• This is default featured slide 1 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 2 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 3 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 4 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 5 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

અહો આશ્રયમ....!!! ૨૯ રાજયના નામ સંત તુલસીદાસના એક દોહામા


આપણી સંસ્ક્રુતિ નુ ગૌરવ લેવા જેવી વાત છે. સંત તુલસીદાસ કેટ્લા મહાન કવિ હતા. તેનો ખ્યાલ તેના રચેલા એક દોહા પરથી આવે છે. આ દોહાના પ્રથમ અક્ષરથી આપણા દરેક રાજ્ય નાં નામ છે.

જુઓ તેના રચેલા દોહો અને રાજ્યના નામ
* राम् नाम् जपते अत्रि मत गुसिआउ ! *
* पंक में उगोहमि अहि के छबि झाउ !! *
() रा = રાજસ્થાન    () म् = મહારાષ્ટ્રા  () ना = નાગાલેન્ડ (૪) = મણીપુર
(૫) = જમ્મુ કશ્મીર (૬) =પશ્ચિમ બંગાળ (૭) ते = તેલંગણા (૮) =અરુણાચલ પ્રદેશ
(૯) त्रि = ત્રિપુરા      (૧૦) = મધ્ય પ્રદેશ (૧૧) = તમિલનાડુ  (૧૨) गु = ગુજરાત
(૧૩) सि = સિક્કિમ   (૧૪) = આંઘ્રપ્રદેશ  (૧૫) = ઉત્તર પ્રદેશ (૧૬) पं = પંજાબ
(૧૭) = કર્ણાટ્કા   (૧૮) में = મેઘાલય     (૧૯) = ઉત્તરાચલ  (૨૦) गो = ગોવા
(૨૧) = હરયાણા   (૨૨) मि = મિઝોરમ   (૨૩) =અસમ   (૨૪) हि =હિમાચલ પ્રદેશ
(૨૫) के = કેરાલા    (૨૬) = છત્તિસ્ગટ   (૨૭) बि = બિહાર   (૨૮) झा =ઝારખંડ
(૨૯) = ઉડિસ્સા

Share:

જાણો વોટ્સ એપ/whatsapp વીશે ની આ રસપ્રદ માહિતી.


તમે વોટ્સ એપ વાપરતા હોય તો તમે જોયુ હશે કે તમે કોઇ ને મેસ્સેજ મોકલો તો થોડી વાર પછી

() નિશાની આવે તેનો મતલબ કે તમે મેસેજ મોકલ્યો.
() ✔✔  નિશાની આવે તેનો મતલબ કે જેને મેસેજ મોક્લ્યો તેને મળી ગ્યો
() ✔✔ નિશાની બ્લ્લુ થાય તો તેનો મતલબ કે જેને મેસેજ મોક્લ્યો તેણે મેસેજ વાંચી લીધો.
અહી સુધી બધા ને ખબર હ્શે. પણ હવે વોટ્સ એપ/whatsapp માં નવુ ફ્ગશન આવવાનુ છે.
જેમાં હવે પછી ✔✔✔ નિશાની આવશે. તેનો મતલબ સરકાર ને પણ આ મેસેજ જશે.
() ✔✔✔ નિશાની બ્લ્લુ થાય તો તેનો મતલબ સરકારે મેસેજ વાંચી લીધો. બધુ બરાબર છે.તમે મેસેજ       ડિલીટ કરી શકો છો.

() ✔✔  બે નિશાની બ્લ્લુ થાય અને ત્રીજી નિશાની લાલ થાય તો તેનો મતલબ મેસેજ બરાબર નથી.
(આ મેસેજ સરકાર ની નજર માં વાધા જનજ છે. તમે મેસેજ ડિલીટ નહી મારી શકો આવા કિસ્સામાં પોલીસ કાર્યવાહી પણ થઇ શકે છે.)

Share:

શુ તમે જાણો શો ? ફોન કરીને પહેલા હેલ્લો/HELLO કેમ બોલવામાં આવે છે.




