whatsapp માં offline કેવી રીતે થશો? અથવા Last Seen Time કેવી રીતે છુપાવશો.

POSTED BY RAKHOLIYADHARMESH.BLOGSPOT.COM


ઘણી વાર તમે વોટ્સએપ યુઝ કરતી વખતે જોયું હશે કે તમને સામેના યુઝરનો Last Seen ટાઈમ દેખાતો હોય છે અને તે રીતે તમારો ટાઈમ પણ બીજાને દેખાતો હશે. હવે જો તમે તમારી જાત સાથે ખોટું બોલ્યા વગર પ્રમાણિકપણે તમારા મનને પૂછો તો તમને પણ ક્યારેક ને ક્યારેક એવું તો થયું હશે કે મારો last seen ટાઈમ કોઈને ખબર પડે. જો કે આમાં કોઈ મોટું સાયન્સ નથી પરંતુ ફક્ત એક ટ્રિક છે જે મેં મારી જાતે ટ્રાય કરીને જોયું છે તો તમે પણ ટ્રાય કરી શકો છો.જ્યારે તમને કોઈ મેસેજ આવે અને તમારે તે મેસેજ જોવો પણ છે અને રિપ્લાય પણ કરવો છે પરંતુ ઈચ્છા છે કે તમારો Last Seen ટાઈમ અન્ય કોઈને ખબર પડે. તો જ્યારે તમને કોઈ મેસેજ આવે ત્યારે તેને જોતાં પહેલાં મોબાઈલમાં ડેટા ઓફ (DATA OFF) – ઇન્ટરનેટ બંધ કરી દો અને પછી મેસેજ જુઓ. હવે જો રિપ્લાય કરવો છે તો રિપ્લાય ટાઈપ કરીને સેન્ડ કરી દો. હવે ત્યાર બાદ DATA ON કરી દો. જો વારંવાર settingsમાં જઈને ડેટા ઓફ કરવાનું કંટાળાજનક લાગતું હોય તો તેની માટે સ્પેશ્યલ વિજેટ (widget) આવતા હોય છે જે તમને હોમ સ્ક્રીન પર ઓન-ઓફ કરવાની સવલત આપે છે.

અને જો તમે iPhone યુઝર છો અને તમારે Last seen ટાઇમ સ્ટૅમ્પ છુપાવવો છે તો માટેનું ઓપ્શન ઉપલબ્ધ છે. માટે એપ્લિકેશનમાં Settings > Advanced Tunrn off “Last Seen Timestamp”

આમ કરતા વોટ્સએપ તમારી છેલ્લી ગતિવિધિ દરમ્યાન ઇન્ટરનેટ બંધ હોવાને કારણે ટ્રેક કરી શકતું નથી અને તેના સર્વરમાં તમારો Last Seen અપડેટ થતો નથી પરિણામે સાચો સમય દેખાતો નથી.


Share:

No comments:

બ્લોગ ની લિંક

https://dharmeshrakholiya.blogspot.com/

લોકપ્રિય પોસ્ટ્સ

Powered by Blogger.

કુલ મુસાફરો

Search This Blog

ઇ પેપર સંદેશ

અનુવાદ

Recent Posts