્યો.
               બે ક્ષણ બંને છેડે શાંતિ છવાયેલી રહી. લાગતું હતું કે, બંને છેડે આંસુ રોકવાનો જ પ્રયાસ થઈ રહ્યો હતો. ત્યારબાદ એ સ્ત્રીએ કહ્યું, "પોલ ! આજે મારે પણ તને કહેવું છે કે, તું મારા માટે શું હતો એ તને ખબર છે ખરી ? હું પણ સાવ જ એકાકી જીવન જીવતી હતી. મારે પતિ કે બાળકો કોઈ જ નહોતું. તારો ફોન આવે અને હું જ તારી સાથે વાત કરી શકું એ માટે હું હંમેશાં સાંજની ડયૂટી જ પસંદ કરતી. તને અભ્યાસમાં મદદરૃપ થઈ શકું એ માટે તારા જે તે ધોરણનાં પુસ્તકો ખરીદીને હું રોજ રાત્રે એનો અભ્યાસ કરતી. તારી સ્કૂલમાં જે ચાલવાનું હોય તે હું અગાઉથી જ તૈયાર કરી રાખતી. તારો અવાજ મને રોજ એક દિવસ વધારે જીવતા રહેવાની હિંમત આપતો. મારી નોકરી ન હોય ત્યારે હું કોઈકને બદલે નોકરી કરતી. હું ભાંગી પડીને આપઘાત કરવાનો વિચાર કરતી હતી એવે વખતે મને જીવતા રહેવાની પ્રેરણા તેં જ આપેલી !" થોડી વાર અટકીને એ બોલી, "પોલ બેટા ! તારી પાસે સમય હોય તો મને મળીશ ? તને મળવા હું વરસોથી તડપું છું અને તું ફરી કોઈ દિવસ મળીશ એ આશાએ જ જીવું છું."
            "દીદી !" પોલ માંડ માંડ બોલી શક્યો, "મારું પ્લેન હવે પાંચ-દસ મિનિટમાં જ ઊપડશે. દોઢેક મહિના પછી હું પાછો આવીશ. તમે જે અનુભવી રહ્યાં છો એવી લાગણી હું પણ અનુભવી રહ્યો છું. મારે પણ તમને મળવું છે. તમને હું ખાતરી આપું છું કે, હું પાછો આવીશ ત્યારે મારી ટિકિટ જ એવી રીતે લઈશ કે તમારી સાથે એકાદ દિવસ ગાળી શકાય."
              ત્યાર પછી રડતાં રડતાં જ બંનેએ એકબીજાને બાય બાય કર્યું. ફોન મૂકતાં પહેલાં એ સ્ત્રીએ જણાવ્યું કે પોતાનું નામ સેલી છે અને ભવિષ્યમાં સંપર્ક માટે એ નામથી જ પૂછતાછ કરવી.
             દોઢને બદલે પોલ પૂરા ત્રણ મહિના પછી આવી શક્યો. વિમાનથી ઊતરીને તરત જ ત્યાંના જાહેર ટેલિફોન પરથી જ એણે ફોન કર્યો, "ઈન્ફોર્મેશન પ્લીઝ !" એટલું બોલી એ ધડકતા હૈયે ઊભો રહ્યો.
             "ઈન્ફોર્મેશન બોલે છે બોલો ! હું આપની શું સેવા કરી શકું ?" સામે છેડેથી એક મૃદુ અવાજ આવ્યો, પણ એ સેલીનો નહોતો.
"સેલીને આપશો પ્લીઝ ?" સેલી નહીં મળ્યાના થોડા વિશાદ સાથે પોલે કહ્યું.
"તમે એના મિત્ર છો ?"
             "હા ! ખૂબ જૂનો મિત્ર."
            "તમને જણાવતાં મને દુઃખ થાય છે, પરંતુ મારે જાણ તો કરવી જ જોઈએ. કેન્સરના   કારણે લગભગ દોઢ મહિનાથી રજા પર રહેલી સેલીનું ગયા અઠવાડિયે જ મૃત્યુ થયું છે. માફ કરશો !"
પોલ માથે જાણે માથે વીજળી પડી, "ઓહ નો !" કહેતાં એનાથી ધ્રુસકો મૂકાઈ ગયો. જે સ્ત્રી પોતાના બાળપણની દુનિયામાં સર્વસ્વ હતી એને એકવાર પણ મળી ન શકાયું, એ વાત એને અત્યંત પીડા આપી રહી હતી.
            "અરે સાંભળો !" સામે છેડે રહેલી સ્ત્રીએ કદાચ પોતાના રડવાનો અવાજ સાંભળી લીધો હતો. સેલી માટે રડવાવાળું આ દુનિયામાં બીજુૂં કોઈ સગું તો હતું નહીં અને પોલ વિશે એણે સેલી પાસેથી ઘણી વાતો સાંભળી હતી એટલે એણે પૂછી જ લીધું, "તમે ક્યાંક મિ. પોલ તો નથી ને ?"
"હા ! હું પોલ જ બોલું છું. સેલીએ મારા વિશે તમને કંઈ કહ્યું હતું ?" પોલને નવાઈ લાગી.
             "સેલીએ તમારા માટે એક સંદેશો મૂકેલો છે. સેલીએ કહેલું કે તમે આવો ત્યાં સુધી કદાચ એ જીવતી ન પણ રહે તો મારે આ સંદેશો તમને આપવો. તમને રડતા સાંભળ્યા એટલે હું ઓળખી ગઈ. સેલી કહેતી હતી કે એના મૃત્યુથી તમને ખૂબ જ દુઃખ થશે."
"સંદેશો શો છે ?" પોલને સેલીએ શું લખ્યું હશે એ સાંભળવાની અધીરાઈ થઈ આવી હતી.
           
"સેલીએ લખ્યું છે કે- પોલને કહેજો કે રડે નહીં, જરાય દુઃખી પણ ન થાય. આ એક જ દુનિયા નથી. બીજી દુનિયામાં પણ ગીતો ગાવાનાં હોય તો ભગવાન બોલાવી લેતા હોય છે અને આ સંદેશો પોલ જરૃર સમજી જશે !" સંદેશો પૂરો કરીને એ સ્ત્રી શાંત થઈ ગઈ. એનો આભાર માની પોલે ફોન મૂકી દીધો. એ સંદેશનો અર્થ પોલ બરાબર સમજી ગયો હતો. આંખ બંધ કરી શાંતિથી એ એરપોર્ટની લોન્જના એક ખૂણાની બેઠક પર બેસી ગયો. બંધ આંખોમાંથી અશ્રુધારા વહેતી હતી, પરંતુ એના મોં પર શાંતિના ભાવો પથરાયેલા હતા. ઘણાં વર્ષો પછી એના બુલબુલનો મીઠો અવાજ એના કાન અને હૃદયમાં જાણે કે ગૂંજી રહ્યો હતો !

(સુપ્રસિદ્ધ લેખક અને બાળરોગ નિષ્ણાત ડો. આઈ. કે. વીજળીવાળા એ 'મનનો માળો' પુસ્તકમાં આ હૃદયસ્પર્શી કથા આલેખી છે,જે તેમના સૌજન્યથી અત્રે તેમના જ શબ્દોમાં પ્રસ્તુત કરી છે.)-
Share:

બ્લોગ ની લિંક

https://dharmeshrakholiya.blogspot.com/

લોકપ્રિય પોસ્ટ્સ

Powered by Blogger.

કુલ મુસાફરો

Search This Blog

ઇ પેપર સંદેશ

અનુવાદ

લખાણ કોપી નહિ થાય