તમેને જાણી ને નવાઇ થશે. કે કોઇ પણ ફોન કરતા કે આવતા સૌથી પહેલા હેલ્લો કેમ બોલે છે. હેલ્લો ની જગ્યા એ બીજુ કેમ નહી. તો તમને જણાવી દઇએ કે હેલ્લો એ કોઇ વ્યક્તી નું નામ છે. તો તમને આશ્ર્ય થશે. કે કોઇ વ્યક્તિ નુ નામ ? હા હેલ્લો નામ છે મહાન વૈજ્ઞાનિક ગ્રાહમ બેલ ની પ્રેમીકાનુ કે જેનુ આખુ નામ મારગ્રેટ હેલ્લો હતુ. તેને ગ્રાહમ બેલ પ્રેમથી હેલ્લો કહેતા હત્તા. હવે તમને જણાવાની જરુર નથી. કે ગ્રાહમ બેલે ટેલીફોનની શોધ કરી હતી. તે જયારે પણ હેલ્લો ને  ફોન કરતા ત્યારે પહેલા હેલ્લો બોલતા. તેથી તે શબ્દ પ્રચલીત થઇ ગ્યો અને આપણે પણ હેલ્લો બોલએ છીએ.


Share:

કોયડા ઉખાણા


એક ગોવાળીયો હતો. તેની પાસે ૧૬ ગાયો હતી. તેણે બધી ગાયોને  ૧ થી ૧૬ નંબર આપ્યા હતા. બધી ગાયો પોતપોતાના નંબર ના હિસાબે દુધ આપતી હતી. જેમ કે ૫ નંબર ની ગાય ૫ લીટર દુધ આપે. ૮ નંબર ની ગાય ૮ લીટર દુધ આપે.ગોવાળીયા ને તેની બધી ગાયો તેના ૪ સંતાનોમાં વહેચણી કરવી છે. પણ શરત એવી છે કે બધાને સરખા ભાગે ગાયો મળે અને બધાને સરખા ભાગે દુધ મળે.

તો હવે તમારુ ગણિત કરી ને તમારો જવાબ આપો જો તમને જવાબ ન મળે તો નીચે જવાબ પર કલિક કરો.

જવાબ માટે



Share:

પતંગોનો/KITES ઈતિહાસ જાણો


પતંગોનો/KITES ઈતિહાસ જાણો



પતંગની શોધનો દાવો કરનાર ગ્રીકો અને ચીનાઓની માન્યતા પ્રમાણે પતંગ સૌ પ્રથમ હકીમલ કમાન નામના માણસે બનાવ્યો હતો. સૌ પ્રથમ ચીનમાં ડ્રેગન નામનો પતંગ બનાવ્યો હતો.
ચીનના તીઆન જિલ નામના એક પતંગ ઉસ્તાદે અનેક આકારના પતંગની શોધ કરી હતી. તેની ડિઝાઇનોની નકલ આજે પણ કરવામાં આવે છે.
પતંગોનો ઈતિહાસ  જોતા એવું કહી શકાય કે પતંગ નો સૌ પ્રથમ ઉપયોગ છઠ્ઠી સદીમાં ચીનના ગાઓ યેન્ગ નામના રાજાએ કર્યો હતો. તેમણે પતંગને લઈને અનેક પ્રયોગો કરેલા. મૃત્યુની સજા પામેલા ચોરને એક ઊંચાઈ પર લઈ જતો અને એક મોટો પતંગ બાંધી તે ચોરને તે ઊંચાઈ પરથી ધક્કો મારી દેતા. જો પતંગ સાથે ચોર ઊડે તો પ્રયોગ સફળ નહિતર ચોર બિચારો પછડાઈને મરી જતો. જોકે રાજાનો પહેલો પ્રયોગ નિષ્ફળ ગયો હતો.
ચીન, કોરિયા, જાપાનમાં પતંગનો ઉપયોગ જાહેરખબર માટે કરવામાં આવતો હતો.
સોળમી સદીમાં એક ચોર પતંગના સહારે એક કિલ્લાની ટોચ પર લગાવેલી સોનાની માછલીઓ ચોરી ગયો હતો.

