અગાઉ કરાયેલી જાહેરાત પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રાયોગિક ધોરણે પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને રોડ બનાવવાનું શરૂ કર્યુ છે.લો-ગાર્ડનથી નગરી હોસ્પીટલ સુધીના એક કીલોમીટરના રોડને ડામરની સાથે પ્લાસ્ટીક વેસ્ટનો ઉપયોગ કરીને બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યુ છે. આ પદ્ધતિથી રોડ બનાવવાના કારણે રોડની ગુણવત્તા વધવાની સાથે પર્યાવરણની દ્રષ્ટિએ પણ ફાયદો થશે.
ગત મહિને એએમસી દ્વારા શહેરમાં પ્રાયોગિક ધોરણે પ્લાસ્ટિક મટીરીયલનો ઉપયોગ કરીને રોડ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત લો ગાર્ડનથી નગરી હોસ્પિટલ સુધીના એક કીલોમીટરનો માર્ગ પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યુ છે.રોડ બનાવવા માટે પ્રતિ 1000કીલો ડામરની સાથે 40 માઇક્રોનથી જાડા અને 90 માઇક્રોનથી પાતળા પ્લાસ્ટીક વેસ્ટના બારીક ટુકડા કરી તેમા 100 કીલો પ્લાસ્ટીક વેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. જે બાદ સામાન્ય રીતે રોડ બનાવાય છે તે જ પ્રમાણે રોડ બનાવવામાં આવે છે.
આ વિશે એએમસીનાં રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીનાં ચેરમેન કાંતિભાઈ પટેલનાં જણાવ્યાં પ્રમાણે, આ રોડ બનાવવામાં 8 ટકા પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરાય છે.પ્રાયોગિક ધોરણે હાલ એક કિલોમિટર લાંબો રોડ બનાવવામાં આવ્યો છે. જો તે સફળ રહેશે તો બાદમાં દરેક ઝોનમાં આજ રીતે રોડ બનાવાશે.
મહત્વનું છેકે આ પ્રકારના રોડ બનાવતા પહેલા એએમસીના રોડ પ્રોજેક્ટના ઇજનરો ચેન્નાઇની મુલાકાત ગયા હતા. જ્યાં મોટા પ્રમાણમાં આ પદ્ધતિથી રોડ બનાવવામાં આવે છે. આ પ્રકારના રોડની ગુણવત્તા અને પર્યાવરણને થતા ફાયદા જોયા બાદ એએમસીએ પણ શહેરમાં આજ પધ્ધતીથી રોડ બનાવવાનો નિર્ણય કર્યો છે. પ્લાસ્ટીકના કારણે પાણી જમીનમાં જતુ અટકતુ હોવાથી ખાડા નથી પડતા.








No comments:
Post a Comment