ઈ.સ. 1749માં સ્કોટલેન્ડની ગ્લાસગો યુનિવર્સિટીના બે શિક્ષકો એલેક્ઝાન્ડર મિલ્સન્ટ અને ટોમસ મેલવિલેએ છ પતંગ એક દોરી પર ચગાવી સાથે થર્મોમીટર બાંધીને વાદળનું ઉષ્ણાતામાન નોંધવાની કોશિશ કરી હતી.
અઢારમી સદીમાં પતંગનો ઉપયોગ ફોટોગ્રાફી કરવા પણ થયો છે.
ઈ.સ. 1800ની સાલમાં ફ્રેન્કલીને આકાશમાં પતંગ ચડાવીને વાદળાંની વીજળીને દોરી વડે આકર્ષવાનો પ્રથમ પ્રયોગ કર્યો હતો. વિજ્ઞાનીઓએ બનાવેલી વીજળી અને વાદળોમાં પેદા થતી વીજળી વચ્ચેનો ભેદ જાણવા ફ્રેન્ક્લીને આ પ્રયોગ કર્યો હતો. ફ્રેન્કલીન ઘણા અંશે સફળ રહ્યો હતો.
.સ. 1827માં જ્યોર્જ પોકોક નામના એક અંગ્રેજે પતંગોના સહારે એક ગાડી દોડાવી હતી.
1984માં ચેકોસ્લોવેકિયાનો એક પંદર વર્ષનો છોકરો પતંગના અને હેન્ગગ્લાઇડરના વૈજ્ઞાનિક નિયમોનો અભ્યાસ કરીને સામ્યવાદી શાસનની કેદમાંથી નાસી છૂટ્યો હતો.


1907માં ગ્રેહામ બેલે 50 ફૂટ ઊંચો પતંગ સાત મિનિટ આકાશમાં ઉડાડીને હવામાન વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.



Share:

જાણો વિશ્વની સૌથી ગરમ જગ્યાઓ વિશે.



દુનિયાની એવી પાંચ સૌથી ગરમ જગ્યાઓ  જયા નોંધાયેલું છે. સૌથી વધુ 70.7 ડિગ્રી સે.તાપમાન.
2003 થી 2009ની વચ્ચે કરાયેલા સેટેલાઇટ માપદંડ પરથી અહીં સૌથી વધુ તાપમાન 70.7 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું  કે જયા માણસ માટે જીવવું લગભગ અશક્ય જ છે. માણસ તો શું જાનવરનું પણ જીવતા રહેવું મુશ્કેલ છે.
અહીં આપણે દુનિયાની એવી જ પાંચ જગ્યાઓ વિશે જાણીએ.
 દસ્ત એ લૂટ, ઈરાન / DASHT E LUT, IRAN


આ રણ વિસ્તારને ધરતીની સૌથી ગરમ જગ્યામાંથી એક માનવામાં આવે છે. 2003 થી 2009ની વચ્ચે કરાયેલા સેટેલાઇટ માપદંડ પરથી અહીં સૌથી વધુ તાપમાન 70.7 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. ચિલીના અટાકામા ડેઝર્ટ સાથે દસ્ત એ લૂટને દુનિયાની સૌથી સૂકી જગ્યાનું ટાઇટલ મળી ચૂક્યું છે. તેના મોટા ભાગનાં  સેન્ટ્રલ એરિયામાં એક નાનું જીવ પણ જીવતું ના રહી શકે. અહીં સુધી કે બેક્ટેરિયા પણ નથી બચી શકતા.


 ડેથ વેલી, કેલિફોર્નિયા, અમેરિકા / DEATH VALLEY , CALIFORNIA , USA

અમેરિકાના કેલિફોર્નિયામાં સ્થિત ડેથ વેલીમાં અત્યારે બીજુ સૌથી ગરમ હવાનું તાપમાનનો રેકોર્ડ છે. 1913ની ગરમીઓમાં આ પારો 56.7 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. હજુ પણ અહીં ગરમી દરમિયાન સરેરાશ પારો 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. આ સ્ટેટની સૌથી સૂકી જગ્યા છે.


અજીજિયાહ, લીબિયા / AZIZIYAH, LIBYA

લીબિયાની રાજધાની ટ્રિપલીથી 25 માઈલ દૂર અજીજિયાહ ક્યારેક દુનિયાની સૌથી ગરમ જગ્યા હોવાનો દાવો હતો. 1922માં અહીંનું તાપમાન 58 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ કરાયું હતું. જો કે, 2012માં મેટ્રોલોજીસ્ટસએ સાફ કર્યું કે કેટલાયે ફેક્ટર્સના ચાલતા આ નંબર સાચો નથી. ગરમીઓમાં અહીં એવરેજ 48 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન હોય છે.


વાદી હાલફા, સૂદા / WADI HALFA SUDAN

આ શહેર સૂદાનમાં લેક નુબિયાના કિનારે વસેલું છે, જ્યાં છેલ્લ્લા પાછલા વર્ષોમાં જરા પણ વરસાદ પડ્યો નહીં. જૂન મહિનો અહીં માટે સૌથી ગરમ મહિનો છે, જેમાં એવરેજ તાપમાન લગભગ 41 ડિગ્રી સેલ્સિયસ રહે છે. અહીં પર 1967માં સૌથી ગરમ દિવસનો રેકોર્ડ નોંધાયો હતો, તે વખતે અહીંનું તાપમાન 53 ડિગ્રી સેલ્સિયસ હતું.


તિર જવી, ઇઝરાયેલ/ TIRAT ZVI ISRAEL

એશિયામાં તિરત જવીના નામે સૌથી ગરમ જગ્યાનો રેકોર્ડ છે. અહીં જૂન 1942માં 54 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રેકોર્ડ કરાયું હતું. જો કે, આ રેકોર્ડને લઈને તપાસ કરનાર ક્રિસ્ટોફર સતત સવાલ ઉભા કરી રહ્યા છે. તેમનો દાવો છે કે તેમાં થર્મોગ્રાફ ખોટી રીતે વંચાયો હતો.

Share:

ભાણ કોટીલો અને હથિયો મહિડો




રૂપેણ નદીના કાંઠે વાંકિયા (સાણા ડુંગર) નામનું નાનકડું ગામ આવેલું છે. વાંકિયાના ગામધણી ભાણ કોટીલો એની ડેલીએ મિત્રો અને બારોટ ચારણના ડાયરા ભરી બેઠો છે. ડેલીના ખાનામાં માળવાઇ અફીણના ગાંગડા ખરલે ચડે છે. કસુંબા થાય છે. અંજલિયો ભરી ભરીને પવાય છે...આવા ચડતા બપોરના સમયે દરબારની ડેલીએ એક આઠેક મણની અદોદળી કાયાનો ખૂંખાર આ માણસ ખભા ઉપરથી બે એક મણ રોકડા રૂપિયાની ગાંસડી ખૂણામાં નાખીને દાયરામાં બેસી ગયો...? કસુંબો લેવડાવીને ભાણ કોટીલાએ આવતલ આદમીની ઓળખાણ માંગી! ક્યાંથી આવો છો, ભાઇ?’ ગરેડી જેવા કાંધ ઉપરથી હાંડા જેવું માથું ઊચું કરી આગંતુકે જવાબ દીધો: જૂનાગઢથી...’‘શું આવ્યા છો?’ જવાબમાં આવતલ આદમીએ એના થેલામાંથી તાંબાનું પતરું કાઢીને દરબારને વાંચવા આપ્યું. દરબારે પોતાના કામદારને આ તામ્રલેખ આપીને કહ્યું: સૌ દાયરો સાંભળે એમ વાંચી સંભળાવો.ડાયરામાં પળભર સન્નાટો પથરાઇ વળ્યો. અનુમાન થઇ શકતું હતું કે આવતલ મૂળે આ આદમી છે ધીંગાણાનો, તલવારની પટ્ટાબાજી ખેલનારો હોય, કાં તો આખલા કે પાડાનો પછાડનારો હોય, કાં તો પછે નવાબનો એકોહોય... ગમે તે હોય. પણ હીરના ફુમતા જેવા આપણા રૂપાળા આ ગામના દરબાર ભાણ કોટીલા સાથે એને ક્યા ભવનું વેર છે કે દૂધમાં કહુ ઓરવા આંયા ગુડાણો?‘જૂનાગઢ રાજના ગિરાસદાર દાયરાને જણાવવાનું કે..કામદાર તાંબાના પતરાનું લખાણ વાંચી રહ્યા! અમારો પહેલવાન તમારે ગામ આવે છે. આ પહેલવાન યુદ્ધનો ખેલાડી છે. એટલે એની સાથે હાથોહાથની લડાઇ આપી શકે એવો સમોવડિયો આપશો. જો તમે આ માટે નિરુપાય હો તો રોકડા રૂપિયા સો એને આપી દેજયો અગર તમારી પાસેનો પહેલવાન જો અમારા પહેલવાનને હરાવી દેશે, તો એની પાસેના તમામ રોકડા રૂપિયા તમને આપી દઇશું.લખાણ સાંભળીને ભાણ કોટીલાએ દાયરામાં નજર નાખી પણ દાયરો આખો પલળેલા કાગડા જેવો ભાસ્યો! સો રૂપિયા ગણી આપો દરબાર, એટલે બીજું ગામ ચેતાવું!પહેલવાન વરવું હસ્યો!દરબારના મોં પર ઝાંખપની છાયા ઢળી કે ડેલીના ખાનામાં બેઠેલ ગામનો મેઘવાળ હથિયો મહિડો બોલ્યો: લે બાપુ! આ જાડિયો દાકુડો કાંઉ બોલતોસ?’ (આ જાડો શું કહે છે?)‘હાથિયા મહેતર!

દરબાર બોલ્યા: આ જૂનાગઢના નવાબનો મલ્લ છે. એની સાથે હાથોહાથ ધીંગાણું કરે એવો સમવડિયો માંગે છે. ન મળે તો સો રૂપિયા રોકડા આપવાના છે.’ ‘શું કરશો? બાપુ!હાથિયો મૂછમાં હસ્યો.સો રૂપિયા આપી દઇશું. બીજું શું ?’‘ન અપાય બાપુ!હાથિયા મેઘવાળે બાંયો ચડાવી.તમારા ડાયરામાં હાથિયો મહિડો બેઠો છે અને વાંકિયાનું પાણી જાય! એને હું ધીંગાણું આપીશ હાથોહાથનું.હાથિયા હરજિનની વાત સાંભળીને જૂનાગઢના પહેલવાને થૂંકતો હોય એવું મર્મીલું હાસ્ય કર્યું: ઉહુહુહુ. ભાઇ પહેલવાન!દરબાર બોલ્યા: અમારો હાથિયો મેઘવાળ તને હાથોહાથનું ધીંગાણું આપે છે...’‘બાપુ! તમારા હાથિયાનાં હાડકાં ગણ્યાં છે!પહેલવાન હસ્યો.ભાઇબંધ ઊભો થા, તો આ ઘડી જ ગણી દેખાડું...?’ ખોંખારો મારીને હાથિયો ઊભો થયો...!ભાઇ હાથિયા! આ પહેલવાન જૂનાગઢથી હાલીને આવે છે. થાકયો હશે... બે દીભલે તાજો માજો થાય... આજથી ત્રીજા દિવસે આપણે દ્વંદ્વયુદ્ધ આપશું...દરબારે નિર્ણય સંભળાવ્યો. અને બે દિવસમાં તો આસપાસનાં ગામોમાં વાત સંભળાણી કે જૂનાગઢના નવાબના પહેલવાન સાથે (સાણા) વાંકિયા ગામનો હાથિયો મેઘવાળ હાથોહાથની લડાઇ આપવાનો છે.હાથિયો મેઘવાળનો લોટ બંધાઇ જવાનો હોં!લોકચર્ચા થઇ.શું લેવા લોટ બંધાઇ જાશે?’‘ઇ તો જૂનાગઢના રાજાનો મલ્લ છે. ઘણા બધાને હરાવીને હજારો રૂપિયા જીત્યો છે... હાથિયાનો રોટલો કરી નાખશે.’‘પણ હાથિયા મેઘવાળે વીસ વીસ મણ પથ્થરની શિલાઓ... માથા પર મૂકીને દરબારની ડેલીએ ગોઠવી છે, જાણો છો?’ ‘છે તો બળવાન...! થાશે જેવા જેવી...ત્રીજા દિવસે વાંકિયા ગામને પાદર આસપાસનો મનખો ઊમટ્યો... હાથિયો અને નવાબનો પહેલવાન મેદાને પડ્યા.ભાઇ મલ્લ!હાથિયો બોલ્યો: તું અમારો મહેમાન છે, એટલે પહેલો દાવ તારો...!પહેલવાન હસ્યો! એમ નૈ ભેરુ! આપણે સૌ પહેલા હાથોહાથ રામ રામ મળીએ... ભલે...કહીને હાથિયાએ પોતાનો જમણો હાથ પહેલવાનની હથેળીમાં મૂક્યો.એક જ મચરકી આપીને ભલભલા બિળયા માણસોની આંગળીઓને શેરડીના સાંઠાની જેમ પીલી નાખનાર એ પહેલવાને દાંત કચકચાવીને હાથિયા મેઘવાળનો પોંચો દાબ્યો પણ વળતી પળે આ ખૂંખાર મલ્લ થરથરી ગયો....! એના અહમ્ની કોથળી જાણે ઉતરડાઇ ગઇ. પહેલવાનને પ્રતીત થયું કે પોતાના હાથમાં આવેલો આ હાથ, માંસ-હાડકાંનો નથી, પણ ગજવેલના ટુકડાનો છે!! પહેલવાને તાકાત વાપરી નાખી. હાથિયાનો હાથ સલામત હતો અને મોં પરની રેખાઓ અકબંધ! હવે ભણ્યું મારો વારો.હાથિયાએ ખોંખારો દઇને પહેલવાનનો હાથ હાથમાં લીધો: તેં તો ભાઇ. નવાબની ભેશુંનાં દૂધ-ઘી ખાધાં છે. મેં તો ભાણ કોટીલાના ગઢની છાશ જ પીધી છે. પણ આજ અમારી રૂપેણ નદીનું પાણી જોતો જા!’‘અને હાથિયાએ મચરકી દીધી...! દિવાળીને દિવસે છોકરાંએ હવાઇ ચડાવી હોય એમ પહેલવાનના ડોળા અધ્ધર ચડ્યા! કાચો ઘડો ફસકાઇ પડે એમ એનો ચહેરો ફસકાયો. મોઇ જેવા જાડા એના હોઠ ખૂલી ગયા અને ખોબો એક લાળોની સાથે ચીસ નીકળી ગઇ:

: ‘છોડ દે, મૈં હારા!’ ‘અને હાથિયાએ જ્યારે પહેલવાનનો હાથ છોડ્યો ત્યારે મેદનીએ સગી આંખે જોયું: પહેલવાનની આંગળીઓ લીરો ચિરાય એમ ચિરાઇ ગઇતી. હાથના પોંચાનો લોંદો થઇ ગયોતો અને ધોધબંધ લોહી વહી રહ્યું હતું...! શરત મુજબ પહેલવાને રૂપિયાની ગાંસડી ઠાલવી દીધી! હાથિયાના આ પરાક્રમના ભાણ કોટીલો ખળાંઢળાં થઇ ગયાં... મહાદેવ ધાર નામે ઓળખાતું સો વીઘાનું ખેતર એણે હાથિયા મહિડાને લખી દીધું. દરબારના માએ ગઢમાંથી થાળ એક રૂપિયા અને દુઝણી એક ભેંસ હાથિયાને ઇનામમાં દીધાં! સાણા ડુંગરની અવથાડ શિલાઓમાં એક વધારે પરાક્રમ ગાથા લખાણી. રૂપેણ નદીએ તે દીપોતાના પનોતા આ પુત્રની તાકાત ઉપર ખળ ખળ હસી દીધું!
નોંધ:આ મહાદેવ ધારનું સો વીઘાનું ખેતર હાથિયાના વંશજો, મહિડા હરજિનો આજ પણ વાવે છે.

તોરણ, નાનાભાઈ જેબલિયા
post by-રાખોલીયા ધર્મેશ.

Share:

બ્લોગ ની લિંક

https://dharmeshrakholiya.blogspot.com/

લોકપ્રિય પોસ્ટ્સ

Powered by Blogger.

કુલ મુસાફરો

Search This Blog

ઇ પેપર સંદેશ

અનુવાદ

લખાણ કોપી નહિ થાય